શું તમારો સ્માર્ટફોન તમારી બુદ્ધિ ઓછી કરી રહ્યો છે? જાણો ‘બ્રેન ડ્રેન ઇફેક્ટ’ વિશે!
ફોન ટેબલ પર મૂક્યો છે. સ્ક્રીન બંધ છે. કોઈ નોટિફિકેશન આવી રહ્યું નથી, પરંતુ તમારું મગજ ફોનમાં લાગેલું હોય છે? સ્માર્ટફોન હવે કોલ અથવા મેસેજનું સાધન નથી. નોટિફિકેશન, એપની ડિઝાઈન અને આપણા ખૂદના ફોન ચેક કરવાની આદત એ ત્રણેય બાબત આપણું ધ્યાન વારંવાર ખેંચી શકે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ફોનનો ઉપયોગ કર્યા વિના એની નજીક રહીને ફોક્સ રહેવાની પણ અસર તી શકે છે.
2017માં ટેક્સાસ યુનિવર્સિટીના મેકકોમ્બસ સ્કૂલ ઓફ બિઝનેસના આસિસ્ટંટ પ્રોફેસર એડ્રિયન વોર્ડની ટીમે લગભગ 800 સ્માર્ટફોન યૂઝર્સ પર પ્રયોગ કર્યો હતો. લોકોના કોગ્નિટિવ ટેસ્ટ કર્યો હતો અને ફોન ત્રણ જગ્યામાંથી એક જગાએ રાખ્યો હતો ટેબલ પર, પોકેટ અથવા બેગમાં અને બીજા રુમમાં. જે લોકોએ બીજા રુમમાં ફોન મૂક્યો હતો તેમણે સારું પ્રદર્શન કર્યું હતું.
સંશોધકોએ એને બ્રેન ડ્રેન ઈફેક્ટ કહી હતી. ફોનનો ઉપયોગ કર્યા વિના એની હાજરીમાં મગજના અમુક સ્ત્રોત ઉપયોગ કરી શકે છે. સાયન્ટિફિક જર્નલ નેચલમાં પ્રગટ કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવ્યું હતું કે ફોન સામે હોવાથી એટેન્શન અને વર્કિંગ સ્પીડમાં પણ ઘટાડો થયો હતો.
તમારો ફોન કઈ રીતે ડિસ્ટ્રેક્ટ કરેઃ નોટિફિકેશન, મેસેજ, સોશિયલ મીડિયા, ઈમેલ-ન્યૂઝ અથવા શોપિંગ એપનું એલર્ટ આવે તો તમારું ધ્યાન ભંગ થઈ શકે છે. અનેક વખત નોટિફિકેશન પણ જરુરી હોય નહીં તો પણ તમને એમ થાય છે કે આખરે મારા માટે કંઈક નવું આવ્યું છે કે નહીં એની ઉત્સુકતા રહે છે.
એપ્લિકેશનની ડિઝાઈનઃ નિરંતર સ્ક્રોલ કરનારી ફીડ, ઓટો પ્લે વીડિયો, રેડ નોટિફિકેશન બેઝ અને નેક્સ્ટ કન્ટેન્ટ પોતાની મેળે જાણવા મળે છે. અમુક ફીચર્સ નિરંતર એપમાં વ્યસ્ત રાખવા માટે ડિઝાઈન કરવામાં આવે છે. ભલે એક જ વીડિયો જોવા માટે ફોન ઊઠાવ્યો હોય, પરંતુ આગામી વીડિયો તમે જોવાના છો એ પણ યોજના છે.
આદત પણ મજબૂરીઃ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાથી કામ કરવાનું મુશ્કેલ લાગે છે. કંટાળો અચૂક આવે છે. ધીમે ધીમે ફોન ચેક કરવા અથવા કોઈ નોટિફિકેશનનો જવાબ આપવાને બદલે ઓટોમેટિક હેબિટ પણ બની શકે છે.
ભારતમાં સૌથી વધુ અસરઃ સરકારના કોમ્પ્રેહેન્સિવ મોડ્યુલર સર્વે ટેલિકોમ 2025માં આવ્યો હતો કે ભારતના 85.5 ટકા ઘરોમાં ઓછામાં ઓછા એક સ્માર્ટફોન છે. 1529 વર્ષના સરેરાશ 97.1 ટકા યુવાનો મોબાઈલનો ઉપયોગ કરે છે, તેથી ફોનથી દૂર રહેવાનું સરળ નથી.
અભ્યાસ, કામકાજ, પેમેન્ટ, શોપિંગ અને મનોરંજન બધુ ફોન સાથે જોડાયેલું છે. 2026 પણ રિપોર્ટ જણાવે છે કે 2025માં સ્માર્ટફોનમાં 1.32 ટ્રિલિયન કલાકો વીતાવ્યા હતા. 2024થી લગભગ નવ ટકા હતો, જેમાં લગભગ 59 ટકાનો સમય મીડિયા અને એન્ટરટેનમેન્ટમાં વીતાવ્યો હતો. એક્ટિવ સ્માર્ટફોનના આધારે સરેરાશ રોજના 5.8 કલાક કાઢવામાં આવે છે.
ફોનથી છુટકારો મેળવીને કઈ રીતે ફોકસ કરશો
. પહેલા ફાલતુ નોટિફિકેશન જોવાનું બંધ કરો
. સ્ટડી અને વર્ક અવર્સમાં ફોનને ખાસ દૂર રાખો
. સોશિયલ મીડિયા એપ્લિકેશનને હોમ સ્ક્રિન પરથી હટાવો
. ઓટો પ્લે અને બિનજરુરી એલર્ટ બંધ કરો
. વારંવાર ફોન ચેક કરવાને બદલે એના માટે સમય નક્કી કરો.
