September 24, 2026
ટોપ ન્યુઝ

ચાલતી બસમાં લાગેલી આગથી મચી અફડાતફડીઃ નવનાં મોત; જાણો મુસાફરી કરતી વખતની સુરક્ષા ટિપ્સ

Spread the love

નવી દિલ્હીઃ વધુ એક પેસેન્જર બસમાં લાગેલી આગમાં વધુ પ્રવાસીઓના મોત થયા છે. નોઈડાના યમુનાનગર એક્સપ્રેસમાં અચાનક લાગેલી એસી બસમાં આગને કારણે અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. ચાલતી બસમાં અચાનક લાગેલી આગને કારણે પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. દર વખતે એસી બસ કે નોન એસી બસમાં લાગતી આગને કારણે સમગ્ર પરિવહન સિસ્ટમ પણ શંકાના દાયરામાં આવી છે.

યમુના એક્સપ્રેસ વે પર ચાલતી ટૂરિસ્ટ બસમાં અચાનક આગ લાગી હતી. નોઈડાથી લગભગ 34 કિલોમીટર દૂર જેવર કાર્ગો એરપોર્ટ નજીક દુર્ઘટના ઘટી હતી. આગ લાગ્યાનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં જીવ બચાવવા માટે પ્રવાસીઓએ નાસભાગ કરી મૂકી હતી.
બુધવારે મધરાતે અચાનક ચાલતી એસી બસમાં આગ લાગવાને કારણે પ્રવાસીઓને પોતાનો જીવ બચાવવાનો પણ મોકો મળ્યો નહોતો. બસમાં 35થી વધુ પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે. જોકે, અમુક લોકો અંદર ફસાઈ ગયા હતા, જ્યારે અનેક લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. સ્લીપર બસમાં મુસાફરી વખતે તમારે ખાસ કરીને અમુક બાબતોનું ધ્યાન રાખવાનું જરુરી બની છે.

બસમાં ચઢતાની સાથે શું કરશો
પ્રવાસીઓએ ખાસ કરીને બસ હોય કે ટ્રેનમાં પણ પોતાની સીટ અને સ્લીપર બર્થ પર જતા પહેલા દરવાજો ક્યાં છે એ પણ ચેક કરી લો. ઈમરજન્સીમાં બહાર નીકળવાનો રસ્તો એની પણ તમે જાણકારી મેળવી શકો છો. ટેક્નિકલ મુશ્કેલી વખતે બહાર અથવા ઈમરજન્સીમાં બહાર જવાનો દરવાજો પણ ક્યાં છે એ ધ્યાન રાખવાનું જરુરી બને છે.

રાતની મુસાફરી વખતે શું ધ્યાન રાખશો
જો તમે રાતના મુસાફરી કરી રહ્યા હો તો ખાસ કરીને તમારો મોબાઈલ પણ હાથવગો રાખો. જરુરિયાત વખતે તમારો મોબાઈલ, બેગ અને અન્ય સામાન પણ બચાવવાના પ્રયાસમાં પણ ક્યારેક પ્રવાસી પોતાનો જીવ ગુમાવી શકે છે. આ સંજોગોમાં એક્ઝિટ કરવાનું મુશ્કેલ બને છે, તેથી રાતના સૂતી વખતે પણ તમારી મૂકેલી વસ્તુઓ ઝડપથી તમે હાથમાં લઈ શકો એનું ધ્યાન રાખવું.

ઓનલાઈન ટિકિટ વખતે શું ધ્યાનમાં રાખશો
એસી બસની ઓનલાઈન ટિકિટ બુક કરતી વખતે ફક્ત ભાડું અને સીટની બર્થ જોઈને પસંદ કરો નહીં. એસી બસની સ્થિતિ પણ જોઈ લો તેમ જ સુરક્ષા અને સુવિધા અંગે જાણકારી રાખવાનું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બસમાં તમારી આસપાસ કોઈ શંકાસ્પદ જ્વલનશીલ વસ્તુ હોય તો બસના ડ્રાઈવરને પણ જાણ કરો. બીજું સ્લીપર બસમાં સુરક્ષા અંગે કોઈ અવગણના કરશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!