September 1, 2026
ગુજરાત

પાણીની અછત વચ્ચે રાહત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર-દ્વારકા માટે સૌની યોજનામાંથી પાણી આપવાની આપી મંજૂરી

Spread the love

ગાંધીનગરઃ આ વર્ષે ગુજરાતમાં કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદ ઓછો પડ્યો છે, ત્યારે અનેક શહેરોમાં પીવાના પાણીની અછત ઊભી થઈ શકે છે. ઢોરોને પણ પીવાના પાણીની તંગી ઊભી થઈ શકે છે, ત્યારે સરકારે પ્રજાલક્ષી નિર્ણય લઈને રાહત બક્ષી છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-૨ જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે. 

જિલ્લાવાર પાણીની સ્થિતિ અને સરકારનો નિર્ણય
સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે. 

આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-૨ જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે. 
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-૧ મારફતે ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે. 
ગુજરાત સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેમજ સિંચાઈ માટે પણ મોટી રાહત મળી રહેશે. 

ગુજરાતમાં વરસાદની ઘટ અને અલ નીનોની અસર
અહીં એ જણાવવાનું કે દેશમાં આ વર્ષે અલ નીનોની અસર વર્તાઈ રહી છે, જેમાં પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે મોટી જાનહાનિ છે, પરંતુ ગુજરાતમાં અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નથી. ગુજરાતમાં એકલા ઓગસ્ટ મહિનામાં પાંચ ટકાથી વધુ વરસાદ વરસ્યો નથી. હવે સપ્ટેમ્બર મોટી આશા છે. સાર્વત્રિક વરસાદના અભાવને કારણે રાજ્યમાં સાત ટકા સુધીની ઘટ પડી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અસમાન રહ્યું છે, જેમાં ૩૭ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ જ્યારે કેટલાક તાલુકાઓમાં સામાન્ય ઘટ પણ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!