November 27, 2026
ધર્મબિઝનેસ

તિરુપતિ મંદિરમાં ₹ 206 કરોડનું સુવર્ણ દાન: કોણ છે 121 કિલો સોનું અર્પણ કરનારા જૈન ઉદ્યોગપતિ?

Spread the love

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ઉપસ્થિતિમાં ભગવાન વેંકટેશ્વરને 46 વિશેષ સુવર્ણ આભૂષણો અર્પણ કર્યા; જાણો તેમની સમાજસેવા વિશે?

ચેન્નઈના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક વર્ધમાન જૈન ચર્ચામાં છે. આંધ્ર પ્રદેશના તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને 121 કિલોગ્રામ સોનાના આભૂષણ દાન કર્યા હતા, જ્યારે એની કિંમત 206 કરોડ રુપિયાથી વધુ છે. વર્ધમાન જૈન પત્ની રાધિકા જૈનની સાથે મળીને દાન કર્યું હતું. તેમણે તિરુમાલા દેવસ્થાન (ટીટીડી)ના ઈતિહાસના સૌથી મહત્ત્વપૂર્ણ ચઢાવામાંથી એક છે.

26મી નવેમ્બરે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ઉપસ્થિતિમાં ભેટ આપી હતી. મંદિરના સંગ્રહ માટે વિશેષ તરીકે કરવામાં આવેલા 46 દાગીનાનો સમાવેશ થાય છે, જેમાં મુકુટ, હાર, બાજુબંધ, કમરના દાગીના અને અન્ય પારંપારિક દાગીના અને અન્ય આભૂષણોનો સમાવેશ થાય છે, જેમાં હીરા પણ છે. વર્ધમાન જૈનનું નામ દિગ્ગજ દાનવીર તરીકે લેવાય છે, પરંતુ હેલ્થકેર ટેકનોલોજી અને આઉટસોર્સિંગ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની ઓળખ બનાવી છે. એના સિવાય સામાજિક અને પરોપકારના કામથી જાણીતા છે.

વર્ધમાન જૈન વૈશ્વિક હેલ્થકેર ટેક્નોલોજી અને રેવન્યૂ સાઈકલ મેનેજમેન્ટ કંપની એક્સેસ હેલ્થકેરના ફાઉન્ડર અને વાઈસ ચેરમેન છે. એના સિવાય એશિયા (ચેન્નઈ)ની એન્જિનિયરિંગના ડાયરેક્ટર છે. ચેન્નઈની લોયોલા કોલેજ સ્ટેટિસ્ટિક્સમાં અભ્યાસ કર્યો છે. એના પછી અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, ઓસ્ટિનમાં કમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
1997માં એન્ટરપ્રેન્યોરશિપની ઈનિંગ શરુ કરી, ત્યાર બાદ અનુરાગ જૈન સાથે મળીને વિઝન હેલ્થસોર્સની સ્થાપના કરી હતી. આ કંપનીએ મેડિકલ બિલિંગ અને હેલ્થકેર ક્લેમ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કર્યું હતું. 2003માં પેરોટ સિસ્ટમને પણ હસ્તગત કરી હતી.

2009 ડેલે પેરોટ સિસ્ટમને અધિગ્રહણ કરી હતી, ત્યાર પછી વર્ધમાન જૈને ડેલ સર્વિસીસ ગ્લોબલ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. એ વખતે 100થી વધુ ક્લાયન્ટ્સ સર્વિસની દેખરેખ કરવાની સાથે 9,000 કર્મચારીની ટીમને મેનેજ કરી હતી. કંપનીએ હેલ્થકેર ઓપરેશન્સને વધુ અસરકારક બનાવવા માટે ઓટોમેશન, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને મશીન લર્નિંગ જેવી ટેક્નિક પર ધ્યાન આપવામાં આવશે.

વર્ધમાન જૈનના અનેક સામાજિક કાર્યક્રમો પણ કર્યાં છે. સરિતા જૈન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમની સંસ્થા શિક્ષણ, હેલ્થ ક્ષેત્રે પણ કામ કરે છે. બાળકોના આરોગ્ય સંબંધમાં પણ તેમનું યોગદાન છે. ચેન્નઈના કાંચી કામકોટી ચાઈલ્ડ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે. વર્ધમાન જૈને 121 કિલો સોનાનું દાન કર્યા પહેલા પણ શ્રી વેંકટેશ્વર ભક્તિ ચેનલ માટે પણ સાત કરોડનું દાન આપ્યું હતું. ટીટીડી ગૌશાળામાં પશુઓના ચારાના પ્લાન્ટ માટે પાંચ કરોડ આપ્યા હતા. સિક્કાની ગણતરી માટે પણ એક કરોડનું દાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!