October 8, 2026
ટોપ ન્યુઝમની મેનેજમેન્ટ

યુપીઆઈ પેમેન્ટ્સ પર એમડીઆર ચાર્જીસ લાગુ કરવાનો નિર્ણય સરકાર ટાળશે?

Spread the love

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને વેપારીઓ અને ફિનટેક કંપનીઓની માંગ બાદ સરકાર યુપીઆઈ એમડીઆર નિયમ લાગુ કરવામાં મોટો ફેરફાર કરી શકે

પંદરમી ઓક્ટોબર 2026થી યુપીઆઈ પેમેન્ટ્સ પર મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ યાને એમડીઆર લાગુ કરવાની તૈયારીમાં છે. હવે જાન્યુઆરી 2027 સુધી ટાળી શકાય છે. નવો નિયમ લાગુ કરવામાં હજુ અઠવાડિયાનો સમય બચ્યો છે ત્યારે મર્ચંટ એસોસિયેશન, ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ સર્વિસ આપનારી કંપનીઓએ એનપીસીઆઈએ એને આગળ વધારવાની માગણી કરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) આગામી બે દિવસોમાં એના અંગે કદાચ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આ મુદ્દે અત્યારે નાણા મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે. આ મુદ્દે વિપક્ષ સહિત અન્ય સંગઠનોએ પણ સરકારની ટીકા કરી હતી, જે ડિજિટલ ઈન્ડિયાની વાત કરનાર સરકાર હવે ડિજિટલ માર્ગે પૈસા વસૂલી રહી હોવાનો આરોપ મૂક્યો હતો.

તહેવારો પૂરતા નિયમો ટાળવા જોઈએ
ઉદ્યોગ જગતના વર્તુળોએ કહ્યું હતું કે હાલમાં નવી વ્યવસ્થા અપનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી. સૌથી મોટી બાબત એ છે કે અલગ અલગ એમડીઆરના રેટ, નીતિ તથા લાગુ કરવાને લઈ ભ્રમ છે. આગામી દિવસોમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં ખરીદદારી શરુ થઈ ગઈ છે, તેથી પેમેન્ટ સંબંધિત ઈન્ડસ્ટ્રીઝ તથા સંસ્થાઓનો તર્ક છે કે તહેવારોની સિઝન પૂરી થાય ત્યાં સુધી નિયમ ટાળવો જોઈએ.

વેપારીઓ પર બોજ નાખવાથી ગ્રાહક પર અસર થશે
સરકારને એવી શંકા છે કે તહેવારોમાં વેચાણ વખતે એમડીઆર લાગુ કરવાથી કારોબારમાં વધારો થશે. માર્કેટમાં પહેલાથી મોંઘવારીનો માર વાગ્યો છે ત્યારે સામાન્ય લોકો પર ખરીદદારીની ક્ષમતા પર દબાણ ઊભું થઈ શકે છે. આ સંજોગોમાં સરકાર જો વેપારીઓ પાસેથી વધુ રેટ વસૂલશે તો ગ્રાહકો પર સીધી તેની અસર થશે, જ્યારે તેનાથી સમગ્ર ઉદ્યોગજગત પર અસર થવાની શક્યતા છે.

એમડીઆરનો નિયમ શું છે
એમડીઆર રેટ એ છે કે જે વેપારી ડિજિટલ પેમેન્ટના બદલામાં બેંકોને પૈસા ચૂકવે છે. ગયા મહિના દરમિયાન યુપીઆઈ સ્ટીયરિંગ કમિટીએ 2000 રુપિયાથી વધુ લેણદેણમાં 0.4 ટકા એટલે 40 બેસિસ પોઈન્ટ પર એમડીઆર લેવાનું નક્કી કર્યું હતું. જો આ નિયમ લાગુ કરવામાં આવે તો બે હજાર રુપિયાના યુપીઆઈના ટ્રાન્ઝેક્શનમાં દુકાનદાર અથવા વેપારીએ આઠ રુપિયા ચૂકવવા પડશે. એ જ રીતે 10,000 રુપિયાના ટ્રાન્ઝેક્શનમાં 40 રુપિયા ચૂકવવાના થશે. એનપીસીઆઈએ આ વ્યવસ્થા પંદરમી ઓક્ટોબર 2026થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હવે ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે આ સિસ્ટમ ટેકનિકલ અને પોલિસીના ધોરણે અસ્પષ્ટ છે, જે તાત્કાલિક લાગુ કરવાનું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!