September 3, 2026
ટોપ ન્યુઝહોમ

નેપાળ પૂર હોનારત: 22 લાખ ટન કાટમાળ વચ્ચે જિંદગીની નવી શરૂઆત કેવી રીતે થશે?

Spread the love

પૂરથી છ જિલ્લાની 17 નગરપાલિકાના લોકોને ફટકો

26મી ઓગસ્ટના નેપાળમાં આવેલા અચાનક સંકટને કારણે અનેક વિસ્તારો કાદવમગ્ન બન્યા છે. હજુ ભોગેકોશી અને ત્રિશુલી નદીના આસપાસના વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી ગયા પછી પણ અનકે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં લગભગ દરેક જગ્યાએ 22 લાખ ટન કાટમાળ જમા થઈ ગયો છે. ચારેબાજુની ઈમારતો, પુલ અને બજારો બધા જમીનદોસ્ત થયેલા છે, જ્યાં પથ્થરો, માટી, કાદવ અને તૂટેલા રસ્તા, ઝાડ, પહાડોનો કાટમાળ બચ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રાથમિક અહેવાલ અનુસાર આ પૂરને કારણે છ જિલ્લાની 17 નગરપાલિકાના 84,270 લોકો પ્રભાવિત થયા છે.

હજુ 4,216 સંપર્ક થઈ શક્યો નથી
પ્રાથમિક સર્વેમાં જણાવ્યું છે કે 2,300થી વધુ ઈમારતોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી જેટલી ઝડપથી આગળ વધી રહી છે એટલા જ નુકસાનના મોટા આંકડા મળી રહ્યા છે. મૃતકોની સંખ્યા 1,200 પાર થઈ ગઈ છે, જ્યારે હજુ પણ 4,216 લોકોનો કોઈ સંપર્ક નથી.
રેસ્ક્યૂ ટીમ દ્વારા એક એક કરતા 11,993 લોકોને સુરક્ષિત ખસેડ્યા છે, જેમાં નેપાળના 21,314 કર્મચારી સામેલ છે. અત્યાર સુધીમાં 1,204 મૃતદેહ મળ્યા છે, જેમાં સૌથી વધુ નવલપરાસી પૂર્વ અને પશ્ચિમના અનુક્રમે 217 અને 202 છે, ત્યાર પછી સૌથી વધુ રસુવા (115), ધાડિંગમાં 60, ગોરખામાં 69 તનહુન અને ચિતવનનો સમાવેશ થાય છે.

5.56 લાખ ટન કાટમાળ હટાવાયો
પૂરના પાણી પોતાની સાથે એટલો કાટમાળ લાવ્યો હતો કે આખા શહેરો-ગામડાના નકશા બદલી નાક્યા છે, જ્યાં ઈમારતો, ઘરેલું સામાન, વૃક્ષો સહિત પહાડોનો સમાવેશ થાય છે. યુએનડીપીના અહેવાલ અનુસાર લગભગ 5.56 લાખ ટન કાટમાળ ઈમારતોમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જેમાં માટી, પથ્થર, વૃક્ષ અને અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ગામની શેરીઓથી લઈને રસ્તાઓ પર અટકી પડેલા વાહનોને થયેલા નુકસાનના આંકડા પણ ભયાનક છે

ખેતીવાડીમાં સૌથી મોટો ફટકો
કાટમાળને હટાવવાનું પણ પ્રશાસન માટે સરળ કામકાજ નથી. અનેક જગ્યાએ રસ્તા અને ધોરીમાર્ગો પણ બંધ છે. રાહત સામગ્રી પહોંચાડવાનું સરળ નથી. કાટમાળ હટાવવા માટે પણ ભારે મશીન અને મોટા પાયે સામગ્રી-સંસાધનોની જરુરિયાત પડે છે. પૂરને કારણે ઘર-ઈમારતો અને રસ્તાઓને મોટું નુકસાન થયું છે, જ્યારે હજારો લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે. નેપાળના છ જિલ્લાના 84,000થી વધુ લોકો ચપેટમાં આવી ગયા છે, ત્યારે તેમના માટે જીવનજરુરી ચીજવસ્તુઓ પહોંચાડવાની સાથે વીજળી-પીવાનું પાણી પૂરું પાડવાનું પણ મુશ્કેલ બન્યું છે. અહીંના જિલ્લાના મોટાભાગના લોકોની (67 ટકાથી વધુ) રોજી રોટી પણ ખેતીવાડી આધારિત છે જેને પણ અસર થઈ છે, તેમાંય વળી ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે પણ ફટકો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!