February 4, 2026
ગુજરાતટોપ ન્યુઝ

અબજ પુલની ગજબ કહાનીઃ બોપલમાં 80 કરોડનો બ્રિજ તૈયાર, પણ ઉદ્ઘાટન નહીં…

Spread the love


દોઢ વર્ષથી ઉદ્ઘાટનની રાહ જોતો ઘુમા-શિલજ રેલવે બ્રિજ તંત્રના નબળા પ્લાનિંગનો નમૂનો બન્યો

TV18 Pic Credit
અમદાવાદના બોપલમાં ઘુમા અને શીલજની વચ્ચે રેલવે લાઈન પર દોઢ વર્ષ પહેલા બનાવવામાં આવેલા રેલવે બ્રિજનું હજુ સુધી ઉદ્ધાટન થયું નથી. 80 કરોડ રુપિયાના ખર્ચે બનાવેલો રેલવે ઓવરબ્રિજનું હજુ સુધી ઉદ્ધાટન નહીં કરતા પ્રશાસન તરફ સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે. ઉદ્ધાટન નહીં કરવા મુદ્દે પણ સ્થાનિકો કહે છે કે બ્રિજનો શીલજ તરફનો રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે અને આગળ ફક્ત દીવાલ અને કૃષિ ભૂમિ છે, પરિણામે આ પુલ લોકો માટે મુશ્કેલી બની ગયો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે બ્રિજ પૂરો થયા પછી ફક્ત 10-12 ફૂટનો સાંકળો રસ્તો છે, જેથી બ્રિજ પરથી શીલજ તરફ વાહનો કઈ રીતે જાય એનો સવાલ પણ છે.

બ્રિજનું નિર્માણ પાંચ વર્ષે થયું
આ પુલનું નિર્માણ કાર્ય 2019માં શરુ થયું હતું અને 2024માં તૈયાર છે. આ બ્રિજનું નિર્માણ કાર્ય અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) અને ભારતીય રેલવેએ ઘુમા અને શિલજને જોડવા માટે બનાવ્યો હતો. બ્રિજનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું ત્યારે ખબર હતી કે બ્રિજ શિલજ દિશામાં રસ્તો નથી, પરંતુ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી હતી અને 80 કરોડના ખર્ચે બ્રિજ બનાવી દેવામાં આવ્યો, પરંતુ હવે એ પણ પાણીમાં ગયો છે.

ઘુમા તરફનો બ્રિજ પર વાહનો સરળતાથી ચઢી શકતા નથી, પરંતુ શીલજ તરફનો બ્રિજ પૂરો થયા પછી રસ્તો જ નથી જોવા મળતો. આગળ દીવાલ અને ખેતીવાડીની જમીન છે. સ્થાનિક લોકો કહે છે કે આ બ્રિજને શીલજની દિશામાં રસ્તો બનાવવા માટે લગભગ 300 મીટર ખેતીવાડીની જમીન કરવાનું આવશ્યક છે. આ રસ્તાને બ્રિજને શીલજના મુખ્ય રસ્તા સાથે જોડવાનું મુશ્કેલ છે.

ઔડાના અધિકારીએ કહ્યું છે કે બ્રિજ તો સંપૂર્ણ તૈયાર છે, પરંતુ શીલજ તરફના રસ્તાને જોડવા માટે ખેતીવાડીની જમીનને સામેલ કરવાનું જરુરી છે. એના માટે સરકારે ટ્રાન્સપોર્ટ પ્લાનમાં પરિવર્તન કરવાની મંજૂરી માગી છે. હાલમાં તો ફક્ત કચરાનો રસ્તો છે, જ્યાંથી અવરજવર થાય છે. ઔડાના અધિકારી દાવો કરે છે કે અમારી ટીમ ચાર મહિનાથી બ્રિજને આગળ રસ્તો બનાવવા એક્ટિવ છે, પરંતુ કૃષિ ભૂમિ પર અમારી માલિકીનો હક નથી. સરકાર ટીપી સ્કીમમાં ફેરફાર કરશે તો રસ્તાનું નિર્માણ કાર્ય પણ તાત્કાલિક થશે.

ઔડાના અધિકારી કહે છે કે ટીપી પ્લાનમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. એમાં પરિવર્તન કર્યા પછી ટીપી પ્રક્રિયાને લગભગ નવ મહિનામાં પૂરી કરવામાં આવશે. બ્રિજ મુદ્દે જણાવ્યું છે કે ડિઝાઈન બનાવતી વખતે સ્પષ્ટ હતું કે બ્રિજના શીલજ દિશામાં રસ્તો નહોતો, પરંતુ મંજૂરી શા માટે આપી.

હાલમાં તો બ્રિજમાં ફેરફાર કરવા મુદ્દે મંજૂરી મળે એની અપેક્ષા છે. આ બ્રિજના ઉપયોગથી શિલજના રહેવાસીઓને અવરજવર કરવામાં રાહત થશે, જ્યારે ટ્રાફિકમાંથી પણ મુક્તિ મળશે. ટૂંકમાં, દોઢ વર્ષથી તૈયાર 80 કરોડનો બ્રિજ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે, જ્યારે સ્થાનિકો પણ ઝડપથી ઉપયોગ કરે એની રાહ જોઈ રહ્યું છે, પરંતુ પ્લાનિંગ મુદ્દે ગંભીર સવાલ છે. આ ઓવરબ્રિજે ઔડા અને પાલિકાની બેદરકારીની પોલ ખોલી નાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!