April 24, 2026
અજબ ગજબ

પોલીસના એન્કાઉન્ટર વચ્ચે એ પર્વત પર ફસાયા સેંકડો પર્યટકો, જાણો ક્યાં બની ઘટના?

Spread the love

સૂર્યોદય જોવા ગયેલા પ્રવાસીઓએ પહાડી પર ગોળીબારના અવાજો વચ્ચે ભયના ઓથાર હેઠળ સમય વિતાવ્યો

બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં પોલીસની કાર્યવાહીથી 200થી વધુ પર્યટક એક પહાડી ટ્રેલ પર ફસાઈ ગયા. ઘટના માટે કહેવાય છે કે જ્યારે પોલીસે જે ગેંગના સભ્યો સામે ઓપરેશન શરુ કર્યું ત્યારે નીચેના વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. આ પરિસ્થિતિમાં એક તબક્કે પર્વતીય ટોચ પર તો અફડાતફડીનું નિર્માણ થયું હતું.

વાત જાણે એમ છે કે સવારના સૂર્યોદય જોવા માટે મોર્રો ડોઈસ ઈરમાઓસ નામની પહાડી પર પહોંચ્યા હતા, જે ઈપાનેમા બીચ ઉપરનું જાણીતું વ્યૂ પોઈન્ટ છે. એ જ વખતે વિદિગાલ ફેવેલામાં પોલીસે છાપો મારવાનું શરુ કર્યુ હતું. આ કાર્યવાહી બાહિયા અને રિયો ડી જેનેરોની સિવિલ પોલીસની ટીમ સાથે મળીને કરી હતી, જેમાં કોમોડો વર્મેલ્હો નામની ગેંગસ્ટરના સભ્યને પકડવાની કોશિશ હાથ ધરી હતી. એ સમયગાળા દરમિયાન પર્યટકોએ ફાયરિંગનો પણ અવાજ સાંભળ્યો હતો.

ફાયરિંગ શરુ કરતા ટ્રેલ પર હાજર ગાઈડસે તમામ પર્યટકોને ત્યાં રોકાઈ જઈને નીચે નહીં ઉતરવાની સલાહ આપી હતી. સુરક્ષના ભાગરુપે તમામ લોકોને જમીન પર નીચે બેસીને શાંત રહેવાનો આદેશ આપ્યો હતો. એનો વીડિયો પણ વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોમાં ડઝનેક લોકો પહાડી પર બેસેલા જોવા મળ્યા હતા, જ્યારે ઉપર હેલિકોપ્ટર જોવા મળ્યું હતું અને દૂરથી ગોળીઓ છોડવાનો પણ અવાજ સંભાળતો જોવા મળ્યો હતો.

પોર્ટુગલની એક પર્યટક મટિલ્ડા ઓલિવેઈરોએ કહ્યું કે સૂર્યોદયની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અચાકન ગાઈડે બેસી જવા કહ્યું હતું કે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. આ પરિસ્થિતિ ડરામણી હતી, પરંતુ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી હતી, જેથી કોઈ હોનારત સર્જાય નહીં.

રિપોર્ટ અનુસાર ઓપરેશન વખતે સંદીગ્ધોએ એક બસ અને કચરાના ડબ્બાની મદદથી રસ્તાને બંધ કરવાનું કામ કર્યું હતું, જે વિસ્તારમાં અવરજવરનો રસ્તો રોક્યો હતો. એના પછી સ્થિતિને કાબૂમાં લેવા માટે થોડા સમય પછી તમામ પર્યટકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઓપરેશન દુઆસ રોજાસ ટૂ નામથી ચલાવવામાં આવ્યું હતું, જેમાં એક જણની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ એ જ ગેંગ સાથે સંકળાયેલ હતી.

અહીં એ જણાવવાનું કે બ્રાઝિલ દુનિયામાં ફૂટબોલ માટે જાણીતું છે, જ્યારે લાખો વિદેશીઓ માટે હરવાફરવા માટે જાણીતો દેશ છે. દર વર્ષે ફરવા આવનારા પર્યટકોની સંખ્યામાં પણ વધારો થાય છે. અહીં અમેરિકા અને યુરોપના વિશેષ પર્યટકો આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!