વસંત પંચમી: શુક્ર અસ્ત થતા આજે આ બે રાશિના જાતકોને થઈ શકે નુકસાન
વસંત પંચમીના દિવસ દરમિયાન આજે શુક્ર અસ્ત રહેશે, જેથી આજની તારીખના લગ્નવિવાહ માટે શુભ મુર્હૂતના પણ યોગ રહે છે. જ્યોતિશાસ્ત્રીના કહેવા મુજબ શુક્ર અસ્ત થવાને કારણે બે રાશિના લોકોને નુકસાન થઈ શકે છે. આ રાશિને ધનસંપત્તિ મુદ્દે સમજી વિચારીને નિર્ણય લેવા જોઈએ. પહેલી ફેબ્રુઆરીના જ્યારે શુક્ર ઉદય થશે ત્યારે આ રાશીના જાતકોની સમસ્યા પણ દૂર થઈ શકે છે. તો જાણો કઈ રાશી છે.
શુભચિંતકોની સલાહ લઈ શકો
વૃષભ રાશિનો સ્વામી શુક્ર દેવ છે. શુક્ર અસ્ત થવાથી જાતકો માટે અનુકૂળ સમય પણ માનવામાં આવતો નથી. શુક્ર અસ્ત થવાથી ધનસંપત્તિ મુદ્દે પણ નુકસાન થઈ શકે છે. આવકમા ઘટાડો થાય તો પણ નવાી નહીં. આવક ઊભી કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે. વેપારી લોકો માટે માંડ માંડ નફો મળી શકે છે, જ્યારે વર્ષોથી રખડી પડેલા પૈસા મળવામાં વિલંબ યા વધુ રખડી પડી શકે છે. જો તમે કોઈ યોજના અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો પણ શુભચિંતકોની સલાહ લેવી જોઈએ.
લાભ થવાના પણ યોગ રહેશે
તુલા રાશિના જાતકોના સ્વામી શુક્ર છે. તુલા રાશિના જાતકો માટે પણ સારો સમય નથી. તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. મહેનત અનુસાર ધનલાભ મળે નહીં. ખર્ચમાં વધારો થઈ શકે, જે તમારા બજેટને પણ બગાડી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે ઉધાર લેવું પડી શકે છે. પિતાના સહયોગથી તમારી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જોકે પહેલી ફેબ્રુઆરી પછી સ્થિતિમાં સુધારો થઈ શકે છે. અત્યાર સુધીમાં નુકસાન કરનારા લોકો માટે અચાનક લાભ થવાનો પણ યોગ રહી શકે છે.
આટલું કરી શકો છો…
વસંત પંચમીના દિવસ દરમિયાન શક્ય હોય તો કોઈ પણ જાતક લક્ષ્મી માતાની પૂજા કરો. ઉપરાંત, આજે શુક્ર દેવની પૂજા માટે તમે ઓમ દ્રાં દ્રીં દ્રોં સઃ શુક્રાય નમઃનો પણ જાપ કરી શકો છો, તેનાથી લાભ થઈ શકે છે. પૂજા પાઠ પછી સાંજના સમયગાળા દરમિયાન સફેદ વસ્તુ જેમ કે ચોખા, સાકર અથવા લોટનું પણ દાન કરી શકો છો.
