21 માર્ચથી શનિનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
શનિની બદલાતી ચાલ મેષ, સિંહ અને ધનુ રાશિના જાતકો માટે લાવશે આર્થિક ઉન્નતિ અને ખુશીઓ
વૈદિક જ્યોતિષમાં શનિને કર્મ, ન્યાય અને અનુશાસનનો ગ્રહ માનવામાં આવે છે, જે સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે, જે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે, જેને કારણે તેનો પ્રભાવ લાંબા સમય સુધી 12 રાશી પર પણ અસર જોવા મળશે. હાલમાં શનિ ગુરુની રાશી મીનમાં છે અને ઉતરાભાદ્રપદ નક્ષત્રમાં વિરાજમાન છે. 21મી માર્ચના શનિવારે બપોરના ચાર વાગ્યે શનિ આ નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરશે.
આ વખતે પણ શનિ અસ્ત અવસ્થામાં રહેશે, જેનાથી અમુક રાશી પર તેની ખાસ અસર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનું નક્ષત્ર પદ પરિવર્તન દરેક રાશિના જીવનમાં બદલાવ લાવે છે. ખાસ કરીને એ લોકો માટે જેના પર સાડાસાતીની મહાદશા ચાલે છે. આ વખતે પણ શનિની સ્થિતિ બદલાવવાથી અમુક રાશિના જાતકમાં રાહત અને પ્રગતિની શક્યતા છે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકોને ફાયદો મળી શકશે.
મેષ રાશિના જાતકો માટે શનિ બારમા ભાવમાં છે અને સાડીસાતીના પહેલા તબક્કામાં છે. આ સંજોગમાં શનિના નક્ષત્ર બદલવા અને અસ્ત હોવાથી આરોગ્ય સંબંધી પરેશાની આવી શકે છે, જે સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તેમાં સુધારો થવાની શક્યતા છે તેમ જ ધનલાભ શક્યતા છે અને નસીબ સાથ આપી શકે. લોન-ઋણમાં પણ રાહત મળવાના આસાર છે.
સિંહ રાશિના જાતકો માટે શનિ અષ્ટમ ભાવમાં છે. આ ભાવ અચાનકમાં ઉતારચઢાવ જોવા મળી શકે છે, પરંતુ શનિના આ પરિવર્તનની સ્થિતિ જોવા મળી શકે. નોકરી-વેપારમાં લાભ મળવાની શક્યતા છે. લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા પર દૂર થઈ શકે છે. ખાસ પરિવાર અને સંતાન સંબંધિત સમસ્યામાં રાહત મળી શકે છે. નવી નોકરીમાં નવી તકો ઊભી થઈ શકે છે તેમ જ આર્થિક સ્થિતિ મજબૂત થવાના ચાન્સ ઊભા થઈ શકે છે.
ધન રાશિના જાતકોમાં શનિ ચોથા ભાવમાં અસ્ત અવસ્થામાં છે. આ સંજોગોમાં શનિના નક્ષત્ર પદ પરિવર્તનથી જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. વેપારમાં આવી રહેલા અવરોધો દૂર થઈ શકે છે તેમ જ માનસિક તણાવ દૂર થઈ શકે છે. ઘરમાં માતાની તબિયતમાં પણ સુધારો થઈ શકે. નોકરિયાત વર્ગને ફાયદો મળે તેમ જ મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થવાના યોગ બની રહ્યા છે. એની સાથે વિરોધીઓ પણ જીત હાંસલ કરી શકો અથવા સફળતા મળી શકે છે.
