March 16, 2026
ગુજરાત

ધરોઈ જળાશય ખાતે પાંચમી પક્ષી ગણતરી: 191 પ્રજાતિ નોંધાઈ

Spread the love

સાબરકાંઠા વન વિભાગ અને સંસ્થાઓના સહયોગથી 92 પક્ષી નિરીક્ષકો દ્વારા સંપન્ન થયેલ વૈજ્ઞાનિક સર્વે

લબ્ધી વિક્રમ જન સેવા ટ્રસ્ટના સહયોગથી તારીખ 7 અને 8 માર્ચ 2026 ના રોજ વન વિભાગ સાબરકાંઠા આદમ નેચર રીટ્રીટ અને પ્રણીધિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધરોઈ જળાશય ખાતે પાંચમી વાર પક્ષી ગણતરી અને અંદાજનો કાર્યક્રમ રાખ્યા રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી 92 જેટલા પક્ષી નિરીક્ષકો એ ભાગ લીધો હતો. જેમાં દસ વર્ષથી લઈને 67 વર્ષ સુધીના શાળા કોલેજના વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકો વન્યજીવ ફોટોગ્રાફી કરનાર તસવીરકાર ,સરકારી અને અર્ધ સરકારી વિભાગના અધિકારીઓ સામાજિક સંસ્થાઓના સભ્યો વગેરે ભાગ લીધેલ હતો.

કાર્યક્રમની શરૂઆત તારીખ સાતમી માર્ચના સવારે વટપલ્લી જૈન તીર્થ વડાલી ખાતે થનાર થયેલ.બપોરે ચાર વાગ્યાના સમયે પક્ષી અંદાજ ગણતરી નો કાર્યક્રમ શરૂ થયો હતો, જે સાંજે 6:00 વાગે સુધી પ્રથમ અને પ્રાથમિક ગણતરી પૂરી થઈ હતી. ધરોઇ જળાશયને કુલ 20 ભાગમાં વહેંચવામાં આવ્યો હતો.બીજી ગણતરી આઠમી માર્ચના રોજ સવારે અંદાજે 6:40 વાગ્યાથી 11::30 વાગ્યા સુધી હતી. દરેકે ઝોનમાં પાંચ થી છ પક્ષી ગણતરીકારો તસવીરકાર શિખાઉ ગણતરીકારો વગેરેની સંખ્યા રાખવામાં આવેલ હતી.

પ્રાણીધી સંસ્થાના ટ્રસ્ટી ઉદય વોરા સાહેબ વન વિભાગમાં અગ્ર મુખ્ય વન સરક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. જેઓએ નળ સરોવર નડાબેટ ,ઘુડખર અભયારણ પોરબંદર કચ્છના મોટા રણમાં અને અન્ય સ્થળોએ વૈજ્ઞાનિક ઢબે પક્ષી ગણતરી કરાવી ચૂક્યા છે જેવો આખા ગુજરાત અને ભારતમાં પક્ષીઓના નિષ્ણાત તરીકે એક સારા ઉમદા કાર્યક્રમનું આયોજન અને સંચાલન પણ કરે છે વન વિભાગ સાબરકાંઠાના નાયબ વંશરક્ષક પણ આ વિષયમાં પૂરો સાથ સહકાર આપી આપેલ હતો વન વિભાગના કર્મચારી તો પણ આ કાર્યક્રમમાં નિયત કરેલ ઝોનમાં જરૂરી વ્યવસ્થાપન કરી આપેલ સાબરકાંઠા જિલ્લાના માનદ વન્યજીવ સંરક્ષક શ્રી મયુરભાઈ રાઠોડ પોળોના જંગલ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરોનો ઉમદા સંચાલન કરતા હતા.

હાલમાં તેમની આગેવાની હેઠળ આ ગણતરીનો કામ થયેલ છે તેઓ સતત પાંચમી વાર આ કાર્યક્રમનું સંચાલન અને આગેવાની લઇ વૈજ્ઞાનિક ઢબે પક્ષી ગણતરી અને અંદાજનો કાર્યક્રમ સહયોગી વિષય નિષ્ણાતો અધિકારીની મદદથી પૂર્ણ કરેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લબ્ધી વિક્રમ જનસેવા ટ્રસ્ટ વતી વટપલ્લી જૈન તીર્થ ખાતે પક્ષીનરીક્ષકો માટે રહેવા ભોજન અને અન્ય મદદ થયેલ છે .પક્ષી નિરીક્ષણ અને અંદાજ ગણતરી બાદ મળેલી માહિતીનો ઉપયોગ હવામાન ઋતુ પરિવર્તન આબોહવા પ્રવાસી પક્ષીઓની ની વર્તુણુક ,ઋતુ પ્રવાસી, પક્ષીઓના પ્રવાસ દરમિયાન બનતી સ્થિતિ અને તેનો અભ્યાસ પક્ષીઓમાં સંવાદન સમયે પીંછાના રંગનો અભ્યાસ અને તે અંગેની જાણકારી તસવીરકારો તસવીરમાં કંડાર છે બહુ આયામી આ બે દિવસીય કાર્યક્રમમાં સહભાગી સર્વેનો સહકાર મળેલ છે. બે દિવસની પક્ષી અંદાજ ગણતરી દરમ્યાન 191 પ્રજાતિના 30,431 કુલ પક્ષીઓ જોવા મળ્યા.

જેમાંથી 22,011 પાણીમાં રહેનારા જોવા મળ્યા. તેમાંથી 70 પ્રજાતિના 8,299 કુલ ઋતુ પ્રવાસી પક્ષીઓ એમના સંવવન પીછાના રૂપે જોવા મળ્યા ને ભારતીય મૂળના સ્થાનિક અને આંતર રાજ્યના કુલ 121 પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા. કાર્યક્રમના અંતમાં ગુજરાત રાજ્ય પરિવહન નિગમના નિયામક મહેન્દ્રભાઈ ડામોરે કાર્યક્રમના સમાપન વિધિમાં હાજર રહીને પક્ષીનિરીક્ષક મિત્રોનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. ડામોર સાહેબે પક્ષીઓનું પર્યાવરણ અને લોકજીવનમાં મહત્વ વિશે સુંદર છણાવટ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પક્ષીઓ ધ્વારા બોલાતી બોલી અને એમના આગમન અને જીવન આધારે વનવાસી ખેડૂત પોતાના ખેતીમાં અનાજનું વાવેતર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!