August 26, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

નેપાળમાં વિનાશક પૂર: 150થી વધુ મોત, હજારો પ્રવાસીઓ ગુમ; તબાહી પાછળ કોની ભૂમિકા શંકાના ઘેરામાં?

Spread the love

તિબ્બત સરહદે ભૂકંપ અને હિમસ્ખલનની શંકા વચ્ચે નેપાળમાં ભારે તબાહી; સમયસર એલર્ટ ન આપવા બદલ ડ્રેગન સામે આંગળી ચિંધાઈ

નેપાળમાં આવેલા વિનાશક પૂરે તબાહી મચાવી છે, જ્યારે એની સાથે ભારતની પણ ચિંતા વધારી છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશની, કારણ કે બંને રાજ્યો નેપાળ સરહદ પર છે, જ્યારે નેપાળ પર પૂરનું સંકટ મંડરાય છે, ત્યારે બંને રાજ્ય પર ચિંતા વધી જાય છે. રાજ્ય સરકારની સાથે ભારત સરકાર પણ એલર્ટ રહેવાની સાથે મદદ કરવાની જાહેરાત કરી છે, જેને નેપાળ સરકારે પણ વધાવી છે, પરંતુ તબાહીના ખેલ પાછળ મેડ ઈન ચાઈનાનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરાય છે. પૂરપ્રકોપને કારણે સેંકડો લોકોના મોત થવાની સાથે હજારો લોકો ગુમ થયા છે પણ સૌને મોંઢે એક જ સવાલ એ છે કે પૂર આવવાનું કારણ શું.

હિમસ્ખલનને કારણે આવ્યું હોઈ શકે પૂર
વાસ્તવમાં નેપાળના રાસુવા જિલ્લાને સૌથી વધુ અસર થઈ છે, પરંતુ તિમુરે અને સ્યાફ્રુબેસી સહિત અન્ય વિસ્તારોને નુકસાન થયું છે. પૂરમાં અનેક પુલ, રહેવાસી વિસ્તારો તબાહ થઈ ગયા છે, પરંતુ આ વિનાશ પાછળના સંભવિત કારણો ખાસ ચર્ચામાં આવ્યા છે. સૌથી પહેલી વાત તો હિમસ્ખલનને કારણે પૂર આવ્યું હોઈ શકે. કાઠમંડુ સ્થિત એક પ્રોફેસરે કહ્યું હતું કે એવું લાગે છે કે હિમપ્રપાત (બરફનું તોફાન) લ્હેન્દે નદીમાં પડ્યું અને તેનો પ્રવાહ રોકી દીધો, જેનાથી પાણી એકઠું થઈ ગયું. ત્યારબાદ જેવું એ પાણી છૂટ્યું, તે નીચે તરફ વહીને ભોટેકોશી નદીમાં જતું રહ્યું. આ પછી ભારે તબાહી મચી ગઈ. જોકે આ માત્ર એક શક્યતા છે. તેની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી.


ભૂકંપ આવ્યો એના પછી હિમસ્ખલનની શંકા
અમેરિકન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે તિબ્બતી વિસ્તારમાં સવારે 8.37 વાગ્યાના સુમારે 4.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે તેનું કેન્દ્ર ગોસાઈકુંડાથી લગભગ 47 કિલોમીટર ઉત્તરમાં હતું. કાઠમંડુ યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું કે તિબ્બતના ભાગમાં ત્યારે પૂર આવ્યું, જ્યારે હિમસ્ખલનની શંકા છે. હાલના તબક્કે ભૂકંપને કારણે સંભવિત પૂર આવ્યું હોવાની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ નક્કર પુરાવા મળ્યા નથી. નેપાળમાં લખાય છે, ત્યાં સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 1,000થી વધુ લોકો ગુમ થયા છે. ગુમ પર્યટકોમાં ભારત, અમેરિકા, બ્રિટન, મલેશિયા, દક્ષિણ આફ્રિકાના નાગરિકોનો સમાવેશ થાય છે.


ભારે વરસાદ વિના કઈ રીતે આવ્યું પૂર?
નેપાળના જળ વિજ્ઞાન અને મૌસમ વિજ્ઞાન વિભાગનું કહેવું છે કે મંગળવાર અથવા બુધવારે રાસુવા વિસ્તારમાં વરસાદ પડ્યો નથી. બુધવારે પણ વરસાદ પડવાની સંભાવના નથી. પૂરનું વાસ્તવિક કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે. નેપાળમાં આવેલા ભીષણ પૂર પછી યુરોપિયન સંઘ એટલે યુરોપિયન સંગઠને સેટેલાઈટ સર્વેલ્સ સિસ્ટમ એક્ટિવેટ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારની તસવીર અને મેપિંગ તૈયાર કરવાની સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. સેટેલાઈટ સિસ્ટમને એક્ટિવેટ કરી છે, જેના માટે નેપાળને અસરગ્રસ્ત વિસ્તારોની મેપિંગ કરવામાં આવશે.

ડ્રેગન ચૂપ રહ્યું કે એટલે પૂરની માહિતી મોડી મળી?
આ તો બધી વાત થઈ કુદરતી, પરંતુ આ બનાવ બન્યા પછી પણ તિબ્બેત-નેપાળ સરહદ પર થઈ રહેલી ઘટના અંગે ચીન નેપાળને વાકેફ વહેલા કરી શક્યું હોત એવું પણ કહેવાય છે. ચીની મીડિયા CRI ઓનલાઇન નેટવર્ક મુજબ, તિબ્બતના કેરુંગમાં અચાનક પૂર આવ્યા પછી પાણી ઝડપથી નેપાળ તરફ વધી રહ્યું હતું. ચીનના સમય મુજબ આ ઘટના 10:30 વાગ્યે બની હતી, જ્યારે આ સમયે નેપાળમાં 8:30 વાગી રહ્યા હતા. (બંને દેશોના સમયમાં 2 કલાક 15 મિનિટનો તફાવત છે.) નેપાળી અધિકારીઓનું કહેવું છે કે આ વિનાશક પૂરની માહિતી નિશ્ચિત સમય કરતાં લગભગ 45 મિનિટ મોડી મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!