PM મોદીની G7માં મોટી વાત: સંસાધનોની નહીં પણ વિશ્વાસની છે કમી
G7 બેઠકમાં વડા પ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પર આવ્યા; વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવા પર મુકાયો ભાર
દુનિયા અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહી છે, જ્યાં સંસાધનોની અછત નહીં, પરંતુ વિશ્વાસની કમી અનુભવી રહ્યા છે. આ સંદેશની સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G7 દેશ અને અન્ય ભાગીદાર રાષ્ટ્રોની સાથે એક મહત્ત્વના સત્રમાં ભાગ લીધો હતો. આ બેઠકનો વિષય નવી ભાગીદારી વધારવા અને આંતરરાષ્ટ્રીય એકતાને ફરી મજબૂત કરવાનો.
આ ચર્ચામાં બ્રાઝિલ, ઈજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ સામેલ થયા હતા. ગ્રુપ સેવનની બેઠકમાં વિશ્વ બેંક અને આફ્રિકન વિકાસ બેંકએ પણ ભાગ લીધો હતો. અહીંની બેઠકમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ, જે ફેબ્રુઆરી, 2025 પછી પહેલી વખત આમનેસામને એક મંચ પર જોવા મળ્યા. અહીંની બેઠક વૈશ્વિક વિશ્વાસ અને ભાગીદારીના નવા મોડલ પર કેન્દ્રીત રહી.
G7 અને ભાગીદાર રાષ્ટ્રોની આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે દુનિયામાં સંસાધનોની કમી નથી, પરંતુ વિશ્વાસમાં થયેલા ઘટાડા સામે ઝઝૂમી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે દેશોની વચ્ચે વિશ્વાસ ઘટે છે ત્યારે વિકાસ અને સહયોગ બંને પ્રભાવિત છે. અહીંના સત્રમાં બ્રાઝિલ, ઈજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ભાગ લીધો હતો. બેઠકમાં મુખ્ય વિષય વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવાનો છે. મોદીએ કહ્યું કે આજના જમાનામાં વિશ્વાસ જ સૌથી મોટી મૂડી બની ગયો છે, જેના વિના કોઈ પણ વૈશ્વિક વ્યવસ્થા સ્થિર રહી શકતી નથી.
અહીંની બેઠકનું યજમાન કરનારા ફ્રાન્સનો ઉદ્દેશ ન્યાયપૂર્ણ અને અસરકારક આંતરરાષ્ટ્રીય ભાગીદારી પ્રણાલી તૈયાર કરવાનો હતો. ફ્રાન્સ ઈચ્છે છે કે દુનિયામાં વિકાસ સહયોગ ફક્ત દાનદાતા અને પ્રાપ્તકર્તા કરનારાના સંબંધો સુધી સીમિત રહેતા નથી, પરંતુ બરાબરીના આધારે આગળ વધે. આ જ વિચાર અન્વયે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમુક સત્રોને એ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રસના અનુરુપ હોય.
મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે હાથ મિલાવ્યા અને સાથે બેઠા, જોકે અગાઉના ‘ફેમિલી ફોટો’ સેશન દરમિયાન તેઓએ વાતચીત કરી ન હતી. ફેબ્રુઆરી 2025 પછી આ તેમની પહેલી રૂબરૂ મુલાકાત હતી. ભારત-અમેરિકા વેપાર કરાર, વિઝા પ્રતિબંધો અને ભારતીય નાગરિકોને લગતા કેટલાક વિવાદો સહિતના અનેક મુદ્દાઓને કારણે બંને નેતાઓ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ રહ્યા છે. વધુમાં, તાજેતરમાં ઓમાન નજીક બનેલી ઘટના અંગે મતભેદો ઉભા થયા હતા, જેણે સંબંધોને પણ અસર કરી છે.
