November 9, 2026
ટોપ ન્યુઝનેશનલમહારાષ્ટ્ર

દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ: દેશભરમાં ભીષણ આગથી 30થી વધુ લોકોના મોત, લાખોની મૂડી સ્વાહા!

Spread the love

દેશભરમાં ફાટી નીકળેલી ભીષણ આગની ઘટનાઓએ અનેક હસતા–રમતા પરિવારોને ઉજાડ્યા, આખી રાત જાગીને ફાયર બ્રિગેડે સંઘર્ષ કર્યો છતાં બચી શક્યા નહીં

આ વર્ષની દિવાળી મોટી જાનહાનિ રહી છે. દેશભરમાં આગજનીના બનાવોમાં વધારો થયો હતો, જેમાં આખી રાત ફાયર બ્રિગેડના જવાનો સૂતા નથી, પરંતુ વધતા આગના બનાવોને કારણે શહેરોમાં લોકોના જીવ પડિકે બંધાયા હતા. મોડી રાત સુધી ફટાકડા ફોડવાની સાથે એર પોલ્યુશનમાં વધારાની સાથે આગના બનાવમાં વધારો થયો હતો, જેમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં લોકોની સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું.

દિવાળીના પર્વની ઉજવણી દેશભરમાં લાઈટિંગ કરવાની સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ અનેક પરિવારો માટે આ દિવાળી પીડાદાયક રહી હતી, જ્યારે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. મધ્ય પ્રદેશના કટની અને સિવનીમાં બે આગના બનાવમાં અગિયાર લોકોના મોત થયા હતા. જ્યારે મહારાષ્ટ્રના ધારાશીવમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. એના સિવાય ઓડિશા, આસામ, રાજસ્થાન, દિલ્હી અને મુંબઈમાં આગના બનાવમાં વધારો થયો હતો.

એમપીમાં બે બનાવમાં 11 મોત
મધ્ય પ્રદેશના કટની જિલ્લાના બરહીમાં દીવાળીના રાતના બાર વાગ્યે પૂરન અગ્રવાલ ક્રોકરી દુકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં ત્રણ માળની બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ હતી. ઇમારતમાં હાજર પરિવારના લોકો આગનો ભોગ બન્યા હતા. આ આગમાં પૂરન અગ્રવાલ, પત્ની ચંદ્રકલા, વહુ પૂનમ, દીકરી આર્યા, અન્વી અને બે મહિનાના માસૂમ બાળકનું મોત થયું હતું. મોડી રાત સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સવારે 4.30 વાગ્યે પૂરન અગ્રવાલને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યાર પછી પાંચ સભ્યોના મૃતદેહનને બહાર કાઢવામાં આવ્યા હતા.
એ જ રીતે સિવની જિલ્લાના છપરા સ્થિત જૈન વિસ્તારની સોનીની દુકાનમાં આગ લાગી હતી, જેમાં છ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. બંને આગની ઘટનામાં રેસ્ક્યૂ ટીમને બચાવવામાં મહેનત કરવી પડી હતી.

મહારાષ્ટ્રના ધારાશીવમાં છ લોકોના મોત
મહારાષ્ટ્રના ધારાશીવના યેદશી ગામમાં દિવાળીના રાતના કરિયાણાની દુકાનમાં લાગેલી આગને કારણે અફરાતફરી મચી ગઈ હતી, જેમાં એક છ લોકોનાં મોત થયા હતા. શનિવારે અંધેરીમાં બહુમાળી ઈમારતની બિલ્ડિંગમાં આગ લાગતા એકનું મોત થયું હતું, જ્યારે પુણેમાં આગ લાગવાની 63 બનાવ બન્યા હતા, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નહોતા. રાજસ્થાન અને દિલ્હીમાં આગના બનાવમાં બે જણના મોત થયા હતા.

ઉજ્જૈનમાં 107 વર્ષના વૃદ્ધનું મોત
દિલ્હીમાં નરેલામાં 10 વર્ષના બાળકના પેટમાં રોકેટ ઘૂસી જવાને કારણે મોત થયું હતું. ઈસ્ટમાં ઓડિશાના જાજપુર જિલ્લાના નાલીપુર ગામના એક રહેવાસી વિસ્તારના મકાનમાં ભીષણ આગને કારણે એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા, જેમાં માતા સહિત ત્રણ દીકરીનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના નાગજીર વિસ્તારમાં બે માળના મકાનમાં આગ લાગતા 10 સભ્ય ફસાયા હતા, જેમાં નવ જણને બચાવ્યા હતા, પરંતુ 107 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!