ઓનલાઈન ગેમ રમનારા સાવધાનઃ કોરિયન ગેમની લતે છીનવ્યા ત્રણ માસૂમનાં જીવ
મોબાઈલ મેનિયા ધીમે ધીમે બાળકોની સાથે યુવાનોમાં માદક પદાર્શના બંધાણી જેમ બની રહ્યું છે. યુવાનો પણ દિવસના 15-20 કલાક આપી રહ્યા છે, જેમાં કમાણી કરવા યા મોજશોખ માટે મોબાઈલાં રચ્યાપચ્યા રહે છે, પરંતુ પોતાના ભવિષ્યને મુશ્કેલીમાં મૂકે છે એ વાત નિશ્ચિત છે. તાજેતરમાં ગાઝિયાબાદમાં એક નહીં ત્રણ સગી બહેને બિલ્ડિંગ પરથી ઝંપલાવી દીધું, જેનાથી યુપીમાં જ નહીં, સમગ્ર દેશમાં લોકોમાં આશ્ચર્યની સાથે શોકની લહેર ફેલાઈ ગઈ છે.
એક સાથે ત્રણ સગી બહેનોએ શા માટે આ પગલું ભર્યું એના અંગે જાણકારી મળી નહોતી, પરંતુ ઘટનાસ્થળેથી એક નોટ મળી છે. મંગળવારે મોડી રાતના 2.30 વાગ્યાના સુમારે નવમા માળેથી ત્રણ સગીર બહેનોએ ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તારના રહેવાસીઓમાં ગમગીની ફેલાઈ ગઈ છે. પોલીસે જણાવ્યું છે કે આ ત્રણ બહેનો કોરિયન ગેમની બંધાણી બની ગઈ હતી.
પોલીસને માહિતી મળ્યા પછી ત્રણેયની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, જ્યારે પરિવારના સભ્યોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, મોબાઈલ ફોન અને ડિજિટલ એક્ટિવિટીઝની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય સગીર વયની છે, જેમાં મૃતકના મોટી બેનની ઉંમર 16, 14 અને 12 વર્ષની છે. પોલીસને મળેલી નોટમાં એટલું લખ્યું છે મમ્મી પપ્પા સોરી લખ્યું છે. સ્યુસાઈડ નોટમાં એક પેજની ચબરખી મળી છે, જેમાં ડાયરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પડોશીઓએ જણાવ્યું હતું કે ત્રણેય હંમેશાં સાથે જોવા મળતી. આપઘાતને કારણે પરિવાર આઘાતમાં છે, પરંતુ પરિવાર આઘાતમાં છે, કારણ કે આવું પગલું શા માટે ભર્યું એની કોઈએ કલ્પના કરી નથી.

સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે રાતના નવ વાગ્યાના સુમારે ત્રણેય બહેનો અચાનક જમ્પ માર્યો હોવાનું જાણ્યા પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં એક નહીં ત્રણને જોઈને લોકો ડરી ગયા હતા. વિગતવાર પોલીસે કહ્યું કે રાતના 2.15 વાગ્યાના સુમારે પીઆરવી પર માહિતી મળી હતી. ટીલામોડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિટી ટાવર બી ફલેટ 907 નવમા માળની બાલ્કની પરથી ત્રણ સગીર વયની છોકરી આપઘાત કર્યો હતો. ત્રણેયના નામ નિશિકા, પ્રાચી અને પાખી છે, જેના પિતાનું નામ ચેતનકુમાર છે. એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેયને હોસ્પિટલમાં પહોંચાડ્યા પછી ડોક્ટરે ત્રણેયની મૃત જાહેર કરી હતી.
પિતાએ જણાવ્યું છે કે ત્રણેય દીકરી કોરોના મહામારી પછી મોબાઈલ ગેમ રમવાની આદત પડી ગઈ હતી. ત્રણેય ટાર્ગેટ ગેમ રમતી હતી, પરંતુ આ પગલું શા માટે ભર્યું એનું નક્કર ખબર નથી. ત્રણેય રેગ્યુલર સ્કૂલ પણ જતી હતી. ઓનલાઈન ગેમ્સ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
