August 27, 2026
ધર્મમનોરંજન

ભાઈ-બહેનના પ્રેમનું અમર ગીત: ‘છોટી બહેન’ ફિલ્મનું આ આઇકોનિક ગીત વિના અધૂરો છે રક્ષાબંધનનો તહેવાર

Spread the love


ભારતીય સિનેમા અને રક્ષાબંધનનો પવિત્ર સંબંધ: ભારતીય પરંપરા-સંસ્કૃતિને જીવંત બનાવવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પણ વિશેષ રહ્યું છે યોગદાન. ખાસ કરીને દિવાળી હોય કે ઈદ કે પછી નાતાલ, પણ જૂની ફિલ્મોથી લઈને અત્યારની ફિલ્મોમાં પણ ક્યાંયને ક્યાંક ભારતીય સંસ્કૃતિની ઝલક ચોક્કસ જોવા મળે છે.

‘છોટી બહેન’ અને લતા મંગેશકરનો અમર અવાજ
વાત કરીએ આપણા સૌના પ્યારા તહેવાર રક્ષાબંધનની. લોકો આજના દિવસની વિશેષ રીતે ઉજવણી કરે છે. આ એવો તહેવાર છે, જે દરેક પરિવારમાં ભાઈ-બહેનની રક્ષા માટે સેલિબ્રેટ કરાય છે. ભારતના દરેક ધર્મના લોકો અચૂક ઉજવણી કરે છે, જેને ફિલ્મોમાં પણ સુપેરે બતાવ્યો હતો. વાત કરીએ લગભગ છ દાયકા જૂની ફિલ્મ છોટી બહેનની.

શંકર-જયકિશન અને ગીતકાર શૈલેન્દ્રનું યોગદાન
આ ફિલ્મમાં તો અનેક ગીતો લખાયા હતા, પરંતુ એક એવું ગીત હતું જેને લતા મંગેશકરે અવાજ આપ્યો અને અમર બની ગયું. આજે લતા મંગેશકરના કંઠે ગવાયેલું ગીત આજે પણ લોકપ્રિય બની ગયું છે અને શબ્દો હતા ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. એક બહેન પોતાના ભાઈને રાખડી બાંધવાની તૈયારી વખતે ગાય છે.

શ્રાવણ માસ અને ભાઈ-બહેનના પ્રેમનો મહિમા
1959માં બનેલી ‘છોટી બહેન’ ફિલ્મના ગીતના શબ્દો કેટલા ઊંચા હતા. ભૈયા મેરે રાખી કો બંધન નિભાના, જેને લતાજીએ ગાયું અને મ્યુઝિક આપ્યું શંકર જયકિશને અને શબ્દોને અમર કરનારા ગીતકાર હતા શૈલેન્દ્રજી. ગીતકારે ભારે શબ્દોનો ઉપયોગ કર્યા વિના એક બહેનના અવતારમાં પોતાના દિલની વાત ભાઈ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે એને અમર આપવાનું કામ લતાજીએ કર્યું હતું.

છેલ્લે વાત કરીએ ‘રક્ષાબંધન’ની તો આ તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની છે. શ્રાવણ મહિનામાં આવનારા તહેવાર પણ દરેક પરિવારના ઘરમાં નિર્મળ પાણીના માફક પવિત્ર ખુશીઓ લઈ આવે છે. બહેન ભાઈના માથે તિલક કરીને લાંબી ઉંમરની સાથે સુખની કામના કરે છે. તો આજનો દિવસ ભાઈ જ નહીં, પણ બહેનની પણ સુખકામના માટે ભાઈ આજીવન ઋણી પણ રહે છે એ વાત ભૂલી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!