મંત્રી સામે બંડ પોકારનાર મહિલાએ આપ્યું નવું નિવેદન, જનતાની ઉપેક્ષા માટે સૌ જવાબદાર…
મુંબઈઃ ગયા મહિના દરમિયાન મુંબઈમાં એક વિરોધ પ્રદર્શન વખતે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે મંત્રી સામે એક મહિલાએ બંડ પોકાર્યું હતું. આ મહિલાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થઈ રહ્યો છે અને તેને કહ્યું છે કે એક નહીં પણ તમામ પાર્ટી જનતાની ઉપેક્ષા કરવા માટે દોષી છે.
મુંબઈના વરલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનને કારણે પોતાની દીકરીને સ્કૂલ લઈ જવામાં વિલંબથી ગભરાયેલી મહિલાએ સરકારના મંત્રીને સંભાળવી દીધું હતું અને એના પડઘા સરકારના મંત્રી સુધી પડ્યા હતા અને સ્પષ્ટતા કરવાની ફરજ મંત્રીને પડી હતી, પરંતુ હવે આ મુદ્દા અંગે સ્પષ્ટતા કરી હતી કે એ બાબત કોઈ પ્રસિદ્ધિ નહીં અને પોતાનું કોઈ સોશિયલ મીડિયા પણ એકાઉન્ટ નથી.
લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાના ઉદ્દેશથી બંધારણ સંશોધન ખરડો પસાર નહીં કરવાના વિરોધમાં 21 એપ્રિલના ભાજપવતીથી વિરોધ પ્રદર્શન વખતે ટીના ચૌધરી નામની મહિલાએ ગયા મહિના દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના વરિષ્ઠ મંત્રી ગિરિશ મહાજનની જોરદાર ટીકા કરી હતી.
ટીના ચૌધરીએ પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રાફિક હટાવવાની વિનંતી કરી હતી એના પછી પોલીસને પણ જણાવ્યું પણ કોઈ નહીં માન્યા પછી ડાયરેક્ટ મંત્રી પાસે પહોંચીને જોરજોરથી બૂમો પાડીને રેલી નજીકના મેદાનમાં જવાનો અનુરોધ કર્યો હતો. એનો વીડિયો વાયરલ થયો હતો. જોકે, શનિવારે એક વીડિયોમાં ટીના ચૌધરીએ દાવો કર્યો હતો કે તેમને પણ તેમનો સાથ મળે. 21 એપ્રિલના જેમ વિરોધ પ્રદર્શન વખતે તેમને સરકારના પ્રદર્શનનો વિરોધ કર્યો હતો.
ટીના ચૌધરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મેં લાખો મેસેજ વાંચ્યા છે, જેમાં લોકો ઈચ્છે છે કે તેમનો અવાજ બનશે, પરંતુ એને સવાલ કર્યો હતો કે હું તમારા લોકોની વાચા શું કામ આપું એની શું જરુરિયાત છે. તમે તમારો અવાજ ઊઠાવો. ટીના ચૌધરીએ કહ્યું કે હું સૌને એક મહત્ત્વપૂર્ણ વાત કરવા માગું છું. મહેરબાની કરીને તમે લોકોની ટીકા કરવા યા નિશાન સાધવાનું, કારણ કે તમામ પક્ષો એ ગુના માટે દોષી છે અને એ છે કે તેઓ જનતાની જોરદાર ઉપેક્ષા કરે છે.
આ પણ વાંચો
Viral Video: મુંબઈમાં ટ્રાફિકમાં ફસાયેલી મહિલાએ મંત્રીને કહ્યું, ગેટ આઉટ….
