June 28, 2026
ટેકનોલોજી

સાવધાન! સ્માર્ટફોનમાં ભૂલથી પણ બંધ ન કરતા આ સેટિંગ્સ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

Spread the love

છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન ટેકનોલોજી ઘણી એડવાન્સ થઈ ગઈ છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યા પછી ફોન વધુ સ્માર્ટ અને યુઝર-ફ્રેન્ડલી બની ગયા છે. દમદાર સોફ્ટવેર અને શાનદાર હાર્ડવેરના કારણે હવે ફોનથી એવા કામ પણ સેકન્ડોમાં થઈ જાય છે, જે એક સમયે અશક્ય લાગતા હતા. પરંતુ, આ પાવરફુલ ડિવાઇસનો સાચો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. સ્માર્ટફોનમાં કેટલીક એવી વસ્તુઓ અને સેટિંગ્સ હોય છે, જેને ક્યારેય નજરઅંદાજ કે બંધ ન કરવા જોઈએ, નહીંતર તમારો ફોન હેક થઈ શકે છે અથવા કાયમ માટે બગડી શકે છે. ચાલો આજે આ વિશે વિસ્તારથી જાણી લઈએ…

સિક્યોરિટી ફીચર્સને ક્યારેય ન કરો ડિસેબલ
એન્ડ્રોઇડ હોય કે આઇફોન આજકાલ દરેક સ્માર્ટફોનમાં કંપની તરફથી શાનદાર ઇન-બિલ્ટ સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવે છે. આ ફીચર્સ માત્ર તમારા ડેટાની ચોરી અને માલવેર અટેક સામે રક્ષણ નથી આપતા, પરંતુ ફોન ચોરી થવાની સ્થિતિમાં પણ તમારા પર્સનલ ડેટાને સેફ રાખે છે.
આમાં ડિવાઇસ પ્રોટેક્શન, ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ અને ગૂગલ પ્લે પ્રોટેક્ટ જેવા મહત્વના ફીચર્સ સામેલ છે. ઘણા યુઝર્સ અજાણતા આ ફીચર્સ બંધ કરી દે છે, જેનાથી હેકર્સ માટે તમારા ફોનનો ડેટા અને પર્સનલ ઇન્ફોર્મેશન ચોરવી એકદમ સરળ બની જાય છે. તેથી ફોનની સેફ્ટી માટે આ સેટિંગ્સ હંમેશાં ઓન રાખો.

બેટરી ઓપ્ટિમાઇઝેશન બંધ ન કરો
બેટરી એ ફોનનો સૌથી મહત્વનો ભાગ છે, જે સમય સાથે સૌથી પહેલાં ખરાબ થવા લાગે છે. જો બેટરી હેલ્થ બગડી જાય તો ફોન ચાર્જ હોલ્ડ કરી શકતો નથી અને તમારે વારંવાર ચાર્જર શોધવું પડે છે. આ સમસ્યાથી બચવા માટે દરેક ફોનમાં ‘બેટરી પ્રોટેક્શન’ કે ‘એડેપ્ટિવ બેટરી’ નામે ઓપ્ટિમાઇઝેશન ફીચર આપેલું હોય છે. આ ફીચર ફોનને ઓવરચાર્જ થતો અટકાવે છે અને તમારા વપરાશના હિસાબથી જ પાવર સપ્લાય કરે છે. જો તમે આ સેટિંગ બંધ કરી દેશો, તો બેટરી જલ્દી ફૂલી જશે અથવા ખરાબ થઈ જશે.

ખરાબ ક્વોલિટી અને નકલી એક્સેસરીઝનો ઉપયોગ ટાળો
જો તમે તમારા મોંઘા સ્માર્ટફોનને લાંબા વર્ષો સુધી નવો જેવો રાખવા માંગતા હોવ, તો બજારમાં મળતા સસ્તા, લોકલ કે નકલી ચાર્જર અને કેબલ વાપરવાનું બંધ કરો. ખરાબ ક્વોલિટીના ચાર્જર ફોનની બેટરી લાઈફને ઝડપથી ઘટાડે છે અને તેનાથી ફોન ઓવરહીટ થઈને બ્લાસ્ટ થવાનું જોખમ પણ વધી જાય છે. હંમેશાં ઓરિજિનલ અથવા બ્રાન્ડેડ ચાર્જર અને કેબલનો જ આગ્રહ રાખો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!