February 4, 2026
વાંચન વૈવિધ્યમ

ડૉક્ટરી છોડી બન્યા IAS: અપાલા મિશ્રાએ બે નિષ્ફળતા બાદ મેળવ્યો 9મો રેન્ક

Spread the love


યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે, જેમાં અનેક ઉમેદવાર એવા છે, જે તનતોડ મહેનત કરીને પણ સફળ થવાના 0.99 ટકા ચાન્સ હોતા નથી. એક લાખમાં કદાચ એક ઉમેદવાર પાસ થતા હોય છે. એન્જિનિયર હોય કે ડોક્ટર પણ યુપીએસસીની પરીક્ષા આપવાનું છોડતા નથી, એમબીએ યા ક્લાસ વન જોબ કરનારા અધિકારીઓ પણ એકાદ વખત તો પરીક્ષા આપતા હોય છે. વાત કરીએ એવી વ્યક્તિની જેને ડોક્ટર બન્યા પછી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને પોતાની ડોક્ટરી છોડી દીધી અને યુપીએસસીમાં ટોપ પર આવીને નવો ઈતિહાસ રચ્યો હતો.

યુપીએસસી પરીક્ષા આપનારી આ ડોક્ટર છે અપાલા મિશ્રા, જે વ્યવસાયે ડોક્ટર હતી, પરંતુ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને ડોક્ટરી છોડી દીધી છે. મૂળ યુપીના ગાઝિયાબાદની રહેવાસી અપાલા મિશ્રા દેશની સેવા કરવાનું સન્માન જાણે વારસામાં મળ્યું છે, કાણ કે તેમના ભાઈ અભિલેખ મિશ્રા પણ આર્મીમાં છે, મેજર રેન્ક પર કાર્યરત છે. પિતા અમિતાભ મિશ્રા પણ આર્મીમાં કર્નલ રહી ચૂક્યા છે, જ્યારે માતા પ્રોફેસર છે.

યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2020ની પરીક્ષામાં અપાલા મિશ્રા ઓલ ઈન્ડિયા રેન્કમાં નવમા ક્રમે રહી હતી. યુપીએસસી પર્સનલ ઈન્ટરવ્યૂમાં રેકોર્ડ બ્રેક માર્કે્સ મળ્યા હતા. અપાલા મિશ્રાએ 275માંથી 215 માર્ક્સ મળ્યા હતા. દસમા ધોરણમાં દેહરાદૂનમાંથી પાસ કરનારા અપાલા મિશ્રાએ બારમા સુધીનો અભ્યાસ દિલ્હીની રોહિણીમાં કર્યો છે એા પછી આર્મી કોલેજમાંથી ડેન્ટિસ્ટમાં બીડીએસની ડિગ્રી લીધી હતી, પરંતુ પોતાની કારકિર્દીમાં આગળ જવા માગતા હતા.

ડેન્ટિસ્ટ બન્યા પછી પોતે યુપીએસસીની પરીક્ષા આપી. બે વખત પરીક્ષા આપ્યા પછી નિષ્ફળ ગઈ પણ નિષ્ફળતાને અવગણીને પોતાની તૈયારી ચાલુ રાખી હતી અને લાસ્ટ ટ્રાયલમાં યુપીએસસીમાં શાનદાર રેન્ક મેળવ્યો હતો. આઈએસના બદલે આઈએફએસ (ઈન્ડિયન ફોરેન સર્વિસ)ને સંદ કરી હતી. ઈન્ડિયન ફોરેન સર્વિસ પસંદ કરવા માટે સવાલ કરવામાં આવ્યો ત્યારે અપાલા મિશ્રાએ કહ્યું હતું કે પોતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!