ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કપરા ચઢાણ: 5 વર્ષમાં જરૂર પડશે 168 લાખ કરોડ રૂપિયાની
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની 2047 વિકસિત ભારતની યોજના પ્રમાણે ભાજપ મોટી મોટી જાહેરાત કરે પણ સરકાર માટે હજી પાશેરામાં પહેલી પુણીનો ઘાટ ઘડાય ઍ શક્ય નથી. સૌથી મોટા સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અબજો રૂપિયાની જરૂરિયાત પડે પણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવાની બાકી છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
માર્ચ 20231 સુધીમાં સરકારને એકલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રૂપિયા 168 લાખ કરોડથી વધીને 172 લાખ કરોડના રોકાણની જરૂર પડશે. એટલે એક જ સેક્ટર માટે ચારથી પાંચ લાખ કરોડના ભંડોળની જરૂરિયાત વધી શકે છે. આમ છતાં હાલના તબક્કે 80 લાખ કરોડના એટલે અડધો અડધ ભાગના પ્રોજેક્ટની જાહેરાત પણ કરી શક્યા નથી એ દેશની કરુણા છે.
સરકારના અહેવાલ મુજબ આગામી પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કુલ જરૂરિયાતમાંથી રૂપિયા 38થી 40 લાખ કરોડના રોકાણ પહેલેથી જ નાણાકીય ભંડોળ આપી ચુક્યા છે. બીજી બાજુ 31 લાખ 32 લાખ કરોડના પ્રોજેક્ટની નાણાંકીય મજૂરીની રાહ જોવામાં આવી રહી છે પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે 21થી 22 લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અટવાયેલા છે.
ભારતને 2047 સુધીમાં રૂપિયા 680થી 770 લાખ કરોડ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની જરૂરિયાત પડી શકે છે, જેમાં રેલવે, જાહેર પરિવહન, વોટર, ઈલેક્ટ્રીસિટી સહિત અન્ય જાહેર સુવિધાઓ નો સમાવેશ થાય છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ જરૂરિયાતો પૂરી કરવા માટે ફ્કત સરકારી નહીં પણ ખાનગી ઇન્વેસ્ટમેન્ટ વધારવું પડશે. આ ઉપરાંત જમ્બો પ્રોજેક્ટમાં વધુ રોકાણ માટે તૈયાર રહેવું પડશે. ટૂંકમાં, સરકાર વિકસિત ભારત 2047 માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 168 લાખ કરોડના રોકાણની જરૂર છે, પરંતુ કરોડોના પ્રોજેક્ટ્સ અટવાયા છે એ હકીકત છે અને આગામી વર્ષોમાં જાહેર જનતાને પણ જરુરી સુવિધાથી વંચિત રહેવું પડી શકે.
વર્ષ ૨૦૪૭ સુધીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો સામે ઉપલબ્ધ સ્થાનિક મૂડી પૂરતી નથી. વૈશ્વિક અને ખાનગી રોકાણ આકર્ષવું હજુ પણ એક મોટો પડકાર છે. સૌથી પહેલી વાત કરીએ તો ખાનગી રોકાણમાં સુસ્તીનો માહોલ છે. સરકારી ખર્ચમાં તોતિંગ વધારો થયો હોવા છતાં અપેક્ષા મુજબ ખાનગી ક્ષેત્ર (Private Sector) હજી એટલી ઝડપે રોકાણ કરી રહ્યું નથી. પ્રોજેક્ટમાં વિલંબ અને કાયદાકીય અવરોધોનું પરિબળ. જમીન સંપાદન, પર્યાવરણીય મંજૂરીઓમાં વિલંબ અને પ્રોજેક્ટના નબળા આયોજનને કારણે ખર્ચમાં વધારો થાય છે. છેલ્લે કોર ક્ષેત્રોમાં ધીમો વૃદ્ધિદર. તાજેતરના ૨૦૨૬ના ડેટા દર્શાવે છે કે કોલસો, ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ જેવા મુખ્ય કોર સેક્ટરની ઉત્પાદન વૃદ્ધિમાં થોડી સુસ્તી જોવા મળી છે.
