February 4, 2026
ટોપ ન્યુઝનેશનલ

આઈઆઈટી (IIT)નું સપનું કેમ બની રહ્યું છે ‘જીવલેણ’?

Spread the love


છેલ્લા 5 વર્ષમાં 65 વિદ્યાર્થીઓની આત્મહત્યા: જાણો પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વધતા માનસિક તણાવના કારણો

સીએ, ડોક્ટર અને એન્જિનિયરની દુનિયાથી અલગ બિઝનેસમેન કે ટોચની કંપનીના સીઈઓ બનવા માટે આઈઆઈટીની ડિગ્રી લેવાનો ક્રેઝ વધ્યો હતો. બિઝનેસ હોય કે ટેકનોલોજી યા એન્જિનિયરિંગ ક્ષેત્રે હાયર એજ્યુકેશન માટે આઈઆઈટી સેક્ટરનો દબદબો વધ્યો અને પછી વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન કેરિયરનો વિકલ્પ મળ્યો હતો, પરંતુ દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટીમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા વધ્યા છે. એટલી હદે કે પાંચ વર્ષમાં 65 કેસ નોંધાયા છે, જે દેશ માટે ચિંતાનો વિષય છે.

દુનિયાભરની દિગ્ગજ કંપનીમાં ટોચના સીઈઓ પર કામ કરનારા ઈન્ડિયનની વિદ્યાર્થીની પ્રોફાઈલ જોશો તો ખબર પડશે કે તેઓ આઈઆઈટીમાં ભણ્યા હશે. તાજેતરમાં કાનપુરની આઈઆઈટીમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ભારતની ટોચની ટેક્નિકલ સંસ્થાના કેમ્પસમાં મેન્ટલ હેલ્થને લઈ ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ 12 વિદ્યાર્થી આત્મહત્યા કરે છે, જે ચિંતાનો વિષય છે.

ગ્લોબલ આઈઆઈટી એલ્યુમિની સપોર્ટ ગ્રુપના આંકડા કહે છે કે જાન્યુઆરી 2021 અને ડિસેમ્બર 2025ની વચ્ચેના પાંચ વર્ષના ગાળામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ઓછામાં ઓછા 65 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, તેમાયં છેલ્લા બે વર્ષમાં તો 30 નોંધાઈ હતી, જે સંસ્થાની જવાબદારી સાથે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીના મેન્ટલ સ્ટેટ્સના ગંભીર સવાલો ઊભા કર્યા છે. વધતા જતા માનસિક તણાવ, વ્યક્તિગત યા શૈક્ષણિક કારણને પણ આગળ કહે છે.

વિદ્યાર્થી સંગઠનો કહે છે કે હજુ સુધી નક્કર તારણ પર આવી શકાય નહીં, પરંતુ વધતી સ્પર્ધા યા મૂલ્યાંકન, પરીક્ષાનું પ્રેશર, રેગિંગ તેમ જ જાતિ-ભાષા આધારિત ભેદભાવ પણ કારણભૂત છે. ફેકલ્ટીના સભ્ય માને છે કે વોર્નિંગ સિગ્નલને સામાન્ય રીતે નજરઅંદાજ કરે છે. આઈઆઈટીમાં વધતા મોતના આંકડા એક દેશ માટે ચિંતાનો વિષય છે. 2024નું એક સંશોધન કહે છે કે લગભગ 55 ટકા વિદ્યાર્થિની આત્મહત્યા માટે માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યા છે.

છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ આત્મહત્યા આઈઆઈટી કાનપુરના કેમ્પસમાં નોંધાઈ છે. પૂર્વ વિદ્યાર્થીઓ પણ જવાબદારી નક્કી કરવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ માનસિક આરોગ્ય સંબંધી ચિંતાઓ દૂર કરવા અને વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે ટાસ્ક ફોર્સ બનાવી છે. જોકે, આઈઆઈટી કાનપુરના સંગઠને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે માનસિક આરોગ્ય અનુચ્છેદ 21 અન્વયે જીવન જીવવાનો એક અભિન્ન અંગ છે. કાનપુરમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીએ હોસ્ટેલની બિલ્ડિંગ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી, જેના માટે ભણવાનું પ્રેશર અને માનસિક તણાવ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!