September 30, 2026
ગુજરાતટોપ ન્યુઝ

આર યા પારઃ વિધાનસભા ચૂંટણી પહેલા 86 વર્ષના શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ‘ચમત્કાર’ કરી શકશે?

Spread the love

રાજકારણમાં સક્રિય થયેલા ‘બાપુ’ની કોંગ્રેસમાં વાપસીની ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકર સિંહ વાઘેલા કોંગ્રેસમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેને લઈ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસની સાથે ભાજપના નેતાઓ પણ હરકતમાં આવી ગયા છે. તમામ નેતાઓએ ફરી શંકર સિંહ વાઘેલા કુંડળી શોધી કાઢી છે. કોંગ્રેસના નેતાઓ પણ કહે છે કે વાઘેલા સાથે સકારાત્મક વાતચીત થઈ છે, પરંતુ પાર્ટીમાં તેમની ભૂમિકા અને રોલને લઈ દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા ચાલુ છે. નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવ્યા પછી નિર્ણય લઈ શકાય છે.

વાઘેલા મોદીની ટીકા કરવામાં મોખરે
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કહ્યું છે કે વાઘેલાની કોંગ્રેસની વાપસી મુદ્દે હાઈ કમાન્ડ સાથે વાતચીત થઈ છે. વાઘેલા જ નહીં, પણ ભાજપમાંથી બળવો કરનારા અમુક નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે. કોંગ્રેસના નેતાઓની માફક વાઘેલા પણ ભાજપની નીતિઓને જાહેરમાં ટીકા કરે છે. ભાજપ જ નહીં, પણ આરએસએસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દોસ્ત હોવા છતાં પણ ટીકા કરવામાં મોખરે રહ્યા છે. આમ છતાં ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ ભાજપની બેમોંઢે ટીકા કરે છે, પરંતુ આંતરિક ખેંચાખેંચીને કારણે લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહે છે.

1995માં ભાજપમાંથી થયા હતા અલગ
1995માં વાઘેલા ભારતીય જનતા પાર્ટીથી અલગ થઈને રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી. કોંગ્રેસના સમર્થનમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યાર પછી 1998માં કોંગ્રેસમાં સામેલ થયા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી હતી, જ્યારે તેમની સાથે અનેક વિધાનસભ્યો પણ પાર્ટીમાંથી ગયા હતા.

જન વિકલ્પ મોરચા નામની પાર્ટીએ ઉકાળ્યું નહીં
કોંગ્રેસ છોડ્યા પછી તેમણે જન વિકલ્પ મોરચા નામની પાર્ટી બનાવી હતી, પરંતુ 2017માં ચૂંટણીમાં એક પણ ઉમેદવાર જીત્યા નહોતા. 2019માં એનસીપીના કેમ્પમાં ગયા, જ્યાં મહાસચિવ રહ્યા પણ ચમત્કાર કરી શક્યા નહોતા. 2024માં ફરી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી હતી અને હવે 2017ની વિધાનસભાની ચૂંટણી માટે સક્રિય થયા છે. બીજી ઓક્ટોબરના કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. હાલમાં પાટનગર ગાંધીનગર મનપાની ચૂંટણી નજીકમાં છે, તેથી બાપુના પ્રભાવની અસર થાય કે નહીં એ પણ જોવાનું રહેશે. 86 વર્ષના શંકરસિંહ વાઘેલા આરપારના મૂડમાં છે, પરંતુ ભૂતકાળ પીછો છોડ્યો નહીં તો કોંગ્રેસની નૈયા ડૂબાડી શકે છે એમાં પણ બેમત નથી.

પાર્ટીની નૈયા પાર લઈ જશે કે ડૂબાડશે
શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં પોતાની એક પાર્ટી બનાવી હતી. પાર્ટી બનાવવામાં માહેલ અને પક્ષપલટા માટે જાણીતા શંકરસિંહ વાઘેલા 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના પક્ષ સાથે અલગથી ચૂંટણી લડવાના હતા, પરંતુ 86 વર્ષના શંકરસિંહ કોંગ્રેસમાં વાપસી કરીને પાર્ટીની નૈયા પાર લગાવશે કે ડૂબાડશે એના અંગે કોંગ્રેસી નેતાઓ અસમંજસમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!