દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ: જ્યાં દિવસો સુધી હજારો વાહનો ફસાયા, 1 પ્લેટ નૂડલ્સના ચૂકવવા પડ્યા હજારો રૂપિયા!

વર્ષ 2010માં ચીને દુનિયાના સૌથી લાંબા ટ્રાફિક જામ મુદ્દે વિક્રમ નોંધાવ્યો હતો, ત્યારે લગભગ 60 માઈલ (લગભગ 97 કિલોમીટર) સુધી ટ્રાફિક જામ થયો હતો, જેમાં 12 દિવસ સુધી લોકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. અમુક ડ્રાઈવર તો પાંચ-પાંચ દિવસ સુધી ટ્રાફિકમાં ફસાયેલા હતા. અમુક લોકો તો ખાણીપીણી માટે આસપાસના ગામ સુધી પહોંચ્યા હતા, કારણ કે ટ્રાફિક જામ સ્લો હતો.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે રોડ નિર્માણ કાર્ય અને કોલસાથી લાદેલી ટ્રકોની સંખ્યા વધુ હતી. ચીનના ઉત્તરી હિસ્સામાં કોલસો પૂરા પાડવા માટે ટ્રક મારફત સૌથી વધુ અવરજવર થાય છે, જ્યારે રસ્તાનું મરમ્મત કામ-નિર્માણ કાર્ય પણ ચાલુ હતું, જેને કારણે પરિસ્થિતિ વધુ બગડી હતી.
ડ્રાઈવરોને કાર-ટ્રકમાં દિવસો સુધી રાત-દિવસ વીતાવવા પડ્યા હતા. અમુક ગ્રામીણ વિસ્તારના લોકોએ ખાવાપીવાની મદદ કરી હતી. અમુક લોકોએ તો નૂડલ્સની એક-એક પ્લેટ માટે ત્રણ ચાર હજાર રુપિયા વસૂલવામાં આવ્યા હતા, જ્યારે પાણીની બોટલ માટે લોકોએ હજારો રુપિયા ખર્ચવામાં આવ્યા હતા.
વર્ષ 2010માં ચીનમાં ઐતિહાસિક ટ્રાફિક જામ લાગ્યો હતો, જેને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ટ્રાફિક જામે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આધુનિક શહેરી વ્યવસ્થાની સાથે ટ્રાફિક મેનેજમેન્ટ માટે પણ આ ટ્રાફિક જામ પડકાર હતો. ઓગસ્ટ 2010માં ચીનના નેશનલ હાઈવે 110 અને બીજિંગ-તિબેત એક્સપ્રેસ વે પર અચાનક વાહનોના પૈડા થંભી ગયા હતા.
મીડિયાએ લખ્યું હતું કે ઓગસ્ટ 2010માં એ દિવસે અચાનક હજારો ટ્રક રસ્તા પર થંભી ગયા હતા, જેમાં કારનો પણ સમાવેશ થયો હતો. ઈન્ટરનેશનલ મીડિયાએ પણ લખ્યું હતું કે ગ્રેટ ચાઈના ટ્રાફિક જામ નામ આપ્યું હતું, જે આજે પણ ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક સ્ટડીનો વિષય છે.
આ ભયંકર ટ્રાફિક જામને કારણે જનતા જ નહીં, પરંતુ સરકારને પણ મોટો ફટકો પડ્યો હતો. ચીનના ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે આ ટ્રાફિક જામે સરકાર પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. ટ્રકો દિવસો સુધી ફસાયા હોવાને કારણે ફેક્ટરીઓની પણ સપ્લાય અટકી ગઈ હતી. પરોક્ષ રીતે ચીનને લગભગ એક અબજ યુઆનનો આર્થિક ફટકો પડ્યો હતો. એક અબજ યુઆનનો ભારતીય આંકડા મુજબ વાત કરીએ તો 1,200 કરોડ રુપિયાની આસપાસ થઈ શકે છે.
