February 4, 2026
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ભારત આવીને સુનિતા વિલિયમ્સે કેમ કહ્યું, તો પતિ મારો જીવ લઈ લે…!

Spread the love


ભારતીય ર?મતગમત ક્ષેત્રની દિગ્ગજ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે ગઈકાલે નિવૃત્તિની જાહેરાત કર્યા પછી દુનિયાની દિગ્ગજ સ્પેસ શટલર સુનિતા વિલિયમ્સે પણ હવે પરોક્ષ રીતે નિવૃત્તિ અંગે મહત્ત્વની વાત કરી છે. દિલ્હીમાં નાસા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે દિવંગત કલ્પના ચાવલાના 90 વર્ષીય માતાની મુલાકાત કરી. વિલિયમ્સે ભારત આવવા મુદ્દે ઘર વાપસી જણાવ્યું હતું. સુનિતા વિલિયમ્સે ભારતના ચંદ્રયાન મિશન સહિત નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

કલ્પના ચાવલાના માતા સાથે જૂની વાતોને વાગોળી
પરિવારના માદરે વતન આવેલા સુનીતા વિલિયમ્સે ગઈકાલે દિલ્હીમાં દિવંગત કલ્પના ચાવલાની માતા સાથે મુલાકાત કરી હતી. બંનેએ મુલાકાત વખતે જૂની વાતોને વાગોળી હતી. ભારતમાં જન્મેલા અંતરિક્ષ યાત્રી ચાવલા એ સાત મેમ્બર પૈકીનાં હતા, જેમનું સ્પેસ શટલમાં મોત થયું હતું. ફેબ્રુઆરી, 2003માં કોલમ્બિયામાં સ્પેસ શટલ વખતે અંતરિક્ષ યાન પૃથ્વીમાં એન્ટર થયા પહેલા ક્રેશ થયું હતું.

ભારત આવવાનું મારા માટે ઘરવાપસીનો અનુભવ
કલ્પના ચાવલાના માફક સુનિતા વિલિયમ્સ પણ ભારત સાથે મજબૂત કનેક્શન ધરાવે છે. મંગળવારે 60 વર્ષનાં વિલિયમ્સે દિલ્હીમાં અમેરિકન સેન્ટરમાં આયોજિત ‘આંખો સિતારો પર પૈર જમીન પર’ નામે એક ઈન્ટરએક્ટિવ સેશનમાં ભાગ લીધો હતો. વિલિયમ્સે કહ્યું હતું કે ભારત પર આવવાનું મારા માટે ઘર વાપસી જેવું છે.

ગણેશજી પર વિશેષ ધરાવે છે વિશ્વાસ
ઈન્ટરએક્ટિવ સેશનમાં ભાગ લેતી વખતે સુનિતા વિલિયમ્સે પોતાની કારકિર્દી અંગે મહત્ત્વની વાત જણાવી હતી. તેમણે કહ્યું કે ભારત આવવાનું મારા માટે ઘર વાપસી જેવું છે, પરંતુ પોતે ભારતીય કલ્ચર અને ભગવાન ગણેશમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે. ચંદ્રયાન અંગે પણ આશાવાદી વલણ ધરાવતા હોવાનું જણાવ્યું હતું. ભારતીય સ્પેસ એન્જસી ટૂંક સમયમાં આ મિશનને પૂરું કરવાનો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ચંદ્ર પર જવા માગે છે, પણ મુશ્કેલ
સુનિતા વિલિયમ્સે કહ્યું કે પોતે ચંદ્ર પર જવા માગે છે, પરંતુ હવે તો લાગે છે કે પતિ જીવ લઈ લેશે. પણ હવે પોતે પરિવારને સમય આપવા ઈચ્છે છે અને માતાનું પણ ધ્યાન રાખવા ઈચ્છે છે. હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સે બોઈંગ સ્ટારલાઈનરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાઈ જવાની વાતને પણ ફગાવી હતી. નાસા છોડવાની વાતને નકારી હતી. વિલિયમ્સે કહ્યું હતું કે ક્રૂ પાસે હંમેશાં ઘરે પરત ફરવાનો રસ્તો હોય છે અને નાસા પણ એની તબક્કાવાર સુરક્ષિત પ્રોસેસ પર પણ વિશ્વાસ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!