September 1, 2026
ટોપ ન્યુઝ

125 વર્ષમાં ઓગસ્ટ મહિનો સૌથી ગરમ કેમ રહ્યો? ગરમીએ બેહાલ કર્યા, સપ્ટેમ્બરમાં પણ વરસાદ ઓછો પડી શકે

Spread the love

ઓગસ્ટ 2026માં સરેરાશ તાપમાન 28.1 ડિગ્રી નોંધાયું; અલ નીનોની અસરથી સપ્ટેમ્બરમાં પણ વરસાદ ઘટવાની અને ગરમી વધવાની શક્યતા
125 વર્ષમાં ઓગસ્ટ મહિનો સૌથી ગરમ કેમ રહ્યો?
ઓગસ્ટ મહિનામાં ભેજ, ગરમી, અને અમુક રાજ્યમાં સામાન્ય તો અમુક રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે પણ આ વખતના ઓગસ્ટ મહિનાના આંકડાએ હવામાન વિભાગને હલાવી નાખ્યું છે. હવામાન વિભાગના દાવા અનુસાર ઓગસ્ટ, 2026 છેલ્લા 125 વર્ષનો સૌથી વધુ ગરમ મહિનો રહ્યો હતો. 1901 પછી આ મહિનામાં જેટલી ગરમી નોંધાઈ હતી, જેને તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

સરેરાશ કરતા ઓછો વરસાદ પડશે

આ મુશ્કેલી ફક્ત ઓગસ્ટ મહિના સુધી સીમિત રહેવાની નથી. હવામાન વિભાગે દાવો કર્યો છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ ગરમી અને વરસાદને લઈ ચિંતા વધી છે. સપ્ટેમ્બરમાં દેશના મોટા ભાગના રાજ્યમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.

દિવસ અને રાતના તાપમાનમાં વધારો
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે ઓગસ્ટ 2026માં દેશનું સરેરાશ તાપમાન 28.1 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે ઓગસ્ટમાં સરેરાશ તાપમાન 27.34 ડિગ્રી રહે છે. મતલબ સરેરાશ તાપમાન પણ 0.67 ડિગ્રી વધુ રહ્યું છે. રાતના પણ ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં મિનિમમ તાપમાન પણ 24.36 ડિગ્રી રહ્યું છે, જેમાં થયેલો વધારો મોટી ચિંતા ઉપજાવે છે, કારણ કે રાતના શરીરને વધુ ઠંડક મળવાની શક્યતા ઊભી થઈ નહોતી.

મહિનામાં ચાર લો પ્રેશર સિસ્ટમ સાથે 28 દિવસ એક્ટિવ
હવામાન વિભાગના અહેવાલ અનુસાર સપ્ટેમ્બરમાં દેશમાં માસિક વરસાદ ઓછો પડી શકે છે. સપ્ટેમ્બરમાં વરસાદનો લોંગ પિરિયડ એવરેજ લગભગ 167.9 મિલિમીટર રહે, પરંતુ આ વખતે એની તુલનામાં પણ ઓછો વરસાદ પડવાનું અનુમાન છે. ઓગસ્ટ મહિનાની માફક સપ્ટેમ્બર મહિનો નિરાશ કરી શકે છે. જોકે, ચાર-લો પ્રેશર સિસ્ટમ બને અને કૂલ 26 દિવસ એક્ટિવ રહે, પણ એની દેશભરમાં સમાન અસર રહેશે નહીં. એમાંથી મુખ્યત્વ મેદાની વિસ્તારોમાં વરસાદ થાય છે, જ્યારે દેશના અન્ય ભાગમાં ઓછો વરસાદ પણ પડી શકે છે.

અલ નીનોને કારણે દરિયાના તાપમાન પર અસર પડી શકે
સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ઘટ પડી શકે છે, પરંતુ ગરમીમાંથી રાહત મળશે નહીં. મહિના દરમિયાન અનેક રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની સંભાવના છે જેનો અર્થ સ્પષ્ટ છે કે સપ્ટેમ્બરમાં ગરમી અને રાતના ભેજથી લોકોને મુશ્કેલી પડે. અલ નીનોને કારણે દરિયાના તાપમાનમાં ફેરફાર અને ભારતીય મોન્સૂન પર અસર પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!