April 30, 2026
રમત ગમત

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સની હારના 3 સૌથી મોટા વિલન

Spread the love

243 રન છતાં સનરાઈઝર્સ સામે મુંબઈ પરાજિત, પ્લેઓફની આશા ધૂંધળી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2026)ની મેચ લગભગ અડધોઅડધથી પાર થઈ ચૂકી છે, પરંતુ પાંચ-પાંચ વખત ચેમ્પિયન બનનારી મુંબઈ ઈન્ડિયન્સ ફક્ત બે મેચ જીત્યા પછી હવે બાકીની મેચ જીતવામાં દમ નીકળી ગયો છે. પંજાબ સામે હાર્યા પછી હૈદરાબાદની મેચમાં તોતિંગ સ્કોર કર્યા પછી હાર્યા પછી ટીમના માલિકની આંખોમાંથી આંસુ આવી ગયા. પહેલી મેચમાં જે પ્રકારે નીતા અંબાણીએ સાથી ટીમના ખેલાડીઓ સાથે જશન કર્યા પછી એક એક મેચ જીતવા માટે સખત મહેનત કર્યા પછી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રિકલ્ટનની સેન્ચુરી (123*) ફટકાર્યા પછી ટીમના 243 સ્કોર પછી મુંબઈ હાર્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી ઓવર બાકી હતી અને 243 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવી દીધો. 243 રન બનાવવા છતાં મુંબઈ ઈન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ અને પોઈન્ટ ટેબલમાં સીધા નવમા ક્રમે સરી ગઈ.

મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં બે જીત અને છ વખત હાર્યું છે, જ્યારે ટીમના માટે ફક્ત ચાર પોઈન્ટ છે, જ્યારે નેટ રનરેટ પણ -0.784 છે. મુંબઈ ઈન્ડિયન્સની હાર સાથે પ્લેઓફમાં જવાનું મુશ્કેલ છે, પરંતુ હૈદરાબાદને જીતાડવા માટે મુંબઈના વિલન ખેલાડીઓના કોના બહાર આવ્યા છે એ પણ જાણીએ. બેટિંગ મજબૂત કરવા છતાં મુંબઈ ઈન્ડિયન્સના બોલર હૈદરાબાદના બેટર પર દબાણ લાવવામાં નિષ્ફળ રહ્યા, જ્યારે નમન ધીરે પણ કેચ છોડ્યા. પરંતુ બોલરમાં જસપ્રીત બુમરાહ અને અશ્વિની કુમાર કોઈ ચમત્કાર કરી શક્યા નહીં.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની સૌથી નબળી રહી હતી. જસપ્રીત બુમરાહની સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આઈપીએલ મેચમાં 4 ઓવરમાં 54 રન આપ્યા, જેમાં કોઈ વિકેટ પણ ઝડપી નહીં. 13.50 ઈકોનોમી રેટથી કોઈ વિકેટ મળી નહીં, જ્યારે 54 રન આપ્યા છે. જસપ્રીત બુમરાહના ફ્લોપ શોને કારણે મુંબઈ ઈન્ડિયન્સ હારી ગયું. મુંબઈ ઈન્ડિયન્સ વતી સુપરસ્ટાર બેટસમેન સૂર્યાકુમાર યાદવ આ વખતે સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે. હૈદરાબાદની મેચમાં પાંચ રન બનાવીને આઉટ થયો, જે ટીમ માટે પહેલા નંબરનો વિલન સાબિત થયો છે. બુમરાહની માફક અશ્વિની કુમાર તદ્ન નિષ્ફળ રહ્યો. 2 ઓવરમાં 42 રન આપ્યા હતા. અશ્વિની કુમાર અગાઉની માફક હૈદરાબાદની મેચમાં કોઈ જાદુ કરી શક્યો નહીં, જે આ વખતની આઈપીએલ માટે મુંબઈ ઈન્ડિયન્સને હંમેશ માટે ખલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!