February 4, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

અજિત પવારનું નિધન: NCPનું ભવિષ્ય જોખમમાં?

Spread the love

મહારાષ્ટ્રના રાજકારણમાં દિગ્ગજોની અચાનક વિદાય: પ્રમોદ મહાજનથી અજિત પવાર સુધીના સત્તાકીય સમીકરણોનું વિશ્લેષણ

મહારાષ્ટ્રે જ નહીં, સમગ્ર દેશમાં પહેલી વખત એવું બન્યું હશે કે લાંબા સમય સુધી રાજ કરનારા નાયબ મુખ્ય પ્રધાનનું નિધન થયું હોય. મહારાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં તો લાંબા સમય સુધી સેવા કરનારા નાયબ મુખ્યમંત્રીને રાજ્યએ ગુમાવ્યા છે, જેમના નિધન પછી મહાયુતિમાં નવા નાયબ મુખ્યમંત્રી બનાવવાથી લઈને નાણામંત્રીની જવાબદારી આવી પડી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અજિત પવારનું ચાર્ટર્ડ પ્લેન માદરેવતન બારામતીમાં લેન્ડિંગ વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં પ્લેનમાં સવાર લોકોના મોત થયા. અજિત પવારના નિધનથી પાર્ટી, પરિવાર અને નજીકના કાર્યકરો માટે તો મોટો આંચકો છે, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં દરેક દાયકામાં પાર્ટીના દિગ્ગજ નેતાની એક્ઝિટ પછી સત્તાના સમીકરણો બદલાયા હતા, તેમાંય વળી છેલ્લા બે દાયકામાં તો બે ટોચના નેતાના નિધન થયા, જ્યારે પાર્ટી અને રાજ્ય અનેક પડકારોનો સામનો કરી રહ્યા હતા.

પ્રમોદ મહાજનની અચાનક એક્ઝિટ
ભાજપના કિંગમેકર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રમોદ મહાજને પોતાની કારકિર્દીનો સિતારો બુલંદી પર હતો, ત્યારે ત્રીજી મે, 2006ના તેમના નાના ભાઈ પ્રવીણ મહાજને ગોળી મારીને હત્યા કરી હતી. એ વખતે પ્રમોદ મહાજન પાર્ટીના મહત્ત્વના નેતા માનવામાં આવતા હતા, જે કિંગમેકર પણ હતા. પાર્ટીમાં અટલ બિહારી વાજપેયી, એલકે અડવાણી પછી પાર્ટીમાં ટોચના નેતા હતા. પાર્ટીમાં વડાપ્રધાનપદના પણ ઉમેદવાર હતા. પ્રમોદ મહાજન પહેલા એવા નેતા હતા, જેમને પાર્ટીને ડિજિટલ યુગથી જોડ્યો હતો, પરંતુ અચાનક એક્ઝિટથી પાર્ટીએ જ નહીં સમગ્ર દેશ અને મહારાષ્ટ્રને મોટી ખોટ પડી હતી.

ભાજપના ચંદ્રગુપ્ત કહેવાતા હતા ગોપીનાથ મુંડે
પ્રમોદ મહાજનના નજીકના અને મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતા ગોપીનાથ મુંડેને તો ભાજપના ચંદ્રગુપ્ત કહેવામાં આવતા હતા. પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેએ મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રાણ ફૂંક્યા હતા. 1980ના દાયકામાં મરાઠાનું વર્ચસ્વ હતું, પરંતુ મુંડેએ અટલજીની સમાવેશી રાજકારણથી પ્રેરાઈને જાતિવાદી મર્યાદાઓથી આગળ વધીને જનતાની નજીક પહોંચ્યા હતા. 1995માં શિવસેના સાથે ગઠબંધન કરવાનો પણ ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેને કારણે રાજ્યમાં સત્તામાંથી કોંગ્રેસને હાથ ધોવા પડ્યા હતા. ત્રીજી જૂન, 2014ના દિલ્હીમાં કાર અકસ્માતમાં ગોપીનાથ મુંડેનું નિધન થયું હતું. ગ્રામીણ મંત્રી બન્યા પછી મહારાષ્ટ્ર જતા અકસ્માતનો ભોગ બન્યા હતા, ત્યારે મુંડે પણ ભાજપના મજબૂત ચહેરો ગણવામાં આવતા હતા.

