March 18, 2026
ટોપ ન્યુઝટ્રાવેલ

એરલાઈન્સમાં હવે 60 ટકા સીટ પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લાગે!

Spread the love

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: મુસાફરોને મનપસંદ સીટ માટે વધારાના પૈસામાંથી મળશે મુક્તિ

ભારતમાં ડોમેસ્ટિક એવિયેશન સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જે દુનિયાની ત્રીજા નંબરનું સૌથી મોટું માર્કેટ બન્યું છે. એરપોર્ટ પર રોજના પાંચ લાખથી વધુ પ્રવાસી અવરજવર કરે છે, પરંતુ હવે હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓને રાહત મળી શકે છે, કારણ કે સરકારે સીટ પસંદગી પરના એક્સ્ટ્રા પૈસા નહીં લેવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્ર સરકારે એરલાઈન્સ કંપનીઓને આદેશ આપતા કહ્યું છે કે ફ્લાઈટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટ મફતમાં ફાળવવાની રહેશે, જેનો અર્થ એ છે કે આ સીટ્સ પર પ્રેફરન્સ ચાર્જ નહીં લેવામાં આવે. સરકારે કહ્યું છે કે એ પણ કહ્યું છે કે એક જ પીએનઆરવાળા પ્રવાસીના જૂથને પણ એકસાથે અથવા આસપાસમાં બેસાડવામાં આવે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ આપેલા આદેશનો મુખ્ય ઉદ્દેશ એરલાઈન સેક્ટરમાં પેસેન્જર ફ્રેન્ડલી અને પારદર્શક બનાવવાનો છે. અનેક એરલાઈન્સ ટિકિટ બુક કર્યા પછી અથવા વેબ ચેકિંગ વખતે પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા પણ વસૂલે છે. નવા નિયમોનો ઉદ્દેશ આ પ્રકારની ગતિવિધિઓ પર રોક લગાવવાનો છે તેમ જ પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવાનો છે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એરલાઈન્સએ એ પણ વાત નિશ્ચિત કરવાની છે કે એક જ પીએનઆર પર મુસાફરી કરનારા પ્રવાસી સાથે બેસી શકે અથવા તેની આસપાસની બેઠક ફાળવવામાં આવે, જેનાથી એક જ પરિવારના લોકો આસપાસ બેસી શકશે, જેમાં મોટા ભાગના કિસ્સામાં લોકો અલગ અલગ બેસતા હોય છે. આ પ્રકારના કિસ્સામાં સિનિયર સિટિઝન, મહિલા અથવા એકલા બાળકોને સીટ પર બેસી રહેવાની મુશ્કેલી દૂર થશે.

એરલાઈન્સને જણાવ્યું છે કે પોતાની વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, બુકિંગ પ્લેટફોર્મ અને એરપોર્ટ્સના કાઉન્ટર પર પણ અધિકાર અંગે સ્પષ્ટ જણાવવામાં આવે. એના માટે સ્થાનિક ભાષાનો પણ ઉપયોગ કરો. પ્રવાસીઓની સુવિધાની પ્રાથમિકતા આપવામાં આવે તેમ જ મંત્રાલયે ઉડાન યાત્રી કેફે જેવી પહેલનો પણ ઉલ્લેખ કર્યો છે, જ્યાં પ્રવાસીઓને સસ્તું ફૂડ અને મફત વાઈફાઈની સુવિધા પણ મળે.

અન્ય નિયમમાં સરકારે કહ્યું છે કે એરલાઈન્સે સુરક્ષાના નિયમોનું પાલન કરતા રમતગમતના સામાન અને મ્યુઝિકલ ઈન્સ્ટ્રમેન્ટ્સ પણ લઈ જવાની સુવિધા પારદર્શક બનાવવાની રહેશે, જેમાં જણાવ્યું છે કે પાલતુ જાનવરોને લઈ જવા માટે પણ સ્પષ્ટ પોલિસી બનાવો, કારણ કે પ્રવાસીઓના મનમાં અનેક પ્રકારની ચિંતા રહે છે. જોકે, આ ડેવલપમેન્ટ અંગે પ્રવાસીઓ કહે છે વૈશ્વિક હાલતને કારણે એવિયેશન કંપનીઓએ પહેલાથી ભાડામાં વધારો કર્યો છે, જ્યારે આગામી દિવસોમાં પણ ભાડાં વધારે એની પણ નવાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!