April 28, 2026
ધર્મહોમ

બિહારનું અનોખું ગામ: જ્યાં ૧૨ કલાક માટે આખું ગામ બની જાય છે ખાલી!

Spread the love


સીતાનવમીએ જંગલમાં વનવાસ ભોગવતા ગ્રામજનો: ૧૦૦ વર્ષ જૂની અનોખી પરંપરા પાછળનું રહસ્ય

બિહારનું રહસ્યમય ગામ, જ્યાં 12 કલાક માટે આખું ગામ ખાલી થઈ જાય છે, જ્યાં સ્થાનિક લોકો પોતાનું ઘરેથી નીકળીને જંગલમાં જઈ રહે છે. લગભગ 100 વર્ષ જૂની પરંપરા માટે કોઈ ડર નહીં, પરંતુ ગામને દરેક સંકટ, બીમારી અને કુદરતી હોનારતોથી બચાવનારી આસ્થા સંબંધિત છે, જેને દરેક ગામના લોકો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી નિભાવે છે.

આજના આધુનિક જમાનામાં આ વિચારવાનું પણ લોકો માટે મુશ્કેલ બને છે, પરંતુ હકીકત છે. બિહારના એ રહસ્યમય ગામમાં ઘરે લોકો તાળું મારીને નીકળી પડે છે જંગલમાં અને એ દિવસે આખુ ગામ ખાલીખમ થઈ જાય છે. આ વાત ફિલ્મી લાગે છે, પરંતુ હરીકત છે. બિહાર બગહા સ્થિત નૌરંગિયા ગામમાં આ પરંપરાનું લોકો ચુસ્તપણે પાલન કરે છે અને એ પણ દર વર્ષે સીતાનવમીના દિવસે.

દર વર્ષે વૈશાખ સુદ નોમના દિવસે સૂર્યોદય પહેલા જ નૌરંગિયા ગામના લોકો પોતાના ઘરોમાં તાળું લગાવીને જંગલ તરફ નીકળી પડે છે. જોતજોતામાં આખું ગામ નિર્જન અને વેરાન બની જાય છે. એવું લાગે કે જાણે ગામએ પોતાને થોડા કલાકો માટે દુનિયાથી સંપૂર્ણપણે અલગ કરી દીધું હોય. જાણે ગામમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું. વહેલી સવારથી લઈને સૂર્યાસ્ત સુધી તમામ ગ્રામજનો જંગલમાં જ પોતાનો સમય વિતાવે છે. સાંજે સૂર્ય આથમ્યા પછી જ તેઓ પાછા પોતાના ઘરે ફરે છે. આ દરમિયાન ગામની સીમાની અંદર કોઈ પણ વ્યક્તિ રોકાતું નથી. ગ્રામજનો આને દેવીનો આદેશ માને છે, અને વિશ્વાસ કરે છે કે આ પરંપરા જ તેમના ગામને દરેક સંકટ, બીમારી અને કુદરતી આપત્તિથી સુરક્ષિત રાખે છે.

પરંપરા પાછળનો ઇતિહાસ
ગ્રામજનો જણાવે છે કે દાયકાઓ પહેલા ગામમાં કોલેરા, શીતળા અને અન્ય મહામારીઓનો ભયંકર પ્રકોપ થયો હતો. સાથે જ કુદરતી આપત્તિઓએ પણ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. લોકો સતત ડર અને સંકટમાં જીવી રહ્યા હતા. તે સંકટના સમયમાં એક સિદ્ધ પરમહંસ સાધુ ગામમાં આવ્યા હતા. તેમણે ગ્રામજનોને વનદેવીની વિશેષ પૂજા અને વર્ષમાં એક દિવસ સામૂહિક વનવાસનો માર્ગ બતાવ્યો. લોકોએ પૂરા વિશ્વાસ સાથે આ અજમાવ્યું અને ત્યારથી ગામમાં શાંતિ અને ખુશાલીનો વાસ થઈ ગયો. ત્યારથી આ સિલસિલો સતત ચાલુ છે.

ગ્રામજનો વાલ્મીકિ ટાઈગર રિઝર્વના જંગલોમાં સ્થિત ‘ભજની કુટ્ટી’ પહોંચે છે. ત્યાં વનદેવીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરિવારના તમામ સભ્યો એકસાથે બેસીને વનભોજન કરે છે, અને આખો દિવસ ધાર્મિક માહોલમાં વિતે છે. આ પરંપરાને માતા સીતાના કષ્ટો અને તેમના વનવાસ પ્રત્યેના સન્માન સાથે પણ જોડવામાં આવે છે. જંગલના ખોળે સમય વિતાવવાથી પ્રકૃતિ પ્રત્યે લોકોનો લગાવ વધે છે. સામૂહિક પૂજા અને જંગલમાં મળીને ભોજન કરવું આ દિવસને એક મોટા સામાજિક ઉત્સવમાં ફેરવી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!