વિલાસરાવ દેશમુખ પણ કોંગ્રેસનો હતા આધાર
મહારાષ્ટ્રમાં બે વખત મુખ્યમંત્રી બનનારા વિલાસરાવ દેશમુખ કોંગ્રેસનો મોટો આધાર હતા. લાતુરના શ્રીમંત પરિવારના વિલાસરાવ દેશમુખ ખેડૂતોના દેવામાફી મુદ્દે ચર્ચામાં રહ્યા હતા. ખેડૂતોની સાથે જાહેર જનતાના કલ્યાણ અર્થે વિલાસવાર દેશમુખનું નામ જાણીતું બન્યું હતું. યુપીએને 2009માં વાપસી કરી હતી. જોકે, વિલાસવાર દેશમુખ આદર્શ કૌભાંડને પાર્ટી અને પોતાને લાંછન લાગ્યું હતું. લીવરના કેન્સરને કારણે 14 ઓગસ્ટ, 2012માં 67 વર્ષે નિધન થયું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસને આજ સુધી વિલાસવાર દેશમુખ જેવા નેતા મળ્યા નથી.

અજિત પવાર સહકારી ક્ષેત્રમાં એકહથ્થું શાસન ચલાવ્યું
66 વર્ષના અજિત અનંતરાવ પવાર મહારાષ્ટ્રના રાજકારણ માટે ચપળ, ચતુર, હોંશિયાર નેતા માનવામાં આવતા હતા, તેમાંય તેમના સાહસો માટે વિશેષ જાણીતા હતા. 1991થી સાત વખત બારામતીથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભાથી લોકસભામાં નામ જાણીતું બન્યા પછી કેન્દ્રની સરકારને પણ મહત્ત્વના નેતા લાગ્યા પછી ગઠબંધન કર્યું હતું. દરેક વખત મોટા માર્જિનથી જીતતા હતા, તેમની તાકાત પણ સહકારી ક્ષેત્રમાં હતી. પુણે જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકમાં 16 વર્ષ પ્રમુખ રહ્યા હતા. તેમનો પ્રભાવ સાકરના કારખાના અને દુધમંડળી પર વિશેષ રહ્યો હતો. મુખ્યમંત્રી બનવાની સાથે તેમણે જળ સંસાધન, વિદ્યુત, ગ્રામીણ વિકાસ જેવા મંત્રાલયો પણ સંભાળ્યા હતા. નવેમ્બર 2019માં દેવેન્દ્ર ફડણવીસની સાથે 80 કલાકની સરકાર, જુલાઈ, 2023માં એનસીપીમાં વિભાજન કરીને શિંદે સરકારમાં સામેલ થયા પછી કાકા શરદ પવાર સાથે છેડો ફાડ્યો હતો. અજિત પવારના નિધન પછી પોતાની પાર્ટીનું ભવિષ્ય જોખમમાં હોવાની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. અજિત પવારના નિધનથી કાકા શરદ પવારે તો રાજકારણ નહીં કરવાની અપીલ કરી છે, પરંતુ એના મુદ્દે પણ વિપક્ષે ગંભીર સવાલ કર્યાં છે.

ભાજપ, કોંગ્રેસ પછી એનસીપી
મહારાષ્ટ્રમાં ચારેય દિગ્ગજ નેતાના નિધન પછી પાર્ટીના સમીકરણો રાજ્યમાં બદલાયા હતા. હાલના તબક્કે રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન પણ અપેક્ષા પ્રમાણે સારું રહ્યું નહોતું. વિધાનસભામાં 41 અજિત પવારની રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય શરદ પવાર સાથે જાય નહીં એની પણ ચિંતા છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભાના સાંસદ છે, પરંતુ તેમની પાસે અનુભવ ઓછો છે, તેથી પાર્ટીનું ભવિષ્ય જોખમમાં છે. અજિત પવારની નજીકના સાથી સુનીલ તટકરે, બે વખત રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ સહિત અન્ય નેતાઓની યોજના પર સૌની નજર મંડરાયેલી રહેશે. પાર્ટીનું વિભાજન, પાર્ટીમાં બળવો કે પછી નવા જ સમીકરણો ઊભા થાય તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!