February 4, 2026
મનોરંજન

રિલેશનશિપને લઈને રેખાજીનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું હા, હું પરિણીત પુરુષને પ્રેમ કરું છું, જાણો કોણ છે…

Spread the love

બોલીવૂડની સદાબહાર અભિનેત્રી રેખા હંમેશા પોતાની બિન્દાસ શૈલી અને કમેન્ટ્સ માટે જાણીતા છે. મહાનાયક અમિતાભ બચ્ચન સાથેના તેમના સંબંધો પર ભલે ક્યારેય સત્તાવાર મહોર ન લાગી હોય, પરંતુ રેખાએ ક્યારેય પોતાની લાગણીઓ છુપાવી પણ નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ ના સેટ પર બન્યો હતો. આ સમયે અમિતાભ બચ્ચન સાથેના સંબંધોને લઈને રેખાજીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

સિગિંગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડોલના એક એપિસોડમાં શોના હોસ્ટ જય ભાનુશાલીએ જજ નેહા કક્કડ અને રેખાને મજાકમાં એક સવાલ પૂછ્યો હતો. જયે પૂછ્યું, શું તમે ક્યારેય એવી કોઈ સ્ત્રીને જોઈ છે જે પરિણીત પુરુષના પ્રેમમાં પાગલ હોય? આ સવાલ પૂરો થાય એ પહેલા જ રેખાએ માઈક પકડીને અત્યંત સહજતાથી કહ્યું હતું કે મને પૂછો ને!

રેખાજીનો આ જવાબ સાંભળીને સેટ પર હાજર જજ વિશાલ દદલાની, હિમેશ રેશમિયા અને તમામ દર્શકો ક્ષણવાર માટે તો સ્તબ્ધ થઈ ગયા અને પછી જોરજોરથી હસી પડ્યા હતા. જય ભાનુશાલીએ પણ તરત જ પ્રતિક્રિયા આપી કે, “આ તો સિક્સર લાગી ગઈ!”

જોકે, વાતાવરણ થોડું ગંભીર થતા રેખાએ તરત જ પોતાની વાત મજાકમાં ફેરવી દીધી હતી, પરંતુ તેમની આંખોમાં છુપાયેલી સચ્ચાઈ ચાહકોથી છુપી રહી નહોતી. આ જ શોમાં રેખાએ આગળ વધતા કહ્યું હતું કે, મારી જિંદગીમાં કોઈ વાતનો પસ્તાવો નથી અને કોઈ ફરિયાદ પણ નથી. રેખાજીની આ કમેન્ટ એ વાતની સાબિતી આપે છે કે રેખાએ પોતાની અધૂરી પ્રેમકહાનીને ગૌરવ સાથે સ્વીકારી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રેખા અને અમિતાભ બચ્ચને એક સાથે અંદાજિત દસ ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. આ પહેલાં રેખાએ સિમી ગ્રેવાલના શોમાં પણ સ્વીકાર્યું હતું કે હા, હું અમિતાભને ચાહું છે. જ્યારે બીજી બાજું, અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તેઓ હંમેશા આ મામલે મૌન સેવવાનું પસંદ કરે છે. જોકે, નેશનલ ટેલિવિઝન પર રેખાનું આ પ્રકારનું નિવેદન ચોક્કસપણે બચ્ચન પરિવાર માટે અસહજ કરનારું હોઈ શકે છે.

રેખાની આ ‘દિવાનગી’ એ સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ ક્યારેય છુપાવ્યો છુપાતો નથી, પછી ભલે તે દુનિયાની નજરમાં ‘અધૂરો’ કેમ ન હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!