February 4, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

Big Breaking: પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન

Spread the love


મહારાષ્ટ્રના બારામતી નજીક એનસીપીના નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પર્સનલ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. લેન્ડિંગ વખતે અકસ્માત સર્જાયો. વિમાન અકસ્માતમાં સવાર તમામ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાસ્થળે પ્રશાસન અને રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ અકસ્માતને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ અકસ્માત અંગે કોર્ટના નિવૃત્ત જજથી લઈને સીબીઆઈ મારફત તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.

લેન્ડિંગ વખતે અકસ્માત
પ્રાથમિક માહિતી અનુસાર અજિત પવારનું વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની કોશિશ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત થયો હતો. જિલ્લા પરિષદની ચૂંટણી સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા અજિત પવાર અકસ્માતનો ભોગ બન્યા છે. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. ઘટનાસ્થળના વીડિયો પણ વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.

4 રેલીમાં રહેવાના હતા હાજર
પ્લેન ક્રેશ થયા પછીના અનેક વીડિયો વાયરલ થયા પછી અકસ્માત અંગે અનેક પ્રકારના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. એક દિવસ પહેલા મુંબઈમાં કેબિનેટની બેઠકમાં ભાગ લીધો હતો. પાંચમી ફેબ્રુઆરીના જિલ્લા પરિષદની ચૂંટણીમાં બારામતી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા, પરંતુ આ અકસ્માત અંગે પરિવારે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. અકસ્માત પછી સુપ્રિયા સુળે બારામતી જવા રવાના થયા છે. બારામતીમાં અલગ અલગ જિલ્લા પરિષદની ચૂંટણી અંગે આજે ચાર રેલીમાં અજિત પવાર ઉપસ્થિત રહેવાના હતા.

લો વિઝિબિલિટીને કારણે ક્રેશની શંકા
મુંબઈથી બારામતી જઈ રહેલા ચાર્ટર પ્લેન બારામતીમાં સવારે 8.45 વાગ્યે ક્રેશ થયું હતું. આ પ્લેનમાં અજિત પવાર સહિત 5 લોકો સવાર હતા. વિમાનમાં અજિત પવાર, બે (એક પીએસઓ અને એક એટેન્ડન્ટ) અને બે ક્રૂ સહિતના સભ્યો હતા. પ્લેનમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી શક્યું નથી. પ્લેન લેન્ડ કરવાનું હતું અને ક્રેશ થઈ ગયું, જેમાં પ્લેન બળીને ખાખ થઈ ગયું હતું. આ અકસ્માત અંગે ડીજીસીએ જણાવ્યું છે કે આ અકસ્માતની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે લો વિઝિબિલિટીને કારણે અકસ્માત થયો હોઈ શકે છે.

રાજકીય નેતાઓ દાદા તરીકે બોલાવતા
આ અકસ્માત અંગે એડવોકેટ નીતિન સતપુતેએ વિમાન અકસ્માત અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આ અકસ્માત અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને માનવ અધિકાર પંચ દ્વારા તપાસ કરવાની અપીલ કરી હતી. આ અકસ્માત કોઈ ષડયંત્ર હતું કે ટેક્નિકલ ખામી એની પણ વિગતવાર તપાસ થવી જોઈએ. અજિત પવારે કાકા શરદ પવાર પાસેથી રાજકીય પાઠ ભણ્યા હતા, જેમાં ચાર દાયકા કરતા વધુ સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો અજિત પવારને દાદા કહેતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!