March 12, 2026
લાઈફ સ્ટાઈલ

મોંઘાદાટ પાણીનો દેશ: કયા ગલ્ફ કન્ટ્રીમાં પીવાનું પાણી સૌથી મોંઘું વેચાય છે? કિંમત સાંભળીને ભારત સારું લાગશે

Spread the love

ગલ્ફ દેશોમાં તેલ પાણી કરતા સસ્તું હોવાની વાતો અને સમાચારો તો આપણે અનેક વખત સાંભળ્યા અને વાંચ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે કયા ગલ્ફ દેશમાં પીવાનું પાણી સૌથી મોંઘું વેચાય છે? ચાલો આજે તમને આ સ્ટોરીમાં એ દેશ વિશે જણાવીએ. આ આંકડા ભારતની સરખામણીમાં ચોંકાવનારા છે….

ગલ્ફ દેશોમાં કુદરતી રીતે મીઠું પાણી મળવું મુશ્કેલ છે, તેથી ત્યાં દરિયાના પાણીને મોંઘી પ્રક્રિયા દ્વારા ફિલ્ટર કરીને પીવાલાયક બનાવવામાં આવે છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એવા દેશો છે જ્યાં પાણીની બોટલની કિંમત ગલ્ફના અન્ય દેશોની સરખામણીમાં ઘણી વધારે જોવા મળે છે. ખાસ કરીને દુબઈ અને અબુ ધાબી જેવા ટૂરિસ્ટ પ્લેસ પર બ્રાન્ડેડ પાણીની કિંમત અનેક ઘણી વધારે હોય છે.

મેરા ભારત મહાનની વાત કરીએ તો આપણે ત્યાં સામાન્યપણે એક લિટરા પાણીની બોટલની કિંમત 20 રૂપિયા છે, પરંતુ વાત કરીએ ગલ્ફ કન્ટ્રીની તો આ દેશોમાં એ જ એક લિટરની પાણીની બોટલની કિંમત ભારતીય ચલણ મુજબ 80થી 150 રૂપિયા સુધીની હોઈ શકે છે. કેટલાક પ્રીમિયમ વિસ્તારોમાં તો આ કિંમત ઘણી વધારે હોય છે.

ગલ્ફ કન્ટ્રીમાં પણ કુવૈતમાં દોઢ લિટર પાણીની બોટલની કિંમત 0.14 કુવૈતી દિનાર એટલે કે 38થી 40 રૂપિયાની હોય છે. જ્યારે ઈમ્પોર્ટેડ અને પ્રીમિયમ બ્રાન્ડની પાણીની બોટલની કિંમત 125 રૂપિયા લિટર પણ જોવા મળે છે. દુબઈના વાત કરીએ દુબઈમાં એક લિટર પાણીની કિંમત 2-3 એઆઈડી એટલેગકે અંદેજા 45થી 68 રૂપિયાની વચ્ચે હોય છે. પ્રીમિયમ ઓપ્શનની વાત કરીએ તો આ કિંમત 225 રૂપિયા પ્રતિ લિટર પહોંચી જાય છે. સાઉદી અરબમાં દોઢ લિટર પાણીની બોટલની કિંમત લગભગ 2.28 એસએઆર એટલે કે 50 રૂપિયાની આસપાસ હોય છે.

વાત કરીએ આ તમામ દેશોમાં પાણી કેમ મોંઘું છે એની તો આ અખાતી દેશોમાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને નદીઓ જેવો કોઈ કુદરતી સ્ત્રોત નથી. તેઓ ડીસેલિનેશન પ્લાન્ટ્સ (Desalination Plants) નો ઉપયોગ કરે છે, જે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવે છે. આ પ્રક્રિયામાં ઘણો ઉર્જા વપરાશ અને ખર્ચ થાય છે, જેના કારણે પાણીની કિંમત વધી જાય છે.

તમારી જાણકારી માટે કેટલીક પરિસ્થિતિઓમાં અને ચોક્કસ બ્રાન્ડ્સના કિસ્સામાં, ત્યાં પાણીની કિંમત લિટર દીઠ પેટ્રોલની કિંમત કરતા પણ વધારે જોવા મળે છે. આ કિંમતો વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!