March 13, 2026
ઈન્ટરનેશનલહોમ

ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલરને પાર, અમેરિકાએ રશિયા પરથી તેલ પ્રતિબંધો હટાવ્યા

Spread the love

ap image credit
અમેરિકા-ઈઝરાયલે સાથે મળીને ઈરાનને ટાર્ગેટ બનાવીને યુદ્ધ છેડી દીધું છે. આ યુદ્ધમાં હવાઈ હુમલા હોવાથી ઈરાનને પક્ષે મોટું નુકસાન થયું છે. 24 કલાકમાં અમેરિકાના પક્ષે એકાદ બે નિર્ણય તો ચોંકાવનારા લેવા પડ્યા છે. સૌથી પહેલા ફટકાની વાત કરીએ તો ઈરાને અમેરિકાના હેવીવેઈટ એરક્રાફટ કેરિયરને નુકસાન પહોંચાડ્યું છે. જહાજને નુકસાન પહોંચ્યા પછી અમેરિકા તરફ પાછું ફર્યું છે, જ્યારે બીજું અમેરિકાનું મિલિટરી પ્લેન ઈરાકમાં ક્રેશ થયું છે. ત્રીજી મહત્ત્વની બાબતમાં અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારત પછી અન્ય રાષ્ટ્રોને પણ છૂટ આપી છે. આટલું પૂરું થયું નથી, પરંતુ હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજોને એસ્કોર્ટ આપવા મુદ્દે પણ પાછીપાની કરી છે.

ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું છે કે રિઝસ્ટન્સ ફ્રન્ટની એર ડિફેન્સ સિસ્ટમે બોઈંગ કેસી-135 સ્ટ્રેટોટેન્કરને નિશાન બનાવ્યું હતું, જેમાં એક ફાઈટર વિમાન ઇંધણ ભરી રહ્યું હતું. આ વાતને અમેકિન સેન્ટ્રલ કમાન્ડે પણ માની છે. ઓપરેશન એપિક ફ્યુરી વખતે એક બોઈંગ કેસી-135 વિમાન ઈરાકમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. દરમિયાન ઈરાને દાવો કર્યો છે કે ઈરાને અમેરિકાના સૌથી મોટા એરક્રાફટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં જહાજને નુકસાન પહોંચ્યું છે. આ જહાજ ફારસની ખાડીમાં તહેનાત કરવામાં આવ્યું હતું.

અમેરિકા-ઈરાનના યુદ્ધમાં 14મા દિવસે રશિયા પાસેથી અન્ય દેશો પણ ઓઈલ ખરીદવા માટે અમેરિકાએ મંજૂરી આપી છે, જે બાબત અમેરિકાની સૌથી મોટી પીછેહઠ નિર્દેશ કરે છે. વૈશ્વિકસ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરની પાર પહોંચ્યા છે, જેનાથી દુનિયાભરમાં ઓઈલનું સંકટ ઊભું થયું છે, જે ચાર વર્ષમાં પહેલી વખત ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરની સપાટી પાર કરી હતી.

આ યુદ્ધમાં ઈરાનને સૌથી મોટો ફટકો સુપ્રીમો લીડર અયાતુલ્લાહ અલી ખામેનીને ગુમાવ્યા છે, પરંતુ એના પછી ખામેનીનો દીકરો મોજતબા સુપ્રીમો બન્યા પછી અમેરિકાને ખુલ્લી ચેલેન્જ આપી છે અમારા સુપ્રીમો અને સેનાના જવાનોની શહીદીને એળે જવા દઈશું અને બદલો લઈશું. હોર્મુઝની ખાડીમાંથી યુરોપના જહાજોને જવા દેશે નહીં, એક નહીં અનેક મોરચે અમેરિકા આડકતરી રીતે દબાણમાં આવ્યા પછી રશિયાના સરેન્ડર થાય છે અને રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટેના પ્રતિબંધો હટાવ્યા છે.

અમેરિકાના ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયલ તો જાહેરમાં સમર્થન આપ્યું છે, જ્યારે અન્ય આરબ રાષ્ટ્રોમાં યુએઈ સહિત અન્ય દેશ બંધ બારણે અમેરિકાની મદદમાં છે, પરંતુ ઈરાનની સાથે જાહેરમાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયાનું પણ સમર્થન છે. આ યુદ્ધમાં ભારતનું સંતુલિત અને શાંતિના સમર્થનમાં છે.

છેલ્લી વાત એ કે અગાઉ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો માટે એસ્કોર્ટ કરવાની તૈયારી બતાવી હતી, પરંતુ હવે એમાંથી હાથ ઊંચા કરી દીધા છે. આજે ટ્રમ્પ કહે છે તેલના ટેન્કરોના ક્રૂએ હિંમત બતાવવી જોઈએ અને સ્ટ્રેટમાંથી પસાર થવું જોઈએ. ડરવા જેવું નથી, કારણ કે તેમની પાસે નૌકાદળ નથી અમે તેમના તમામ જહાજો ડૂબાડી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!