દીપવીરની લંચ ડેટ: ‘ધુરંધર 2’ની ઐતિહાસિક કમાણી બાદ દીપિકા પાદુકોણે પતિ રણવીરને આપી ખાસ ટ્રીટ
બોલીવુડના બાજીરાવ એટલે કે રણવીર સિંહ હાલમાં ફિલ્મ ‘ધુરંધર 2’ની સફળતાનો લુત્ફ ઉઠાવી રહ્યો છે. ફિલ્મ ધુરંધર 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જોકે, આ બધા વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પાવરફુલ કપલ એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા છે. ફિલ્મની હિસ્ટોરિકલ સક્સેસને સેલિબ્રેટ કરવા માટે રણવીર અને દીપિકા મુંબઈમાં લંચ ડેટ પર ગઈ હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી…
રણવીર સિંહની ‘ધુરંધર 2’ એ રિલીઝના ગણતરીના દિવસોમાં જ વિશ્વભરમાં 330 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ સફળતા સાથે રણવીર સિંહ અત્યારે સાતમા આસમાને છે અને ફેન્સમાં પણ આ ફિલ્મને લઈને એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ફિલ્મની આટલી મોટી સફળતાને સેલિબ્રેટ કરવા માટે હાલમાં જ રણવીર અને દીપિકા મુંબઈની એક જાણીતી રેસ્ટોરન્ટમાં લંચ માટે પહોંચ્યા હતા. આ સમયે દીપિકા પાદુકોણ સફેદ કેઝ્યુઅલ આઉટફિટમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે રણવીર તેના સિગ્નેચર કૂલ લુકમાં જોવા મળ્યો હતો. બંને એકબીજાનો હાથ પકડીને રેસ્ટોરન્ટની બહાર નીકળતા કેમેરામાં કેદ થયા હતા. ફેન્સને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી.
જોકે રણવીર સિંહની ફિલ્મ ધુરંધરની બિગ સક્સેસ વચ્ચે તાજેતરમાં જ દીપિકા તેના સાસુ અને નણંદ સાથે મ્યુઝિક કોન્સર્ટમાં જોવા મળી હતી. રણવીરની સુપરહિટ ફિલ્મ બાબત એક પણ પોસ્ટ ન કરવા માટે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દીપિકાને ટ્રોલ પણ કરવામાં આવી હતી. જોકે, હવે રણવીર સાથેની તેની આ મુલાકાતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ફેન્સ આ જોડીને ‘પાવર કપલ’ કહી રહ્યા છે અને રણવીરની સફળતા પર દીપિકાના ગર્વની ચર્ચા થઈ રહી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ન જોયા હોય તો અત્યારે જ જોઈ લો…
વાત કરીએ દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની તો દીકરી દુઆના જન્મ બાદ હાલમાં દીપિકા મધરહૂડ એન્જોય કરી રહી છે. જોકે થોડાક સમય પહેલાં દીપિકા પોતાના આઠ કલાકની શિફ્ટવાળી પોલિસીને કારણે વિવાદોમાં રહી હતી. દીપિકાના આ વલણને કારણે તેના હાથમાંથી કેટલાક મહત્વના પ્રોજેક્ટ છૂટી ગયા હોવાનો દાવો પણ અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
