દીપિકાની દીકરી દુઆ અંગે પ્રકાશ પાદુકોણનો મોટો ખુલાસો, પેરેન્ટિંગ સ્ટાઈલ વિશે શું કહ્યું?
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની લાડલી દીકરી દુઆની અત્યાર સુધી લોકોને ઝલક જોવા મલી નથી, પરંતુ એના પછી પણ સૌથી વધુ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાતી સ્ટારકિડ બની ગઈ છે. દીપિકા અને રણવીર તો સામાન્ય રીતે દીકરીની વાતો કરે છે. હવે બેડમિન્ટન ખેલાડી અને દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણએ નાના બનવાની ખુશી વ્યક્ત કરતા દિલ ખોલીને સ્ટાર કપલની પણ જોરદાર વાત કરી હતી, જ્યારે સ્ટાર કિડ દુઆ અંગે પણ દિલ ખોલીને વાત કરી હતી. એટલું જ નહીં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પેરેન્ટિંગ સ્ટાઈલની પ્રશંસા કરી હતી.
નાના બનવાના અનુભવ અંગે પ્રકાશ પાદુકોણએ કહ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું નથી કે આ સંબંધ આટલા સ્પેશિયલ હશે. મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે દાદા-દાદી બનવાનું એક બિલકુલ અલગ અનુભવ છે. મેં ક્યારેય આવા અનુભવની અપેક્ષા રાખી નહોતી. હું એવું હંમેશાં વિચારતો હતો કે નાના-નાની પપૌત્ર-પપૌત્રી માટે આટલા ઉત્સાહી કેમ બને છે, પરંતુ હવે અમને ખબર પડી છે.
પ્રકાશ પાદુકોણે પોતાની દીકરી અને જમાઈ રણવીરની પેરેન્ટિંગ સ્ટાઈલ અંગે પણ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે દીપિકા અને રણવીર પોતાની દીકરીને કઈ રીતે હાજર રહે છે અને એક્ટિવ થઈને સાચવે છે. તેમણે કહ્યું કે દીપિકા અફકોર્સ કામ કરે છે, પરંતુ રણવીર જ્યારે કામ કરતા ના હોય તો બિલકુલ મદદ કરે છે અને એ બંનેની મદદ માટે પરિવાર પણ સાથ આપે છે.
એન પછી દીપિકાના પિતાએ જણાવ્યું છે કે કઈ રીતે પોતાની વ્યસ્ત સ્પોર્ટસ કેરિયરને કારણે દીકરી દીપિકા અને અનીશાના ઉછેર વખતે દૂર રહ્યા હતા, જ્યારે જરુરિયાત હતી, ત્યારે દૂર રહ્યા હતા, પરંતુ એ વખતે નાની-નાની પળો વખતે દૂર રહ્યા હતા, પરંતુ હવે દીપિકાની દીકરી દુઆ સાથે જીવન જીવવાની તક મળી છે અને એને એન્જોય કરે છે.
તેમણે કહ્યું હતું કે એક પિતા તરીકે મારી દીકરીઓના ઉછેર વખતે તો હું તેમની સાથે વધુ રહ્યો હોય એવું યાદ નથી, કારણ કે મોટા ભાગના કિસ્સામાં હું ઘરે રહેતો નહોતો. પણ દુઆના જન્મ પછી હું દરેક નાના-નાના ફેરફારને ધ્યાન રાખું છું, જે રોજ નવું બને છે. દુઆ એકદમ માયાળુ છે, જ્યારે પણ દીપિકા અને દુઆ બેંગ્લુરુ આવે ત્યારે તમામ બાબતોનું ધ્યાન રાખે છે. દુઆને મેટ્રોની સવારીથી લઈને ઓટોરિક્ષા સુધીની મુસાફરી કરે છે અને પાર્કમાં સાંજે સમય પસાર કરે છે, પરંતુ તેની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખે છે.
