અલવિદા બેડમિન્ટન, સાયના નેહવાલની નિવૃત્તિ: હવે બસ, નહીં રમાય!
ઓલિમ્પિક વિજેતા સાયનાએ બેડમિન્ટનને કહ્યું અલવિદા, જાણો કેટલી છે તેની કુલ સંપત્તિ?
જિંદગીમાં નિવૃત્તિ અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મજાની વાત કરી હતી. ગડકરીએ કહ્યું હતું કે એક તબક્કે તમારે સિનિયર બનીને પણ જુનિયરના ખભા પર બધો ભાર છોડી દેવો જોઈએ. નિવૃત્તિ અંગે સૂચક નિવેદન આપ્યું હતું, જે રાજકારણીઓ જ નહીં, પરંતુ દુનિયાભરના ક્ષેત્રના નિષ્ણાતોને લાગુ પડે છે. ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા પણ સમયસર રિટાયર થયા તો તમારી દુનિયા પણ નોંધ લે છે. વાત રમતગમત ક્ષેત્રની જાણીતી બેડમિન્ટન સ્ટાર અને ઓલ્મ્પિક વિજેતા સાયના નેહવાલે અચાનક નિવૃત્તિ જાહેર કરી છે અને સોશિયલ મીડિયા પર લખ્યું છે હવે બહુ થયું નહીં, હવે નહીં રમાય.
2012માં લંડન ઓલ્મ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા
ઈન્ડિયન સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે પોતાની રમતમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. 2012ની લંડન ઓલ્મ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારી નેહવાલે પોતાની શાનદાર કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું છે અને કહ્યું છે કે હવે શરીર આ રમત સાથે રમવા માટે સાથ આપી રહ્યું નથી. બસ, ખતમ નિવૃત્તિ જાહેર કરી દીધી. નંબર વન બેડમિન્ટ ખેલાડી નેહવાલ છેલ્લા બે વર્ષથી પોતાની રમતથી પણ દૂર હતી, જે છેલ્લે 20222માં સિંગાપોર ઓપનમાં રમી હતી.
તમે જો રમવામાં સક્ષમ નથી તો આટલું પણ પૂરતું છે.
બેડમિન્ટન કોર્ટથી દૂર રહેવા છતાં સાયના નેહવાલે સત્તાવાર અગાઉ કોઈ જાહેરાત કર નહોતી, પરંતુ હવે આ મજબૂત નિર્ણયની જાહેરાત કરી છે. સાયના નેહવાલે પોતાના પોડકાસ્ટમાં જણાવ્યું છે કે મેં બે વર્ષ પહેલા રમવાનું બંધ કર્યું હતું. હવે મને વાસ્તવમાં લાગે છે કે મેં કોર્ટમાં પણ મારી શરતો મુજબ એન્ટ્રી કરી હતી અને શરતો મુજબ પણ છોડું છું. તમે જો રમવામાં સક્ષમ નથી તો આટલું પૂરતું છે.
આઠથી નવ કલાકની ટ્રેનિંગ લેવાનું પણ મુશ્કેલ
બેડમિન્ટમાં ભારતને અનેક સિદ્ધિઓ અપાવનારી સાયનાએ લખ્યું છે કે પોતે રમવા માટે અક્ષમ હોવાનું જણાવતા લખ્યું કે બસ હવે કદાચ રમીશ નહીં, કારણ કે આ મુશ્કેલ છે. બેસ્ટ રમત માટે તમારે આઠથી નવ કલાક ટ્રેનિંગ લેવી જરુરી છે, પરંતુ હવે શરીર સાથ આપતું નથી. બે કલાકમાં તો અસહ્ય પીડા થાય છે બધુ મુશ્કેલ છે, તેથી મેં વિચાર્યું છે કે હવે બહુ થઈ ગયું અને હવે આગળ રમી શકું એમ પણ નથી. સોશિયલ મીડિયા પરની પોસ્ટ લખ્યા પછી અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.
વર્ષે પાંચેક કરોડની કમાણી કરે છે સાયના નેહવાલ
બેડમિન્ટન ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવનાર સાયના નેહવાલ અંદાજિત નેટવર્થ 40 કરોડની આસપાસ હોઈ શકે છે, પરંતુ સત્તાવાર કોઈ આંકડા ઉપલબ્ધ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષે પાંચ કરોડની આવક છે, જ્યારે અનેક જાણીતી બ્રાન્ડને એન્ડોર્સમેન્ટ મારફત આવક કરે છે, જેમાં બીપીસીએલ, હર્બાલાઈફ સહિત અન્ય હાઈ પ્રોફાઈલ કંપનીનો સમાવેશ થાય છે.
