પ્રશાંત મહાસાગરમાં મોટા ખતરાની એન્ટ્રી! દરિયાના પાણીની ઉંમર અને ઓક્સિજન પેટર્ન બદલાતા વૈજ્ઞાનિકો ચિંતામાં
અમેરિકન સંશોધકોનો ચોંકાવનારો દાવો: ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ પ્રવાહો અને પાણીના વહેણમાં થઈ રહ્યા છે ખતરનાક ફેરફારો

નેપાળમાં આવેલા પૂર પછી સમગ્ર દુનિયામાં સર્જાતી કુદરતી આફતોથી મહાસત્તાઓ હરકતમાં આવી ગઈ છે. એક જ દિવસમાં હજારોના મોત અને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, જેના માટે કુદરતી પરિવર્તન અને પર્યાવરણના નિકંદન પણ જવાબદાર છે, પણ એનાથી વિપરીત તાજેતરમાં અમેરિકન સંશોધકોએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે હવે પ્રશાંત મહાસાગરમાં થઈ રહેલી મોટી હિલચાલ જોખમ બરાબર જ છે એવું તો સંશોધન કર્યું છે પહેલા એ જાણીએ.
પ્રશાંત મહાસાગરમાં વધતી ગરમીની સાથે દરિયાની અંદરના પાણીના વહેણ પણ બદલાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એની સીધી અસર પાણીની ઉંમર અને ઓક્સિજન પર પડી રહી છે, જ્યારે એની અસર પણ અલગ અલગ જગ્યાએ થઈ રહી છે, જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે મહત્ત્વની છે. એવું તો શું થઈ રહ્યું છે જેને કારણે વૈજ્ઞાનિકોની ઊંઘ હરામ થઈ છે એ જાણીએ.
દરિયાના પાણીમાં મોટી હિલચાલ
સીધી ભાષામાં કહીએ તો પ્રશાંત મહાસાગરમાં ગરમ થવાની સાથે દરિયાની અંદરના પાણીની ઉંમર પણ બદલાઈ રહી છે. અમેરિકન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિયેગોના વૈજ્ઞાનિકોએ એના અંગે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો, જેમાં 100 વર્ષમાં થનારા ફેરફારો સમજવાની કોશિશ કરી હતી. એમના સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્રશાંત મહાસાગરના અમુક હિસ્સામાં નવું પાણી જૂનું હોવું જોઈએ, જ્યારે અમુક ભાગમાં જૂનું પાણી પણ નવું હોઈ શકે છે અને એના પાછળનું કારણ પણ મહાસાગર ગરમ થયા પછી પાણીની અલગ અલગ સપાટી વચ્ચે હિલચાલ ઓછી થઈ રહી છે.

દરિયો ગરમ થવાથી પાણી ઉપર-નીચે જવાની પ્રક્રિયા ધીમી પડે
આ પરિવર્તન દરિયાની 200થી 1,000 મીટર ઊંડાઈવાળી સપાટીમાં જોવા મળ્યું છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં થર્મોક્લાઈન કહે છે. દરિયો ગરમ થવાને કારણે આ પાણીના વહેણ-વમળ પહેલાની માફક સરળતાથી મળતા નથી. દરિયો ગરમ થવાને કારણે પાણી ઉપર નીચે જવાની પ્રક્રિયા ધીમી પડે છે. અલગ અલગ જગ્યાએ પાણીની ઉંમર અને ઓક્સિજનમાં પરિવર્તન આવવા લાગે છે.
પાણીની કેટલી ઉંમર હોય છે
દરિયાના પાણીની ઉંમર એટલે પાણી કેટલા વર્ષ જૂનું છે એ નથી. વૈજ્ઞાનિકોએ એ વાત જુએ છે કે દરિયાનું પાણી કેટલા સમયથી સપાટી પર આવ્યું નથી, જ્યારે પાણી દરિયાની સપાટી પર હોય છે ત્યારે હવાથી ઓક્સિજન મળે છે. એના પછી પાણી નીચે જાય છે, ત્યારે દરિયાઈ જીવ અને બેક્ટેરિયા એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તેથી જે પાણી લાંબા સમય સુધી દરિયામાં રહે છે, જેમાં ઓક્સિજન ઓછો થઈ જાય છે અને ઓલ્ડ વોટર કે જૂનું પાણી કહેવાય છે.
જ્યારે જે પાણી સપાટીથી નીચે જાય છે એને નવું પાણી કહેવાય છે, જેમાં વધુ ઓક્સિજન હોય છે. ગરમ પાણી ઠંડા પાણી કરતા વધુ હળવું હોય છે, તેથી દરિયાની ઉપર ગરમ પાણી અને નીચે ઠંડા પાણીની અલગ અલગ સપાટી હોય છે, જ્યારે દરિયો વધુ ગરમ થાય છે ત્યારે એ બંને સપાટીઓ વચ્ચે પણ અંતર વધે છે.
હજુ પણ વધુ સંશોધનની જરુરિયાત
ગરમી વધવાથી નીચેથી ઉપર જનાર પાણીના વહેણની ગતિ પણ ધીમી પડી શકે છે, જેમાં જૂનું પાણી ઉપર ઓછું હશે, પરિણામે ઉપરની સપાટીમાં પાણીની સરેરાશ ઉંમર ઓછી થઈ રહી છે. એટલે પ્રશાંત મહાસાગરના એક હિસ્સાનું પાણી જૂનું થઈ રહ્યું છે, જ્યારે બીજા હિસ્સાનું પાણી નવું થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો આ પરિવર્તન માટે દક્ષિણ મહાસાગરની ભૂમિકા પર અંગુલીનિર્દેશ કર્યો છે.
દક્ષિણ મહાસાગર એન્ટાર્કટિકાની આસપાસનો દરિયાઈ વિસ્તાર છે, જ્યાં ગરમીમાં થયેલા વધારાને કારણે દરિયાઈ પાણીના વહેણ પર અસર થઈ છે. આ મુદ્દે સંશોધકોએ દાવો કર્યો છે કે હજુ પણ સંશોધનની જરુરિયાત છે. ગ્લોબલ વોર્મિંગની અસર પ્રશાંત મહાસાગરમાં એક જ પ્રકારે થશે નહીં. દરિયાની અલગ અલગ વિસ્તારના વહેણ, પાણીની ઉંમર અને ઓક્સિજનના અલગ અલગ લેવલને બદલી શકે છે, તેથી આગામી સમયમાં દરિયાઈ પર્યાવરણ પણ મોટા સંકટમાં હોમાઈ શકે છે.
