દિવાળી પછી ક્યાંક શ્વાસ લેવો મુશ્કેલ તો ક્યાંક હવા એકદમ શુદ્ધ! જાણી લો તમારા શહેરનો AQI કેટલો છે?
દિવાળીના તહેવાર બાદ દેશના મહાનગરોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું છે, જ્યારે પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની હવા આજે પણ એકદમ ક્લિન
દિવાળી પછી દેશના મોટા ભાગના મહાનગરોમાં આગજનીના બનાવોમાં વધારો થયો છે. ફાયર બ્રિગેડના જવાનો ખડેપગે રહીને આખી રાત દોડાદોડી કરતા રહ્યા, જ્યારે હવામાં પ્રદૂષણનું સ્તર એટલી હદે વધી ગયું છે કે બીમાર દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. દિવાળી પછી દેશની રાજધાની દિલ્હીમાં હવામાં ખતરનાક પ્રદૂષણ વધ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) સરેરાશ 19 છે, જ્યારે ક્યાંક 37. દિલ્હી, એનસીઆર, અમદાવાદ, કોલકાતામાં પ્રદૂષણમાં જોરદાર વધારો થયો છે, જ્યારે એના માટે ફક્ત વસ્તી, ઔદ્યોગિક ગતિવિધિઓ જ નહીં, પરંતુ ભૌગોલિક સ્થિતિ પણ જવાબદાર છે.
પૂર્વોત્તરના રાજ્યના શહેરોમાં એક્યુઆઈ ડાઉન
બીજી બાજુ દેશના પૂર્વોત્તર રાજ્યના શહેરોમાં હવાની ગુણવત્તામાં કોઈ ફેરફાર થયો નથી, જેના માટે કુદરત જવાબદાર છે. નદીઓની સાથે પહાડો અને ચારેય બાજુ લીલોતરીને કારણે હવા શુદ્ધ રહી છે. મિઝોરમના પાટનગર આઈઝોલમાં દિવાળી પછી સોમવારનો એક્યુઆઈ 19 નોંધાયો હતો, જ્યારે શિલોંગમાં 53 અને નાગાલેન્ડની રાજધાની કોહિમામાં 62 એક્યુઆઈ રહ્યો છે. અહીંયા ચારેય બાજુ આસપાસ પહાડો અને વન ક્ષેત્ર આવેલા છે.
કર્ણાટકના શહેરોની પણ હવા રહી ક્લિન
કર્ણાટકના મડિકેરીમાં આજનો એક્યુઆઈ 37, મૈસુરમાં 68, મેંગ્લોરમાં 94 નોંધાયો હતો. મડિકેરીમાં પશ્ચિમી ઘાટના પહાડી અને વન વિભાગના વિસ્તારો છે. અહીં ગાઢ જંગલોની સાથે ભારે વરસાદ પડવાને કારણે વિસ્તાર સાફ રહે છે. મેંગ્લોર પણ દરિયાકિનારા નજીક છે. મૈસુરમાં અપેક્ષા કરતા વધુ ઔદ્યોગિકીકરણના દબાણ અને શહેરી વિસ્તારમાં એર ક્વોલિટીને અસર કરે છે. કર્ણાટકના બાગલકોટમાં 61, કાલબુર્ગીમાં 65 અને કોપ્પલમાં 77 નોંધાયો હતો. મૈહરમાં 61 અને ભિલાઈમાં 78 રહ્યો હતો.
એક્યુઆઈની સમજ પણ સમજી લો
એની સામે દિલ્હીમાં એક્યુઆઈ 400ને પાર થયો હતો. ચાંદની ચૌકમાં 418, દિલ્હી ટેક્નોલોજી યુનિવર્સિટીમાં 431, આઈટીઓમાં 404 અને મુંડકામાં 413 નોંધાયો હતો. દિલ્હી ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં આવેલું છે. શિયાળામાં હવાની ગતિ મંદ હોવા છતાં ભેજના કારણે પ્રદૂષણને કારણે અસર થાય છે. દિલ્હી અને આસપાસના એનસીઆરના વિસ્તારોમાં વાહનોની સંખ્યા વધારે ફસાય જાય છે અને બાંધકામના ક્ષેત્રમાં ધૂળ, ઔદ્યોગિક ઉત્સર્જન અને ધુમાડાને કારણે પ્રદૂષણમાં વધારો થાય છે.
એક્યુઆઈની શ્રેણી છ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં શૂન્યથી પચાસ સારું, 51થી 100 સંતોષજનક, 101થી 200 મધ્યમ, 201થી 300 ખરાબ, 301થી 400 ખૂબ જ ખરાબ અને 401થી 500 ગંભીર ગણાય છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સરકાર બધુ જાણવા છતાં ફટાકડા ફોડવાની અને વેચવાની મંજૂરી આપી રહી છે. અસ્થમા પીડિત લોકોનું પણ વિચારતી નથી. સરકારને જનતાના કલ્યાણની કોઈ પડી નથી એવો દાવો કર્યો હતો.
