August 26, 2026
નેશનલમનોરંજન

એક્ટ્રેસ કૃતિ સેનની એડ પર દેશભરમાં બબાલ: કંગનાના પ્રહાર સામે રાહુલ ગાંધી સમર્થનમાં આવ્યા

Spread the love

જીવા બ્રાન્ડની ૩૫ સેકન્ડની રક્ષાબંધન એડ પર સોશિયલ મીડિયામાં રોષ: રાજકીય નેતાઓની પ્રતિક્રિયા અને મહિલા સ્વતંત્રતાની ચર્ચા
zee news
જેન-ઝી આંદોલન પછી દેશમાં કોંગ્રેસ પાર્ટી સરકારને ઘેરવાની કોઈ તક જવા તૈયાર નથી. એક બાજુ કોંક્રોચ જનતા પાર્ટી સરકારના નાકમાં દમ લાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે પોતાના પક્ષમાં આંતરિક ખેંચતાણ છે. ખેર, જાણીતી અભિનેત્રી કૃતિ સેનનની રક્ષા બંધન સ્પેશિયલ જ્વેલરી એડને લઈ વિવાદ થયો છે. એડમાં તેના આઉટફિટને લઈને ડોગીને રાખડી બાંધવા મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એના પછી ખુદ ટ્રોલર્સને કૃતિ સેનનને જવાબ આપ્યો છે. આ એડ મુદ્દે સાંસદ કંગના રનૌતની સાથે સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

રક્ષાબંધન નિમિત્તે જ્વેલરી બ્રાન્ડ જીવાની 35 સેકન્ડની એડ સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ હતી. આ એડમાં કૃતિ સેનન વ્હાઈટ કલરનો લ્હેંગો અને ડીપનેક બ્રાલેટ સ્ટાઈલનું બ્લાઉઝ પહેરીને રક્ષાબંધન સેલિબ્રેશન કરે છે. કૃતિ સેનન પોતાના ભાઈની સાથે ડોગીને પણ રાખડી બાંધે છે, તેના પછી જાહેરાત લઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સે ઝાટકણી કાઢી છે.

કૃતિ સેનનની ઓફ-વ્હાઈટ બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ, કેપ એન્ડ ડ્રેપ્ડ સ્કર્ટવાળો ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે. એડનો ઉદ્દેશ ફક્ત મોર્ડન અંદાજમાં રક્ષાબંધનનું સેલિબ્રેશન કરવાનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોને એડ પસંદ પડી નથી અને અમુક યૂઝર્સે તો ટ્રોલ કરવામાં આવી રહી છે. યૂઝર્સે કૃતિ સેનનની અશ્લીલતા પર સવાલો ઊઠાવ્યા છે. અમુક લોકોએ તો કહ્યું છે કે આ તહેવારમાં અશ્લીલ કપડા અંગે વાંધો ઊઠાવ્યો હતો, જ્યારે તિલક, આરતી જેવી પારંપારિક ચીજ પણ જોવા મળી નથી. એના સિવાય કૂતરાને રાખડી બાંધવાના સીન મુદ્દે લોકો બહિષ્કાર કરવાની માગ કરી હતી.

એક્ટ્રેસ કંગના રનૌતે તો કૃતિ સેનનની એડનું નામ લીધા વિના લખ્યું હતું કે જાણી જોઈને અશ્લીલ એડ ગણાવી, જ્યારે આજની મહિલાની પાસે કોકટેલ જેવા ડ્રેસથી લઈને સાડી સુધીના અનેક વિકલ્પો છે તો કોઈ પોતાના ભાઈને બિકિની અથવા અંડરગાર્મેન્ટ્સ કેમ બાંધશે. કૃતિ સેનને પણ જવાબ આપતા લખ્યું છે કે અસલી ભાવના કપડામાં નહીં, પણ પરંપરામાં હોય છે, જેને આપણે દિલથી માનીએ છીએ.

આ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ અંતર રાખી શક્યા નથી. તેમણે કૃતિ સેનનને સમર્થન આપતા લખ્યું છે કે મહિલા શું પહેરે છે, શું કરે છે અને ક્યાં જાય છે એ સંપૂર્ણ તેની પોતાની પસંદ આધારિત હોય છે. રાહુલ ગાંધીએ મહિલાની આઝાદીનો ઉપયોગ કરવા માટે ટ્રોલિંગ બંધ કરવાની અપીલ કરી છે અને પોતાની પોસ્ટમાં #smashthepatriarchy લખ્યું હતું. રાહુલ ગાંધી સિવાય અનેક લોકોએ કૃતિ સેનનને સમર્થન આપ્યું છે, પરંતુ આ મુદ્દાએ વગર આગે જોરદાર વિવાદનું નિર્માણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!