ભારતમાં ભૂગર્ભ જળનું સંકટ ઘેરાયુંઃ આ નીતિ અપનાવવાથી ઉકેલ નહીં તો…
ભૂગર્ભ જળમાં ઘટાડો અને વધતી જતી પાણીની માંગ સામે વેસ્ટ વોટર રિસાયકલિંગનો શ્રેષ્ઠ ઉકેલ
વધતી ગરમીને કારણે વસ્તીએ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગરમીને કારણે વીજ વપરાશમાં વધારો અને પાણીનો વપરાશ પણ જોરદાર વધી રહ્યો છે. ભારતની આસપાસ દરિયાઈ વિસ્તાર પણ વધારે છે, પરંતુ ઉનાળાના દિવસોમાં તો પાણીનું સંકટ વધે છે. ભૂગર્ભ જળના સ્તરમાં પણ ઘટાડો થાય છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 60 કરોડ લોકો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેને કારણે ગ્રામીણ રહેવાસીઓએ રોજ કલાકો માટે દૂર પાણી માટે પગપાળા ચાલીને જાય છે. શહેરો જ નહીં, પણ ગામડામાં પણ ભૂગર્ભ જળમાં ઘટાડો થઈ રહ્યો છે. રિપોર્ટે ચેતવણી આપી છે કે દેશમાં શુદ્ધ પીવાનું પાણી નહીં મળવાથી દર વર્ષે આશરે 2 લાખ લોકોનો પોતાનો જીવ ગુમાવે છે.
માન્યામાં વાત એવી નથી, પરંતુ રિપોર્ટમાં ચોક્કસ તથ્ય છે. વધુ વિસ્તૃત વાત કરીએ તો અહેવાલમાં જણાવ્યું છે કે દુનિયામાં ભારત દેશ સૌથી વધુ ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ કરનાર રાષ્ટ્ર છે. દુનિયાના કૂલ ઉપયોગમાં ભારતનો એકલો 25 ટકા હિસ્સો ભારતમાં ખર્ચાય છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમી રાજ્યમાં પાણીનો વપરાશ પણ ઝડપથી ઘટી રહ્યો છે, જ્યારે 2030 સુધીમાં પાણીની ડિમાન્ડમાં સૌથી મોટો ફટકો પડ્શે. પાણી પુરવઠાની માગ વધશે, જે ભવિષ્યમાં મોટા સંકટનું નિર્માણ કરી શકે છે, જ્યારે તેનો ઉકેલ એકમાત્ર થ્રી-ડી (રિડ્યુસ, રિસાઈકલ અને રિયુઝ) નીતિ અપનાવવાની છે.
જળસંકટને નિવારવાનું સરકાર માટે આગામી દિવસોમાં પડકાર બની શકે છે. હાલના તબક્કે ભારતમાં નીકળનારા કૂલ વેસ્ટ વોટરમાં ફક્ત 28થી 30 ટકા શુદ્ધ હોય છે. બાકી ગંદા પાણીને નદીઓમાં ભેળવીને નદીના પાણીને પણ ખરાબ કરવામાં આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે AMRUT મિશન અન્વયે 34,467 કરોડ રુપિયાનું રોકાણ કરવાની સાથે 889 સીવરેજ પ્રોજેક્ટ પર કામ કરે છે. એનો ઉદ્દેશ શહેરમાંથી નીકળનારા સીવેજ વોટરને શુદ્ધ કરવા માટે મોટા પ્લાન્ટનું નિર્માણ કરવાનો છે, જેનાથી રોજના કરોડો લીટર પાણીનો રિયુઝ કરવા લાયક બનાવવાનો છે, જ્યારે નદીઓ પણ સાફ રહેશે.
વેસ્ટ વોટર રિયુઝનો અર્થ એ છે પાણીને કચરો સમજીને ફેંકવાને બદલે સાફ કરવામાં ફરી ઉપયોગ કરવાનો છે. જેને બે રીતે કરી શકાય છે, પહેલા ગ્રે વોટર (જે ન્હાવા, કપડા ધોવા અને વાસણ ધોવામાંથી આવે છે, જે સાફ કરવાનું સરળ છે), જ્યારે બીજું બ્લેક વોટર (ટોઈલેટમાંથી આવે છે) છે. બ્લેક વોટરને સાફ કરવા માટે જમ્બો મશીન જોઈએ છે. એડવાન્સ મશીનથી ટ્રીટ કરવામાં આવે તો મોટો ફાયદો થઈ શકે છે. શુદ્ધ કરવામાં આવેલા પાણીનો ઉપયોગ અનેક જગ્યાએ થઈ શકે છે, જેમ કે ફેક્ટરી મશીનને ઠંડા કરવા, ઉદ્યાનો અને ગાડીને સાફ કરવા તેમ જ ખેતરોમાં ખાદ્ય અને સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય છે.
