ફરી યુદ્ધ શરુઃ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક, 13 મોત
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ બાદ ફરી ડ્રોન અને એર સ્ટ્રાઈકથી હુમલા શરૂ, પાકિસ્તાનના હુમલાથી તાલિબાન સરકાર ભડકી
પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ પછી ફરી યુદ્ધ શરુ થયું છે. ઈઝરાયલ અને અમેરિકાએ ફરી ઈરાન પર હુમલો કરવાનું શરુ કર્યું છે, જ્યારે ઈરાનએ પણ અમેરિકાના લશ્કરી કેમ્પ પર ડ્રોનથી હુમલા શરુ કર્યું છે. બીજી બાજુ પાકિસ્તાને પણ અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક કર્યા પછી સમગ્ર પશ્ચિમ એશિયામાં નવા તણાવનું નિર્માણ થયું છે.
અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ વધ્યા પછી હવે લશ્કરી કાર્યવાહી થઈ શકે છે. ઈરાને દાવો કર્યો છે કે તેને બહેરિનમાં અમેરિકાના નૌકાદળના મુખ્યમથક પર ડ્રોનથી હુમલો કર્યો છે, ત્યાર પછી અમેરિકાએ વળતી કાર્યવાહી પણ કરી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે કહ્યું છે કે અમેરિકન સેનાએ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સાઈટ્સ અને ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન પર નિશાન સાધ્યું છે, જેને કારણે સમગ્ર હોર્મુઝની ખાડીમાં તણાવ વધ્યો છે.
સેન્ટકોમે જણાવ્યું છે કે એક દિવસ પહેલા અમેરિકન સેનાના એએચ-64 અપાચે હેલિકોપ્ટરને તોડો પાડવામાં આવ્યા પછી હુમલા શરુ કર્યા છે. અમેરિકાએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી અમેરિકન સૈનિક અને આંતરરાષ્ટ્રીય જહાજોને જોખમ ઊભું કરવામાં આવ્યું છે, જેના જવાબમાં અમેરિકન એરફોર્સ અને નૌકાદળે લડાકુ વિમાનોએ ઈરાનના ઠેકાણાને નિશાન બનાવ્યા છે.
અમેરિકા સંતુલિત અને મર્યાદિત જવાબ આપી શકે છે. બીજી બાજુ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની સેના કોઈ પણ હુમલાનો વળતો આકરો જવાબ આપશે. ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ પછી ફરી બંને દેશ વચ્ચે ઘર્ષણ વધ્યું છે. જો ફરી પરિસ્થિતિ પર નિયંત્રણ આવશે નહીં તો ક્રૂડ ઓઈલ, વેપારી જહાજ સહિત આંતરરાષ્ટ્રીય પોલિસી પર સંકટ ઊભું થઈ શકે છે.
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો
બીજી બાજુ અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે પાકિસ્તાને ફરી એક વખત પોતાના દેશ પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. આ હુમલાને કારણે બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત, કુનાર અને પક્તિકા પ્રાંતમાં હુમલા કર્યા છે, જેમાં 11 બાળક અને એક વૃદ્ધનું મોત થયું છે. આ હુમલા અંગે પાકિસ્તાને કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અફઘાનિસ્તાને હુમલાને વખોડી નાખ્યો છે.
