September 24, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ગર્ભમાં જ દીકરીઓનું અસ્તિત્વ જોખમમાં? ગેરકાયદે લિંગ પરીક્ષણમાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે!

Spread the love

નવી દિલ્હીઃ મહિલા સશક્તિકરણ અને વિકાસની વાતો કરનારી સરકાર માટે ચોંકાવનાર અહેવાલો મળ્યા છે. દેશમાં એક બાજુ સરકાર મહિલાઓના ઉત્થાનની વાતો અને યોજનાઓ જાહેર કરે રાખે છે પણ હજુ જનતા તો સરકારનું નાક કાપી રહી છે, જે લિંગ પરીક્ષણ કરવામાં સાથી રાજ્યોને પાછળ રાખ્યા છે, જ્યારે આખા દેશમાં બીજા ક્રમે હોવાના અહેવાલ મળ્યા છે.

આખા દેશમાં હરિયાણામાં સૌથી વધુ ગેરકાયદેસર લિંગ પરીક્ષણ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં એકલા હરિયાણામાં 100થી વધુ કેસ નોંધાયા હતા. બીજા ક્રમે 28 કેસ સાથે ગુજરાત રહ્યું હતું તો 11 કેસ સાથે રાજસ્થાન ત્રીજા સ્થાને રહ્યું હતું. સૌથી ઓછા કેસમાં મહારાષ્ટ્રના નંબર રહ્યો હતો.

બીજી બાજુ વિકસિત રાજ્યો અથવા શિક્ષિત કે મહિલાઓને મહત્વ આપનારા રાજ્યમાં કેરલ, આસામ, ગોવા સહિતના રાજ્યોમાં એક પણ કેસ નોંધાયા નહોતા. બીજી બાજુ તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં મહતમ કેસ નોંધાયા છે, જે આજે પણ દેશમાં દીકરીઓ અભિશાપ માનવામાં આવે છે.

એક બાજુ સરકાર લાખો રૂપિયા જાહેર યોજનાઓ પાછળ ધુમાડો કરે છે પણ બીજી બાજુ જનતા પણ લિંગ પરીક્ષણ કાયદોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એ હકીકત છે. જો સરકાર પણ સમયસર સોનોગ્રાફી સેન્ટર પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેની જાતિગત સંતુલન પણ ખોરવાઈ શકે છે એવો નિષ્ણાતોએ દાવો કર્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં ગેરકાયદે લિંગ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના મામલામાં હરિયાણા તો મોખરે છે, પણ ગુજરાત બીજા ક્રમે છે. મોદીના ગુજરાતમાં જે પ્રકારે ગેરરીતિઓ ચાલી રહી છે, જેનાથી રાજ્યની જનતાનું નામ પણ ખરાબ થઈ રહ્યું છે. ગર્ભમાં લિંગ પરીક્ષણ પ્રતિબંધ હોવા છતાં હજુ પણ દેશમાં લોકો ગેરકાચદે ધંધો ચલાવી રહ્યા છે, જેના પણ અંકુશ નહીં આવ્યો તો આગામી વર્ષોમાં ચિત્ર વધુ ધૂંધળું જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!