March 20, 2026
મનોરંજન

ફ્લોપ ફિલ્મઃ આજે પણ ‘સિલસિલા’ ફિલ્મ કેમ માસ્ટરપીસ ગણાય છે? જાણો કારણો…

Spread the love


બોલીવુડમાં એવી અનેક ફિલ્મો છે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હોય, પરંતુ વિવાદને કારણે હંમેશાં યાદ રહી ગઈ છે. એવી એક ફિલ્મની વાત કરીએ જે આજે પણ લોકોને યાદ રહી ગઈ છે એ જોડી પણ. વાત કરીએ 1981માં રિલીઝ થયેલી સિલસિલા ફિલ્મની. આ ફિલ્મ એક જમાનામાં સિલ્વર સ્ક્રીન પર નિષ્ફળ રહી હતી. આ ફિલ્મના કલાકાર હતા અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચન. આ ત્રણેય નામ આજે પણ ચર્ચાનો વિષય રહે છે, જ્યારે આ ત્રણેય તો બચ્ચન અને રેખા એક ફ્રેમમાં જોવા મળે તો તેને ચમત્કાર કહી શકાય. સિલસિલા ફિલ્મ પછી ત્રણેય ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી કે કોઈ કાર્યક્રમમાં પણ સાથે જોવા મળ્યા હોવાના જૂજ કિસ્સા છે.

મીડિયા રિપોર્ટના દાવા માનીએ તો આ ફિલ્મમાં પરવીન બોબી અને સ્મિતા પાટીલને લેવા ઈચ્છતા હતા, પરંતુ ડાયરેક્ટર યશ ચોપરાનું મન હતું કે ફિલ્મમાં ટેન્શન અને કેમેસ્ટ્રી જોઈએ. આ ફિલ્મમાં ફક્ત બચ્ચન, જયા અને રેખા જ પર્ફેક્ટ અભિનય કરી શકે. અમિતાભ માની ગયા, પરંતુ અસલી ચેલેન્જ તો જયા અને રેખાને સાથે લાવવાની હતી એના પછી યશ ચોપરાએ વિઝન અને સ્ક્રિપ્ટ મજબૂત લખી અને તમામ પડકારો વચ્ચે અસંભવ કાસ્ટિંગને પણ સફળ બનાવી.

સિલસિલા ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સિલસિલામાં અમિતાભ બચ્ચનની સ્ટોરી હતી અને અમિત મલ્હોત્રા (બચ્ચન) તેની ગર્લફ્રેન્ડ ચાંદની (રેખા)ને છોડીને પોતાના ભાઈની પત્ની (જયા બચ્ચન) સાથે લગ્ન કરે છે, પરંતુ નસીબ જૂની પ્રેમિકાને મળાવે છે. ઓડિયન્સ માટે આ ફિલ્મ પર્સનલ લાઈફને જોવા જેવી હતી. ફિલ્મના ગીતો હોય કે દરેક ડાયલોગ લોકજીભે વણાયેલા છે. જેમ કે ‘મેરી તન્હાઈ ઔર અક્સર યે બાતે કરતી હૈ’ જેવા ડાયલોગની સાથે આ પાત્રો પણ યાદ રહી ગયા છે.

‘સિલસિલા’ ફિલ્મને માસ્ટરપીસ માનવામાં આવે છે, પરંતુ જ્યારે 1981માં રિલીઝ થઈ ત્યારે બોક્સઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. ફ્લોપ થવા માટે અનેક કારણો ગણાવ્યા હતા, જેમ કે ફિલ્મને દર્શાવવા બદલે ફિલ્મના પાત્રો પર્સનલ લાઈફ બતાવે છે, પરંતુ એ જમાનામાં મેરિટલ અફેર્સને સ્વીકારવા તૈયાર નહોતી. ફિલ્મના અંતમાં અમિતાભ બચ્ચન પોતાની પત્ની (જયા બચ્ચન)ની પાસે જાય છે, જે ફિલ્મ અધૂરી માનતા હતા.

ફિલ્મ ફ્લોપ જવા છતાં મ્યુઝિક ઓલટાઈમ બ્લોબસ્ટર હતું. જાણીતા બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને સંતુરવાદક પંડિત શિવકુમાર શર્મા (શિવ હરિ)એ કમ્પોઝર તરીકે ડેબ્યુ કર્યું હતું. ફિલ્મના ગીતમાં ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, નીલા આસમાન સો ગયા’. ‘રંગ બરસે ભીગે ચુનર વાલી’. આ બધા ગીત આજની પેઢીને પણ યાદ છે. ભારતમાં હોળી વખતે આજે પણ ‘રંગ બરસે’ વગાડવામાં આવે છે, જેમ કે આ ગીત વિના હોળી પણ અધૂરી રહી છે.

હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સિલસિલા પછી અમિતાભ બચ્ચન અને રેખાએ ક્યારેય લીડ રોલમાં કામ કર્યું નહીં. મુકુદર કા સિકંદર અને મિસ્ટર નટવરલાલ જેવી ડઝનેક હીટ ફિલ્મ આપનારી આ જોડી હમેશા માટે અલગ થઈ ગઈ. 2015માં શમિતાભમાં કેમિયો કર્યો હતો, પરંતુ બંનેએ ક્યારેય એક સાથે સીન શેર કર્યા નહોતા. યશ ચોપરાની લોકપ્રિય ફિલ્મ સિલસિલા નહોતી, પરંતુ ‘ચાંદની’ અને ‘લમ્હે’ જેવી ફિલ્મો બનાવીને નામના મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!