મેરિડ પુરુષો સાથે અફેર કરવા મુદ્દે કાજોલની બહેન તનિષા મુખરજીએ કોના પર સાધ્યું નિશાન?
મુખરજી પરિવારની લાડલી અને કાજોલની બહેન અને જાણીતી અભિનેત્રી તનિષા મુખરજીએ પોતાના એક્સ (X) એકાઉન્ટ પર અલગ-અલગ મુદ્દાઓને લઈને દિલ ખોલીને પોતાના વિચારો રજૂ કરતી રહે છે. તાજેતરમાં મેરિડ પુરુષો સાથે અફેર રાખનારી મહિલાઓની ટીકા કરી છે. તનીષા મુખર્જીએ પોતાની પોસ્ટમાં આવી મહિલાઓને નારીવાદી ગણવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે પરણિત પુરુષ સાથે અફેર રાખનારી મહિલાઓ અન્ય મહિલાઓની વિરુદ્ધ છે. એટલું જ નહીં, અભિનેત્રીએ તેમના માટે ‘ઈવિલ’ એટલે કે ‘દુષ્ટ/ખરાબ’ જેવા શબ્દનો પણ ઉપયોગ કર્યો છે.
તનીષા મુખર્જીના આ નિવેદન બાદ એકવાર ફરી તે પોતાના બેબાક વિચારોને લઈ ચર્ચામાં આવી છે. પોતાની પોસ્ટમાં તનીષાએ લખ્યું છે કે મારું માનવું છે કે જે મહિલાઓ પરિણિત પુરુષો સાથે અફેર રાખે છે, તેઓ ફેમિનિસ્ટ નથી હોતી. વાસ્તવમાં, તેઓ સ્ત્રીઓની જ વિરુદ્ધ હોય છે, કારણ કે કોઈ બીજાના પતિ સાથે રહેવું એ તે માણસની પત્નીનું અપમાન કરવા બરાબર છે. આમાં તે માણસની પણ ભૂલ છે, તેનું ચરિત્ર સારું નથી અને જે સ્ત્રીઓ પરિણિત પુરુષો પાછળ દોડે છે, તેઓ ખરાબ હોય છે! તેઓએ આપણા બાળકો માટે રોલ મોડેલ બનાવવી જોઈએ નહીં.’
સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ તેમની વાત સાથે સહમત થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘બિલકુલ સાચું, બંને સમાનરૂપે જવાબદાર છે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘બિલકુલ. જે કોઈ પણ જાણી જોઈને કોઈનું લગ્નજીવન તોડે છે, તેને બધાની સામે લાવવું જોઈએ. અમુક યૂઝરે પૂછ્યું હતું કે જે કોઈને કહેવું હોય એ ડાયરેક્ટ કહેવું જોઈએ, જ્યારે બીજાએ લખ્યું હતું કે બહેનની સોતન પર તો નિશાન છોડ્યું નથી?’
આ પહેલાં ગત વર્ષે ‘મેલ ફેમિનિસ્ટ પોડકાસ્ટ’માં તનીષાએ ફેમિનિઝમ વિશે વાત કરી હતી. તનીષાએ ભારતમાં મહિલાઓ પ્રત્યેના સન્માન પર ભાર મૂકતા કહ્યું હતું કે દેશમાં મહિલાઓ પ્રત્યેના સન્માનની ખૂબ જ મજબૂત સંસ્કૃતિ છે. તેમણે કહ્યું હતું કે, ‘હા, આપણી પાસે કેટલીક સમસ્યાઓ છે, પરંતુ તે એટલા માટે નથી કે આપણી સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન નથી. હિન્દુ ધર્મમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં વણાયેલું છે, પરંતુ અંગ્રેજોના કારણે આપણી સંસ્કૃતિ બગડી છે અને વધુ વસ્તીના કારણે આપણો સમાજ બગડ્યો છે. અપરાધો વધુ વસ્તીનું પરિણામ છે, સંસ્કૃતિનું નહીં. ભગવાન કૃષ્ણે ક્યારેય રાધાનું અપમાન કર્યું નથી, ભગવાન શિવે ક્યારેય માતા પાર્વતીનું અપમાન કર્યું નથી. તેથી આપણી સંસ્કૃતિમાં એવું કંઈ નથી. આપણે મહિલાઓ માટે ખૂબ જ મુક્ત અને મજબૂત દેશ છીએ.’
તનુજાની પુત્રી તનીષાએ ૨૦૦૩માં કરણ નાથ અને ડિનો મોરિયા સાથે ફિલ્મ ‘Sssshhh’થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ તેમણે ‘સરકાર’, ‘નીલ એન નિક્કી અને તમિલ હિટ ફિલ્મ ‘ઉન્નાલે ઉન્નાલે’માં કામ કર્યું, જેના માટે તેને એવોર્ડનું નોમિનેશન પણ મળ્યું હતું. ૨૦૧૩માં ‘બિગ બોસ ૭’માં ફર્સ્ટ રનર-અપ બનીને તેમને ઘણી લોકપ્રિયતા મળી, જ્યાં અરમાન કોહલી સાથેના તેમના સંબંધોએ ખૂબ ચર્ચા જગાવી હતી. ત્યારબાદ તેમણે ‘ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી ૭’ (૨૦૧૬)માં ભાગ લીધો અને ‘ઝલક દિખલા જા ૧૧’માં પણ એક સ્પર્ધક તરીકે નજરે પડ્યા. બાદમાં તેઓ કોમેડી શો ‘ગેંગ્સ ઓફ હસીપુર’માં જજ તરીકે પણ જોવા મળ્યા હતા. તનીષા છેલ્લે ૨૦૨૪ની ફિલ્મ ‘લવ યુ શંકર’માં નજરે પડી હતી પણ લોકપ્રિયતા મળી નહીં, પરંતુ મહિલાઓ પર નિશાન તાકીને શક્ય છે કે પરિવારના કોઈ સભ્યનો પીછો છોડાવવા માટે કહ્યું હોય.
