March 11, 2026
ગુજરાત

ફાટક મુક્ત ગુજરાત: 2029 સુધીમાં તમામ રેલવે ફાટક હટશે

Spread the love

રાજ્ય સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ: રૂ. 1.28 લાખ કરોડના રેલવે વિકાસ કાર્યોથી બદલાશે ગુજરાતની કાયાપલટ

ગાંધીનગરઃ ગુજરાતમાં વર્ષ 2029 સુધીમાં સમગ્ર રાજ્યને ‘ફાટક મુક્ત’ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. રાજ્યન; બારડોલીમાં રેલવે ઓવરબ્રિજ બનતાં આસપાસનાં ગામોના 1.25 લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં સરળતા ઊભી થશે. રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ 367 રેલવે ફાટક આવેલાં છે, જે પૈકી 130 ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 52 જેટલાં ઓવરબ્રિજ/અંડરબ્રિજનાં કામ પ્રગતિમાં છે અને અન્ય 46 જેટલાં કામો મંજૂરી હેઠળ છે.

આ સિવાય બાકી રહેલાં 137 ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે, એમ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ જેવા શહેરોમાં પણ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જૂના રેલવે બ્રિજનું રીપેરીંગ અને નવા બ્રિજ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. આ સિવાય, બાકી રહેલાં ૧૩૭ ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી પૂર્ણ થતાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં સમગ્ર રાજ્યને રેલવે ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.

હાલમાં ગુજરાતમાં કુલ રૂ.1.28 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. રાજ્યના કુલ 87 સ્ટેશનને ‘અમૃત સ્ટેશન યોજના’ અંતર્ગત વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 21 સ્ટેશનોનું કામ અત્યાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ, સાબરમતી, સુરત, ઉના અને સોમનાથ જેવા મહત્વના સ્ટેશનો પર અત્યંત ઝડપથી કામ ચાલી રહ્યું છે.

અમદાવાદ રેલવે સ્ટેશનના નવનિર્માણ બાદ મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ગુજરાતમાં રેલવે નેટવર્ક અને મુસાફરોની સુવિધા માટે રેકોર્ડબ્રેક રૂ.17,366 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ રૂ.1.28 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે. તેમ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.

. વિકાસ કામગીરી: સરકાર દ્વારા ૨૭ જેટલા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે, જેનો ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકાર સરખે ભાગે ઉઠાવશે.
. ટ્રાફિક સમસ્યા: આ પ્રકારના ઓવરબ્રિજ બનવાથી વાહનચાલકોને થતા કલાકોના વિલંબ અને ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!