પ્રદૂષણ વધતા પહેલાં સાવધાન! તહેવારોમાં શ્વાસ લેવામાં તકલીફથી બચવા કરો આ ઉપાય
દિવાળીના ધુમાડા અને પ્રદૂષણ વચ્ચે ફેફસાં અને ગળાની સુરક્ષા માટે નિષ્ણાતોની આ ખાસ ટિપ્સ અચૂક અપનાવો
આગામી દિવસોમાં જેમ જેમ પ્રદૂષણનું સ્તર વધતું જશે તેમ ગળામાં ખારાશ અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. હવામાં પ્રદૂષણના બારિક કણોને કારણે વ્યક્તિના ગળામાં ખાાશ, સૂકી ખાંસી કે શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થતી હોય છે, તેમાંય જે લોકોને અસ્થમા, એલર્જી અથવા ફેફસા સંબંધિત કોઈ બીમારી હોય તો તેવા દર્દીઓને મુશ્કેલી થાય છે. દશેરા-દિવાળીના તહેવારોમાં ખાસ કરીને લોકોને વધુ મુશ્કેલી પડતી હોય છે, કારણ કે ફટાકડાનો ધુમાડો વધુ હેરાન કરી શકે છે. આ દિવસોમાં શું સાવધાની રાખી શકાય એની વિગતે વાત કરીએ.
નિષ્ણાત ડોક્ટરના જણાવ્યાનુસાર આગામી દિવસોમાં પ્રદૂષણમાં વધારો થઈ શકે છે, તેથી તમારી દિનચર્યામાં નાની-મોટી સાવધાની રાખવાનું જરુરી બની રહે છે, જેથી તમે સુરક્ષિત રહી શકો છે. પ્રદૂષણના ગાળા દરમિયાન શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ તેમ જ ખુલ્લી મોકળાશવાળી જગ્યાએ જવાનું રાખો. ઘરની અંદર ધુમાડો, ધૂળ યા ડસ્ટ અથવા સિગારેટ પીવા અથવા તમાકુ ખાવાનું ટાળવું જોઈએ. દિવસભર પર્યાપ્ત પાણી પીવાનું રાખો અને ઊંઘ પૂરી લેવાનું જરુરી બની રહે છે. સંતુલિત આહારથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
બીમાર અથવા જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા ખાંસી, ઉધરસ કે તાવ આવવાની સાથે છાતીમાં દુખાવાની તકલીફ હોય તો તેની સિઝનલ અસર થઈ રહી હોવાનું માનશો નહીં. શક્ય હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જ્યારે સમયાંતરે તપાસ કરાવતા રહેવું, જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર લક્ષણો ઊભા થાય નહીં.
ફેફસામાં ઈન્ફેક્શન થવાના કિસ્સામાં ન્યુમોનિયા થવાનું જોખમ ઊભું થઈ શકે છે, જેમાં સમયસર સારવાર થાય નહીં તો જોખમી બની શકે છે. એના બચાવ માટે પણ વેક્સિન લગાવી શકો છો એ પણ ડોક્ટરનો સંપર્ક કરીને. ડોક્ટરની ભલામણ અનુસાર pneumococcal vaccine (prevenar 20) લઈ શકો છો, જ્યારે influenza vaccine લગાવી શકો છો. હોસ્પિટલમાં દાખલ થનારા લોકોને પણ 70 ટકા સુધી સુરક્ષા મળી શકે છે.
