April 20, 2026
હોમ

સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ: ભારતનું અસરકારક મોડલ હવે આખી દુનિયા માટે પથદર્શક બન્યું

Spread the love

આજના સમયમાં દુનિયામાં લોકો પ્લાસ્ટિક પ્રૂદષણને ગંભીર સંકટનો સામનો કરી રહી છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અનુસાર વૈશ્વિક સ્તરે કૂલ પ્લાસ્ટિકના 36 ટકા હિસ્સો સિંગલ યૂઝ પ્લાસ્ટિક છે, તેનાથી ગંભીર ચિંતાની વાત એ છે કે તેમાં 89 ટકા પ્લાસ્ટિક કચરાને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવતી નથી, જેથી આપણા દરિયા અને માટીને ઝેરી બનાવે છે. આ વૈશ્વિક પડકારો વચ્ચે ભારત દુનિયા માટે મિસાલ બની ગયું છે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વપરાશમાં ભારતનું મહત્ત્વનું પગલું
સિંગલ યૂઝ પ્લાસ્ટિકની સામે ભારત સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. ભારત વૈજ્ઞાનિક રીતે 19 પ્રકારના સિંગલ યૂઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નીતિ અન્વયે ભારત ક્રાઈટેરિયા બેઝ્ડ મોડલના ધોરણે કામ કરે છે, જેમાં કોઈ વસ્તુ પર પ્રતિબંધ મૂક્યા પહેલા તેની આર્થિક અને પર્યાવરણ અંગે અભ્યાસ કરવામાં આવે છે. એના અન્વયે લગભગ 40 અલગ અલગ ઉત્પાદનો જેમ કે સ્ટ્રો, ઈયરબર્ડ્સ અને કેરી બેગ)ની તપાસ પછી સૌથી વધુ હાનિકારક 19 વસ્તુને બજારમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે.

દુનિયા માટે ભારત બન્યું મિસાલઃ ભારતનું આ મોડલ હવે સમગ્ર દુનિયા માટે મિસાલ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણ સમજૂતીમાં આ મોડલના આધારે બનાવ્યું છે અને 140થી વધુ દેશના માફક વૈશ્વિક પ્રતિબંધોની માગ કરી છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે હવે એવી વાતોની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભારતમાં પણ પહેલાથી લાગુ કરવામાં આવે છે જેમ કે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા અને રિસાઈકલ કરવાનો છે. વૈશ્વિક સ્તરે ભારતની વધતી તાકાત અને નેતૃત્વ દર્શાવે છે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનું પર્યાવરણ માટે ફાયદાકારક હોવાની સાથે અર્થવ્યવસ્થા માટે સૌથી વધુ લાભદાયક છે. એક અનુમાન અનુસાર જો દુનિયામાં 2028 સુધી હાનિકારક પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો સરકારના કચરાના વ્યવસ્થાપન માટે 12 અબજ ડોલર બચી શકે છે. એટલું જ નહીં, પર્યાવરણને થનારા નુકસાનના લગભગ 2 ટ્રિલિયન ડોલર સુધી ઘટી શકે છે. એની સાથે કાગળ અને જૂટનો માર્કેટનો પણ ફાયદો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!