ઈસરોની સેટેલાઈટ તસવીરોએ વધારી ચિંતાઃ ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં આફતના એંધાણ
મોન્સૂન એલર્ટ: અરબ સાગર અને બંગાળની ખાડીમાં ડેન્જર ‘મોન્સ્ટર સિસ્ટમ’ એક્ટિવ, આગામી 24 કલાક ભારે
દેશમાં ચોમાસું જામી ગયું છે, જેમાં અઠવાડિયાની તુલનામાં બે દિવસમાં જોરદાર જામ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ કફોડી હાલત છે, જેમાં મુંબઈ, થાણે, રાયગઢમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મુંબઈ, વસઈ-વિરાર, નાલાસોપારા અને થાણેમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા જનજીવન ખોરવાયું છે.
દેશમાં મોન્સૂનનું જોર વધ્યું હોવાની સેટેલાઈટ તસવીરે પણ હવામાન ખાતાની ચિંતામાં વધારો કર્યો છે. ઈસરોના સેટેલાઈટ તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં નવી સેટેલાઈટ તસવીરોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાઈ શકે છે.
INSAT-3DRની નવી તસવીર જારી કરવામાં આવી છે, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડી એમ બંને બાજુ ખતરનાક મોન્સ્ટર સિસ્ટમ એક્ટિવ થઈ છે, જે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં આફતની સ્થિતિ ઊભી કરી શકે છે.
ઈસરોના સેટેલાઈટમાં જે તસવીરો મળી છે, તેમાં વાદળોની ઉપરનો ભાગ વધુ સફેદ અને ચમકતો જોવા મળે છે, જેનો અર્થ એ છે કે વાદળો બહુ ઊંચા, ઠંડા અને ગાઢ છે. સાયન્સની દુનિયામાં તેને કમ્યુલોનિમ્બસ એટલે ટાવર જેટલા વાદળો કહે છે અને આ વાદળો એટલા શક્તિશાળી હોય છે અમુક કલાકોમાં શહેરોને જળબંબાકાર બનાવી દે છે.
પશ્ચિમ ભારતની વાત કરીએ તો અરબ સાગરમાં ઉઠનારા ઝડપી અને ભેજવાળી હવા હવે સીધી મહારાષ્ટ્રના દરિયાકિનારે ટકરાય છે. દરિયાનું તાપમાન ગરમ હોવાને કારણે આ સિસ્ટમને વધુ સપોર્ટ મળે છે, જેને કારણે મુંબઈ, કોંકણ અને આસપાસના વિસ્તારોને અસર કરે છે.
બીજી બાજુ પૂર્વ ભારતના હવામાનમાં પણ પલટો આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં એક શક્તિશાળી સિસ્ટમ આગળ વધી રહી છે. સેટેલાઈટ ઈમેજ અનુસાર ગાઢ વાદળોની ચાદર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને ઘેરી રાખ્યું છે, જે જેમ જેમ આગળ વધશે, પશ્ચિમ બંગાળ સિવાય ઝારખંડ, બિહાર અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
