April 22, 2026
ટોપ ન્યુઝ

હવામાનમાં ફેરફાર અને વધતા તાપમાનને કારણે દેશના 20 કરોડ લોકો પર ખતરો

Spread the love

ભારતમાં ક્લાયમેટ ચેન્જ અને વાયુ પ્રદૂષણને કારણે ગરમીનો પારો 50 ડિગ્રી વટાવી શકે છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ સુધી હીટવેવ અને પ્રદૂષણની અસરો તેમજ દુનિયાના સૌથી ગરમ શહેરોમાં ભારતમાં અસર વધી છે. ભારતમાં હવામાનમાં થઈ રહેલા ફેરફારોને કારણે આગામી દિવસોમાં ભારતના અનેક રાજ્યોમાં નવા સંકટનું નિર્માણ થઈ શકે છે. એક રિસર્ચ અનુસાર 1980-90 અને 2015-24ની વચ્ચે જમીન ફક્ત 0.88 ડિગ્રી સેલ્સિયસ ગરમ થઈ હતી, જ્યારે સમગ્ર દુનિયામાં સરેરાશ 1.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો, જેના અંતર માટે જવાબદાર પરિબળ વાય પ્રદૂષણ છે.

ઉત્તર ભારતમાં શિયાળામાં ગરમીનું પ્રમાણ વધ્યું
દેશની સરેરાશ ગરમીનું પ્રમાણ ખાસ કરીને ઉત્તર ભારતમાં શિયાળાના દિવસોમાં તાપમાનમાં ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે અમુક વિસ્તારોમાં જાન્યુઆરી મહિનામાં પણ ઠંડક જોવા મળે છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઉત્તર ભારતમાં સરેરાશથી ઓછું ગરમી વધી રહી છે અને એનું કારણ છે અહીં વધી રહેલું વાયુ પ્રદૂષણ અને ગાઢ સિંચાઈ. ઉત્તર ભારત દેશનો અન્ન ભંડાર છે. એરોસોલ સૂર્યના કિરણોને શોષી લઈને દિવસના સમયગાળામાં ઠંડુ રહે છે. જોકે, હવે ઉત્તર ભારતમાં શિયાળાના દિવસના તાપમાનમાં મધ્યમ ગતિએ વધારો થઈ રહ્યો છે.

દેશના આઠ ટકા ઘરોમાં એસી
ભારતમાં લગભગ ત્રણ-ચતૃથાંશ શ્રમિકો મતલબ 38 કરોડ લોકો ગરમીમાં કામ કરનારા છે, જેમાં ખેતીવાડી, બાંધકામ સહિત અન્ય સેક્ટરનો સમાવેશ થાય છે, જે દેશના જીડીપીમાં અડધોઅડધ હિસ્સો છે. 2030 સુધીમાં દેશમાં 20 કરોડ લોકો ઘાતક ગરમીનો ભોગ બની શકે છે. ગરમીના વધતા તણાવને કારણે દુનિયાભરની નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે. એનાથી મોટી ચોંકાવનારી વાત એ છે કે દેશના 8 ટકા ઘરોમાં એસી છે, જ્યારે બાકી વસ્તી અન્ય વૈકલ્પિક માર્ગે ગરમીનો રસ્તો શોધ્યો છે.

ઉનાળામાં ભયાનક હીટવેવનું સામ્રાજ્ય
હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં દિવસ અને રાતના તાપમાનમાં ત્રણથી છ ડિગ્રી સુધી વધારો થઈ શકે છે. કર્ણાટક અને કેરળમાં વરસાદ અને ભારે તોફાન તબાહી લાવી શકે છે. ઉત્તર ભારતના મોટા ભાગના હિસ્સામાં તાપમાનનો પારો 40-45 ડિગ્રી પણ પાર કરી શકે છે, જ્યારે અમુક રાજ્યોમાં હીટવેવને કારણે ગરમી સંબંધિત બીમારીમાં પણ વધારો થઈ શકે છે. ઉપરાંત, પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પણ પડી શકે છે.

દુનિયાના સૌથી ગરમ શહેરોમાં ભારતના વધુ
દુનિયામાં સૌથી વધુ ગરમ દેશ પણ ભારત બની રહ્યો છે, જેમાં બે અઠવાડિયામાં તાપમાનનો પારો 40-45 ડિગ્રીથી પચાસ ડિગ્રી પાર થઈ શકે છે. દુનિયાના 25 સૌથી ગરમ જગ્યામાં 20 ભારતના શહેરોનો સમાવેશ થયો છે, જેમાં ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, બિહાર, મહારાષ્ટ્ર વગેરે રાજ્યનો સમાવેશ થાય છે.
દુનિયાના ગરમ શહેરના અનુક્રમે પૂર્વ થાઈલેન્ડ, વિયતનામ, ચીન સહિત ભારતના રાજ્ય-શહેરોના સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં ચંદ્રપુર, ગડચાંદુર અને મોરશીનો સમાવેશ થાય છે, જ્યારે સૌથી વધુ શહેર છત્તીસગઢના છે. ઉત્તર પ્રદેશના વિવિધ શહેરમાં વારાણસી, મિર્ઝાપુર, મુગલસરાય, છત્તીસગઢનું લછનપુર, મસાનગંજ, તેલંગણાનું જગિત્યાલ, ભેંસા, અદિલાબાદ, કરીમનગર, મહાસમુંદ, ભિલાઈ, વિલાસપુર, રાયપુર, દુર્ગ, જ્યારે ઓડિશાનું બલાંગિરનો સમાવેશ થાય છે. વિદેશમાં ચીનનું જિંગહોંગ, વિયટનામનું સોન લા, ક્યુ ન્હોન, થાઈલેન્ડનું અરન્યાપ્રથેટ, વાટ ફ્રા ફુત્થાબત વગેરે શહેરોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!