માસ્ટર શેફ પંકજ ભદોરિયાને થયું બ્રેસ્ટ કેન્સર, ચાહકો આઘાતમાં
માસ્ટર શેફ સિઝન-1 વિજેતા પંકજ ભદોરિયાને લઈને ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. પંકજ ભદોરિયાને બ્રેસ્ટ કેન્સરના સમાચારને લઈને સોશિયલ મીડિયા પર લોકોને આઘાત લાગ્યો છે. આ અંગે ખુદ પંકજ ભદોરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ત્યારે ચાહકોને જોરદાર આચંકો લાગ્યો હતો.
28મી મેના માસ્ટર શેફ વિજેતા પંકજ ભદોરિયાએ હોસ્પિટલના બેડ પરથી એક પોસ્ટ શેર કરી હતી. વાયરલ તસવીરમાં લખ્યું હતું કે મને બ્રેસ્ટ કેન્સર થયું છે અને તમારી શુભેચ્છા અને દુઆની જરુરિયાત છે. અત્યાર સુધીમાં એ વાતની જાણ થઈ નથી કે કેન્સરનું સ્ટેજ કયું છે. કેન્સરની બીમારી અંગે પંકજ ભદોરિયાએ જાણીને નિરાશ થઈ છે, જ્યારે તેની કમેન્ટથી લોકોએ તેને હિંમત આપી હતી અને વહેલા સાજા થઈ જવાની પણ શુભેચ્છાઓ આપી હતી.
ચોંકાવનારી વાત એ હતી કે માસ્ટરશેફ રહેલી પંકજ એક્ટિવ હતી. દર વર્ષે બોડીચેક પણ કરાવતી હતી. 17 મેના બોડી ચેકઅપ કરાવ્યું હતું, જેના અંગે પોસ્ટ પણ શેર કરી હતી અને લખ્યું હતું કે હેલ્થ ચેકઅપ માટે આવી હતી અને એવું પણ લખ્યું હતું કે જો તમારી 45 વર્ષની ઉંમર હોય તો રેગ્યુલર હેલ્થચેક કરાવવું જોઈએ, જે આરોગ્ય માટે ફાયદાકારક રહે છે.
વાત હવે પંકજ ભદોરિયા શેફ બન્યા પહેલા ટીચર હતી, પરંતુ કુકિંગનો પણ શોખ જ નહીં, પણ પેશન ધરાવે છે. 16 વર્ષ જૂની ટીચિંગ કેરિયરને પાછળ મૂકી દીધી હતી. પંકજ મૂળ તો દિલ્હીની છે અને અંગ્રેજી ટીચર તરીકે પણ કામ કર્યું છે. લખનઉમાં કુલિનરી એકેડેમી ચલાવે છે અને સોશિયલ મીડિયા પર કૂકિંગ રેસિપી અને ટિપ્સ પણ શેર કરે છે. વાત રહી કેન્સરની તો હવે ભગવાન તેને ઝડપથી સાજા કરે એવી લોકો શુભેચ્છા કરે છે અને ઝડપથી હોસ્પિટલથી ઘરે પાછી ફરે.
ભારતમાં બ્રેસ્ટ કેન્સર એક મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે, જેમાં 2025 સુધીમાં 100,000થી વધુ લોકોના મૃત્યુનો અંદાજ છે. આ રોગ વધુને વધુ યુવાન સ્ત્રીઓને અસર કરી રહ્યો છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો બધી સ્ત્રીઓને નાની ઉંમરથી નિયમિત તપાસ કરાવવા અને કોઈ પણ લક્ષણો પર ધ્યાન આપવા અપીલ કરી રહ્યા છે.
